Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા
[૧૧૧ ઉંચે સ્વરે પિકાર કર્યો કે-અરે! દેડ! દોડે! હું લુટાણી ! મારી બેન ચિલણનું હરણ થયું!” તે સાંભળતાંજ ચેટકરાજા તૈયાર થઈ ગયા. તેને તૈયાર થતાં જોઈ વીરંગક નામના રથીએ કહ્યું, “સ્વામી ! હું છતાં તમારે આવો આક્ષેપ કરવો યોગ્ય નથી. એમ કહી વીરંગક યુદ્ધ કરવાને સજજ થઈ કન્યાને પાછી લાવવા માટે સુરંગને દ્વારે ગયે. ત્યાં સુલતાના પુત્રોને જતા જોઈ મહાબાહુ વીરંગકે તેમને એક બાણથી મારી નાખ્યા. સુરંગ સાંકડી હોવાથી તેમના રથને વીરંગક બાજુર કરવા રહ્યો, તેટલામાં તો મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વિરંગને પાછા ફરી તે સર્વ વૃત્તાંત ચેટક રાજાને કહ્યો. પિતાની દુહિતાના હરણથી અને તે બત્રીશ રથિકોના મરણ પામવાથી ચેટકરાજાનું મન એક સાથે રોષ અને તેષથી પૂરાઈ ગયું. એ હકીકત સાંભળી સુપેઝાએ ચિંતવ્યું કે, “અહો! વિષયની લોલુપતાને ધિકાર છે. વિષયસુખની ઈચ્છા કરનારા મનુષ્ય આવી વિટંબનાઓ પામે છે. આવા વિચારથી સંસાર૫ર વિરક્ત થયેલી સુઝાએ ચેટકરાજાની રજા લઈ ચંદના આર્યાની પાસે દીક્ષા લીધી.
અહિં રાજા શ્રેણિક પિતાના રથમાં બેઠેલી ચેલૂણાને સુભેછા ધારી “હે સુણા, હે સુકા !' એમ બેલાવવા લાગ્યા. ત્યારે ચેaણુએ કહ્યું કે “સુભેછા આવી નથી, હું તે સુણાની નાની બેન ચેલુગુ છું.” શ્રેણિક બેલ્યો-“હે સુંદર બ્રકુટીવાળી સ્ત્રી ! મારો પ્રયાસ વ્યર્થ એ નથી, તું પણ સુભેછાથી કાંઈ ન્યૂન નથી.” ચેલૂણું પતિના લાભથી અને બેનને છેતરવાથી એક સાથે હર્ષ અને શેકથી લિપ્ત થઈ રાજા શ્રેણિક પવન જેવા વેગવાળા રવિડે શીધ્ર પિતાના નગરમાં આવ્યા. તે ખબર સાંભળી અભયકુમાર પણ તરત તેની પાસે આવ્યા. પછી શ્રેણિક રાજાએ ગાંધર્વ વિવાહથી ચેāણાનું પાણગ્રહણ કર્યું.
પછી રાજાએ નાગ અને સુલસાની પાસે જઈ તેના પુત્રના મૃત્યુના ખબર આપ્યા. તે દંપતી રાજા પાસેથી પુત્રનું અમંગળ સાંભળી મુક્તકંઠે રૂદન કરતા છતા વિલાપ કરવા લાગ્યા- “અરે કૃતાંત! તું ખરેખર કૃતાંતજ છે. તે અમારા પુત્રોને એક સાથે નાશ કેમ કર્યો? શું તેઓ બધા એક સાથે તારી સાંકળમાં આવી ગયા? પક્ષીઓને ઘણું બચ્ચાં થાય છે, પણ તેઓ અનુક્રમે મૃત્યુ પામે છે, કદિ પણ એક સાથે મરતા નથી. અથવા શું પરસ્પરના સ્નેહને લીધે તેઓ એક સાથે મરી ગયા? વા શું અમને બંનેને નિસ્નેહ જાણ્યા કે જેથી મૃત્યુએ તેમને અમારી પાસેથી ઠગી લીધા?” આ પ્રમાણે તારસ્વરે રૂદન કરતા તેઓને શ્રેણિક રાજાની સાથે આવેલ અભયકુમાર, તત્વવેત્તા આચાર્યની જેમ, બંધ કરવા લાગે કે-“અરે મહાશયો! જન્મધારી પ્રાણીઓને મૃત્યુ તે પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે, તે સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીને ખેદ કરવો નથી.” આ પ્રમાણે અભયકુમારે તે દંપતીને સમજાવ્યા. પછી ગ્ય વચને કહી શ્રેણિક રાજા અભયકુમાર સહિત રાજમહેલમાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org