Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું નહિ.” બ્રાહ્મણે તે વાત સ્વીકારી એટલે તે દાસ યજ્ઞના વાડામાં રહ્યો. પછી શેષ રહેલી રસોઈમાં જે મળે તે બધું પેલો દાસ હમેશાં સાધુ મુનિરાજને વહેરાવવા લાગ્યો. તેના પ્રભાવથી દેવતાનું આયુષ્ય બાંધીને તે દાસ દેવલેકમાં ગયો અને સ્વર્ગમાંથી ચવીને તે શ્રેણિકરાજાને નંદીષેણ નામે પુત્ર થયો. પેલા યજ્ઞ કરનાર બ્રાહ્મણને જીવ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો.
એક અરણ્યની અંદર મોટા હસ્તિયૂથમાં બળમાં દિગ્ગજના કુમાર જે એક યૂથપતિ હાથી હતું. તે કોઈ પણ બીજે યુવાન હાથી આ હાથિણીઓને સ્વામી (ઈચ્છક) ન થાઓ” એવી બુદ્ધિથી પિતાની જે જે હાથિણીને બચ્ચાં આવતાં તેને જન્મતાંવેંત જ મારી નાખતે હતા. તે ચૂથ માંહેલી એક હાથિણના ઉંદરમાં તે બ્રાહ્મણને જીવ ઉત્પન્ન થયે. ત્યારે તે ગણિ હાથિણીએ વિચાર્યું કે, “આ પાપી યૂથપતિએ મારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તો હવે કઈ પણ ઉપાય કરીને મારા આ પુત્રની રક્ષા કરીશ.” એવો નિશ્ચય કરી જાણે વાયુથી પગ રહી ગયો હોય તેમ તે હાથિણું કપટથી લુલી લુલી ચાલવા લાગી. તેમ છતાં
આ હાથિણી બીજા યૂથપતિને ભોગ્ય ન થાઓ” એમ ધારી હળવે હળવે ચાલતો યૂથપતિ તેની રાહ જોવા લાગ્યો. કમેકમે તે એટલી બધી મંદગતિએ ચાલવા લાગી કે તેથી અર્ધા પહોરે, એક દિવસે અને બે દિવસે તે આવીને ચૂથપતિને મળવા લાગી. “આ બીચારી અશક્ત છે, તેથી મને લાંબે કાળે મળે છે” એમ ધારીને હાથીના દિલમાં વિશ્વાસ બેઠો. “માયાવીથી કેણુ ન ઠગાય?” એક વખતે ચૂથપતિ દૂર જતાં તે હાથિણી માથાપર તૃણને પૂળો લઈને તાપસના આશ્રમમાં આવી. માથે પૂળે રાખતી અને પગે અલિત થતી તે હાથિને જોઈને
આ બિચારી હાથિણી શરણની ઈચ્છા રાખે છે” એમ તાપસના જાણવામાં આવ્યું. એટલે “હે વત્સ! તું વિશ્વાસ રાખીને સ્વસ્થ થા.” આ પ્રમાણે તેમણે કહ્યું. પછી તે પિતાના ઘરની જેમ તેમના આશ્રમમાં રહી. અનુક્રમે જ્યારે તે હાથિણીને પુત્રને પ્રસવ થયો ત્યારે તે પુત્રને તાપસના આશ્રમમાં મૂકીને પિતે પછી પ્રથમની જેમ જ ચૂથમાં વિચારવા લાગી. કોઈ કોઈ વાર વચમાં ગુપ્ત રીતે આવી આવીને તે પોતાના બાળ કલભને સ્તનપાન કરાવી જતી હતી. તે બાલ ગજકુમાર આશ્રમના વૃક્ષની જેમ હળવે હળવે માટે થયે. તાપસો પાકેલા નીવારના ત્રાસથી અને શલકીના કવલથી પિતાના બાળકની જેમ તેનું પ્રેમથી પોષણ કરતા હતા. તે ગજકુમાર ક્રીડા કરતો છતે પિતાની સુંઢથી તપસ્વીઓના ઉત્સંગમાં પડી અને મસ્તક પર જટા મુગટ રચતો હતો. પાણીના ઘડાઓ ભરી ભરીને આશ્રમના વૃક્ષોનું સિંચન કરતા તાપને જાઈને તે કલભ પણ પિતાની સુંઢમાં જળ ભરી ભરીને વૃક્ષોનું સિંચન કરતા હતા. આ પ્રમાણે પ્રતિદિન આશ્રમના વૃક્ષોનું સિંચન કરવાથી તે કલમનું તાપસએ “સેચનક” નામ પાડયું. અનુક્રમે તેની સુંઢ સાથે વળગેલા દાંત ઉત્પન્ન થયા, નેત્ર મધુપિંગળ સરખા થયા, સુંઢ ભૂમિને સ્પર્શ કરવા લાગી, પીઠ ઉન્નત થઈ, કુંભસ્થળ ઊંચા થયા, ગ્રીવા લઘુ થઈ, વેણુક (પૂર્ણ ભાગ) કમથી નમી ગયે, સુંઢથી પુંછ જરાક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org