Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ હો] શ્રેણિકને સમક્તિ, મેઘકુમાર, નદીષણને દીક્ષા
[ ૧૦૭ હે દેવ! તે નંદાએ અભયકુમાર નામના એક પુત્રને જન્મ આપ્યો છે. પછી તે કે રૂપવાન અને કેવા ગુણવાળો છે?' એમ રાજાએ પૂછયું એટલે અભય બે -“સ્વામી ! તેજ હું અભયકુમાર છું. તે સાંભળતાં જ રાજા તેને નેહથી આલિંગન કરી, ઉસંગમાં બેસારી અને મસ્તક સુંધી સનેહથી સ્નાન કરાવતા હોય તેમ નયનના અશુજળથી સિંચન કરવા લાગ્યું. પછી પૂછ્યું કે હે વત્સ! તારી માતા કુશળ છે?' એટલે અભયકુમારે અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! ભ્રમરીની જેમ તમારા ચરણકમળને સંભારસ્તી મારી આયુષ્યમતી માતા હાલ આ નગરની બહારના ઉદ્યાનમાંજ છે. તે સાંભળી અમંદ આનંદ પામતા રાજાએ નંદાને લાવવા માટે અભયકુમારને આગળ કરી બધી સામગ્રી ત્યાં મોકલી અને પછી મનમાં ઘણી ઉત્કંઠા લાવી કમલિની પાસે રાજહંસ જાય તેમ પોતે પણ નંદાની સામે ગયા. રાજાએ ઉદ્યાનમાં આવીને આનંદયુક્ત ચિતે નંદાને જોઈ. પરંતુ વિગ દુઃખે પીડિત નંદાના કંકણે શિથિલ થઈ ગયા હતા, કપાળ ઉપર કેશ લટક્તા હતા, નેત્ર કાજળ વગરના હતા, માથે કેશપાશ છુટ હતું, મલીન વસ્ત્રો પહેર્યા હતા, અને શરીરની કૃશતાથી બીજના ચંદ્રની કળા જેવી તે દેખાતી હતી. આવી નંદાને મળી તેને આનંદ પમાડી રાજા પોતાના મહેલમાં તેડી લાવ્યા અને સીતાને રામની જેમ તેણે તેને પટરાણી પદ આપ્યું. અભયકુમારને પોતાની બેન સુસેનાની, પુત્રી, સર્વ મંત્રીઓમાં મુખ્યતા અને અર્ધ રાજ્ય આપ્યું. પિતા ઉપર પૂર્ણ ભક્તિથી પોતાને તેમના એક સેવક તુલ્ય માનતા અભયકુમારે થોડા સમયમાં પિતાની બુદ્ધિવડે દુઃસાધ્ય રાજાઓને પણ સાધી લીધા.
વસુધારૂપી વધુના મુગટના માણિક્ય જેવી અને લક્ષ્મીથી વિશાળ વિશાળી નામે મેટી નગરી છે. તેમાં ઇંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળો અને શત્રુ રાજાઓને સેવક કરનારો ચેટક નામે રાજા રાજ્ય કરે છે. તેને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી, જેમાં રાજ્યના સાત અંગની અધિષ્ઠાયિકા સાત દેવી હોય તેવી લાગતી હતી. તેમના પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, ચેષ્ટા, સુજયેષ્ટા અને ચિલ્લણ એવા અનુક્રમે નામ હતા. ચેટક રાજા શ્રાવક હતા. તેણે બીજાનો (પોતાના પુત્ર પુત્રીને પણ) વિવાહ કરવાની બાધા લીધી હતી, તેથી તેણે કેઈ ને પોતાની કન્યા આપી નહીં. તે બાબતમાં ઉદાસીન વૃત્તિ રાખીને રહ્યો. એટલે કન્યાઓની માતાઓએ તે બાબતમાં ઉદાસીન એવા રાજાની કઈ પ્રકારે સંમતિ મેળવીને તેમાંથી પાંચ કન્યાઓ યોગ્ય વરને આપી. વીતભય નગરના રાજા ઉદાયનને પ્રભાવતી આપી. ચંપાપતિ દલિવાહન રાજાને પદ્માવતી આપી. કૌશાંબીનાં રાજા શતાનીકને મૃગાવતી આપી. ઉજયિનીના રાજા પ્રદ્યોતનને શિવા આપી. કુંડગ્રામના અધિપતિ નંદિવર્ણન રાજા જે શ્રી વીરભગવંતના જયેષ્ટ બંધુ હતા, તેને ચેષ્ટા આપી. સુચેષ્ટા અને ચિલણા એ બે કુમારી રહી. તે બંને પરસ્પર રૂપશ્રીની ઉપમારૂપ હતી. દિવ્ય આકૃતિવાળી અને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી તે બંને પુનર્વસુ નક્ષત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org