________________
૧૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું મગધપતિ શ્રેણિક, ઇંદ્રાણી સાથે ઈંદ્રની જેમ, ચલણદેવીની સાથે નિવિદને ભગ ભેગવવા લાગ્યા. પેલો ઔષ્ટ્રીકા વ્રત કરનાર સેનક તાપસ જે વ્યંતર થયો હતો, તે વ્યંતરપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ચેલણાની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તે ગર્ભના દોષથી ચલણાને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો કે જે રાક્ષસીને પણ થાય નહીં. પતિભક્તિને લીધે ચલ્લણ તે દેહદ કેઈ ને પણ કહી શકી નહીં, તેથી દેહદ પૂર્ણ ન થવાને લીધે તે દિવસના ચંદ્રની જેમ ગ્લાનિ પામવા લાગી. આવા દુર્દેહદથી ગર્ભથી વિરક્ત થયેલી ચેલણાએ પાપને પણ અંગીકાર કરીને તે ગર્ભને પાડવા માંડયો પણ તે પડયો નહીં. જળ વગરની વેલડીની જેમ ચેલણને શરીરે સુકાતી જોઈ રાજાએ પ્રેમબંધુર વાણીથી તેનું કારણ પૂછ્યું“હે પ્રિયે! શું મેં કાંઈ તમારે પરાભવ કર્યો છે? વા કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? શું કઈ દુઃસ્વપ્ન જોવામાં આવ્યું છે? વા શું તમારે કોઈ મનોરથ ભગ્ન થયો છે?” આ પ્રમાણે રાજાએ બહુ આગ્રહથી પૂછયું, એટલે જાણે વિષપાન કરતી હોય તેમ ગદ્ગદ્ અક્ષરે તેણે તેનું ખરેખરૂં કારણ કહી આપ્યું. પછી “હું તમારે દેહદ પૂરીશ” એમ પ્રિયાને આશ્વાસન આપી શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે આવી તે વાત કરીને પૂછયું કે, “આ દેહદ શી રીતે પૂરો અભયે શ્રેણિકરાજાના ઉદર ઉપર સસલાનું માંસ બાંધી તેને ચર્મથી આચ્છાદિત કર્યું અને પછી તેને સવળા સુવાર્યા. શ્રેણિકની આજ્ઞાથી ચેલણ રાક્ષસીની જેમ એકાંતે તે માંસ અવ્યગ્રપણે ભક્ષણ કરવા લાગી. જ્યારે તે માંસ તોડી તોડીને ખાતી હતી ત્યારે જાણે નટવિઘાને અભ્યાસી હોય તેમ રાજા વારંવાર કૃત્રિમ મૂછ પામતો હતો. તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતાં ચેલણાનું હૃદય કંપાયમાન થતું અને ગર્ભ સંબંધી વિચાર કરતાં તે ક્ષણવાર ઉલાસ પામતી. આવી રીતે બુદ્ધિના પ્રયોગથી ચલ્લણને દેહદ પૂર્ણ થયે, પણ પછી “અરે હું પતિને હણનારી પાપિણ છું” એમ બોલતી બોલતી તે મૂછ પામી ગઈ રાજાએ ચેલણને સાવધ કરી પિતાનું અક્ષત શરીર બતાવ્યું. તે દર્શન થતાં સૂર્યદર્શનથી કમલિનીની જેમ તે ઘણે હર્ષ પામી.
નવ માસ પૂરા થયા એટલે ચંદનને મલયાચલની ભૂમિ પ્રસવે તેમ તે ચેટકકુમારીએ એક પુત્રને જન્મ આપ્યું. તત્કાળ ચલણાએ દાસીને આજ્ઞા કરી કે, “આ બાળક તેના પિતાને વૈરી છે માટે એ પાપીને સપના બચ્ચાની જેમ કાંઈક દૂર લઈ જઈને ત્યજી દે.” દાસીએ તેને લઈને અશોક વનની ભૂમિમાં જઈ મૂકી દીધો. ત્યાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયેલા દેવની જેમ તે પ્રકાશ કરતો છતે શોભવા લાગ્યું. તે બાળકને મૂકીને આવતી દાસીને જોઈને રાજાએ પૂછયું કે, “તું કયાં ગઈ હતી?” એટલે તેણીએ જેવું હતું તેવું સ્વરૂપ કહી દીધું. તરત જ રાજા અશવનમાં ગયો. અને તે પુત્રને જોઈ સ્વામીને પ્રસાદની જેમ પ્રીતિવડે બે હાથે ગ્રહણ કરી લીધું. પછી તેને લઈ ઘેર આવીને ચેલણાને કહ્યું કે, “અરે ! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાય કેમ કર્યું? કે જે ચંડાળો પણ કરે નહિજે દુશ્ચારિણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org