________________
સગ ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીને દીક્ષા
[૧૧૩ અધમી કે સાક્ષાત્ કર્કશા હોય તે પણ પિતાના ગોલકી કે કુંડ જાતિના પુત્રોને પણ તજી દેતી નથી.” ચેલ્લણું બોલી-“હે નાથ! આ પુત્રરૂપે તમારો વૈરી છે, કારણ કે જે ગર્ભમાં આવતાં જ મને મહા પાપકારી દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી જ મેં તેને જન્મ થતાં છેડી દીધો હતો. કેમકે પતિનું કુશળ ઈચછનારી સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય પણ જે તે પતિને અહિતકારી હોય છે તેથી શું ?” પછી શ્રેણિક રાજાએ કહ્યું કે, “જે આ જયેષ્ટ પુત્રને તું છોડી દઈશ તે તારે બીજા પુત્રો પણ જળના પરપોટાની જેમ સ્થિર રહેશે નહીં.” આવી પતિની આજ્ઞાથી જે કે તે ઇચ્છતી નહોતી તો પણ સર્ષની જેમ તે બાળકને સ્તનપાન કરાવીને ઉછેરવા લાગી.
- ચેલણાને તે પુત્ર કાંતિએ ચંદ્ર જેવો હતું અને અશોક વનમાં જ પ્રથમ જોવામાં આવ્યું હતું તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર નામ પાડયું. જ્યારે તેને વનમાં છેડી દીધે હતો ત્યારે તેની કનિષ્ઠિકા આંગળી કે જે અશોક વૃક્ષના દલ જેવી કોમળ હતી, તે કુકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતાં તે બાળકની આંગળી કે જે રૂધિર-પરૂથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાંખી એટલે એ બાળક રોતો બંધ રહ્યો. અનુક્રમે કેટલેક દિવસે તે આંગળીનું વ્રણ તે રૂઝાઈ ગયું, પણ તે આંગળી બુંદી રહી, તેથી તેની સાથે ધૂળિક્રિડા કરનારા બાળકો તેને કુણકર કહેવા લાગ્યા.
ત્યાર પછી ચેલ્લણા દેવીને હદયકમળમાં સૂર્યરૂપ હ@ અને વિહલ નામે બીજા બે પુત્ર થયા. ચેલણાના આ ત્રણે પુત્રો મોટા થયા એટલે જાણે મૂર્તિમાન પ્રભુત્વ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે શક્તિ હોય તેમ નિત્ય રાજાને અનુસરનારા થયા. તેમની માતા ચેલણા પિતાના ઠેષી કણિકને ગોળના લાડુ અને હલ વિહલને ખાંડના લાડુ હમેશાં મોકલતી હતી. પૂર્વ કર્મથી દૂષિત એ કુણિક આ પ્રમાણેને ટાળે શ્રેણિક જ કરે છે એવું હમેશાં મનમાં વિચારતો. અનુક્રમે કુણિક મધ્યમ વય (યૌવન)ને પ્રાપ્ત થયો, એટલે નેહવાળા શ્રેણિકે મોટા ઉત્સવથી તેને પાવતી નામની રાજપુત્રી સાથે પરણાવ્યો.
શ્રેણિકરાજાની ધારણું નામની રાણેને ગાઁદ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. અન્યદા તેને મેઘવૃષ્ટિમાં ભ્રમણ કરવાને દેહદ થયો. રાજાની આજ્ઞાથી અભયકુમારે દેવતાની આરાધના કરીને તે દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તેણે મેઘકુમાર નામના પુત્રને જન્મ આપે.
પૂર્વે એક બ્રાહ્મણે યજ્ઞ કરવા માંડયો હતો, તેમાં નોકર રહેવા એક દાસને તેણે પૂછયું, દાસે કહ્યું કે, “જે મને બ્રાહ્મણે જમતાં વધેલી રસોઈ આપે તે હું રહું, અન્યથા રહીશ
૧ પતિ મૃત્યુ પામ્યા પછી બીજા જારથી થયેલે પુત્ર કુંડ કહેવાય છે અને પતિ વિદ્યમાન છતાં જારથી થયેલો પુત્ર ગોલાક કહેવાય છે.
૨ મુંઠી આંગળીવાળે. D - 15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org