Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ ફો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા [૧૦૯ કરવાને કે ચુંબન કરવાને ઈરછતો હોય તેમ દેખાવા લાગ્યા. પછી બોલ્યા કે, “હે ભદ્ર! મુક્તાવલીની જેમ આ બાળા કેના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે? ક્ષીરસાગરને લક્ષ્મીની જેમ કયા ધન્ય પુરૂષની એ પુત્રી છે? કયા પવિત્ર અક્ષરો તેના નામમાં આવ્યા છે? સરસ્વતીએ કઈ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? અને કેાઈ પુરૂષના કરે તેના કરને ચુંબિત કર્યો છે કે નહી?” તાપસી બોલી“હે રાજન? વૈશાલીનગરીના અધિપતિ અને હૈહયવંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની આ કુમારી છે, સર્વ કળાને ભંડાર છે અને સુકા તેનું નામ છે. ગુણ અને રૂપની યોગ્યતાથી તમે જ તેને વરવાને યોગ્ય છતાં જે આને બીજે પતિ થશે તો તમે ત્રીજા પુરૂષાર્થ (કામ)થી છેતરાશે.” પછી રાજા શ્રેણિકે તે તાપસીને વિદાય કરી અને જાણે પાંખે મેળવીને વૈશાલી નગરીમાં જવાને ઇચ્છતા હોય તેમ તેને સંભારતો છતો રહેવા લાગે.
બીજે દિવસે રાજગૃહપતિ શ્રેણિકે સુચેષ્ટાની પ્રાર્થના કરવાને માટે એક દૂતને શિખવીને ચટક રાજા પાસે મોકલ્યા. સંદેશ આપવામાં ચતુર એવો તે દૂત સઘ વિશાળામાં આવી ચેટક રાજાને નમીને બોલ્યો કે-“હે રાજન ! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુકાની માગણી કરે છે. મહાન પુરૂષોને કન્યાની માગણી કરવી તે કદિપણુ લજજાકારક નથી.” ચેટક રાજા બોલ્યા કે-“અરે દૂત! તારો સ્વામી પિતાથી અજાયે લાગે છે કે જે, વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. સમાન કુળના વરકન્યાને વિવાહ થ એગ્ય છે, બીજાને નહી; માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું, તું ચાલે જા.” દ્વતે આવી તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો, તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણે ખેદ પામ્યું. તે સમયે અભયકુમાર પિતાના ચરણકમલમાં ભ્રમરરૂપે થઈને ઊભે હત, તે બે કે “પિતાજી! શોક કરે નહીં, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ.”
પછી કળાકલાપના સાગર અભયકુમારે ઘેર જઈને એક પાટીઆપર મગધપતિ શ્રેણિકનું રૂપ આલેખ્યું. અને ગુટિકાથી વર્ણ તથા સ્વર બદલાવી વણિકનો વેષ લઈને તે વૈશાલી નગરીએ ગયા. ત્યાં ચેટક રાજાના અંતઃપુરની પાસે એક દુકાન ભાડે લીધી. અને અંતઃપુરની દાસીઓ જે વસ્તુ લેવા આવે તે કફાયતે આપવા લાગ્યું. તેમજ તે દાસીઓ જુએ તેમ પટ ઉપર આલેખેલા શ્રેણિકરાજાની નિત્ય પૂજા કરવા લાગ્યો. તે જોઈ દાસીએ પૂછયું કે “આ ચિત્ર કોનું છે !” એટલે તેણે કહ્યું કે, “આ રૂ૫ શ્રેણિકરાજા જે મારા દેવ તુલ્ય છે તેનું છે.” શ્રેણિકનું દૈવીરૂપ દાસીઓના જોવામાં આવ્યું, તેવું તેણે વર્ણન કરીને સુજ્યેષ્ટાને કહ્યું, સુયેષ્ટાએ પિતાની સખી જેવી એક સવથી જયેષ્ટ દાસી હતી, તેને આજ્ઞા કરી કે, “તે શ્રેણિકનું ચિત્ર મને સત્વર લાવીને બતાવ, તે જોવાનું મારા મનમાં ઘણું કૌતુક છે. તે દાસીએ અભયકુમારની દુકાને આવી ઘણું આગ્રહથી તે ચિત્ર લઈ જઈને સુચેષ્ટાને બતાવ્યું. અત્યંત સુંદર ચિત્ર જોઈ સુચેષ્ઠા ગિનીની જેમ નેત્રકમલને સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org