Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગં ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીને દીક્ષા
[૧૦૫ છે.' પછી શેઠના અતિ આગ્રહથી લમીને વિષ્ણુ પરણે તેમ શ્રેણિક નંદાને પર. શ્રેષ્ઠિના ગૃહમાં ધવળમંગળ પ્રવ. તે વલ્લભાની સાથે વિવિધ ભાગ ભગવતે શ્રેણિક નિકુંજમાં ગજેની જેમ કેટલાક કાળ ત્યાં રહ્યો.
અહિં રાજા પ્રસેનજિતને અકસ્માત રોગની પીડા થઈ આવી, તેથી તેણે ઘણા ખેદપૂર્વક તત્કાળ શ્રેણિકને શોધી લાવવા માટે ઘણી સાંઢ મોકલી. તે સાંઢાવાળા માણસે ફરતા ફરતા વેણાતટે આવી શ્રેણિકને મળ્યા. તેમની પાસેથી પિતાને થયેલી પીડાની વાત સાંભળી, નંદાને સ્નેહથી સમજાવી, શેઠની રજા લઈને શ્રેણિક એકલા ત્યાંથી ચાલ્યા. નીકળતી વખતે તેણે “જેમાં ઉજ્વળ ભિંતો છે એવા રાજગૃહ નગરનો હું ગોપાળ છું.” એવા નિમંત્રણ મંત્ર જેવા તેને અક્ષરે અર્પણ કર્યા. પછી પિતાને રોગથી પીડિત જાણ શ્રેણિક સાંઢ ઉપર ચડી ઉતાવળા રાજગૃહ નગર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. તેને આવેલો જોઈ પ્રસેનજિતુ રાજા ઘણો હર્ષ પામ્યા. તત્કાળ હર્ષના અશ્રુજળ સાથે સુવર્ણકળશના નિર્મળ જળથી તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પ્રસેનજિત્ રાજા પાશ્વપ્રભુને અને પંચ નમસ્કાર મંત્રને સંભારતા છતા ચાર શરણ અંગીકાર કરી મૃત્યુ પામીને દેવકે ગયા. શ્રેણિકે બધી પૃથ્વીને ભાર ધારણ કર્યો.
અહીં મંદાએ ઘણે દુર્વાહ ગર્ભ ધારણ કર્યો. તેણને એકદા એ દેહદ ઉત્પન્ન થયે કે, “હું હાથી ઉપર ચઢી મોટી સમૃદ્ધિથી પ્રાણીઓને ઉપકાર કરી અભય આપનારી થાઉં.” તેના પિતાએ તે વાત રાજાને જણાવી, તેને દેહદ પૂરો કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસવે તેમ તેણે એક પુત્રને જન્મ આપ્યો. દેહદના અને અનુસાર માતામહ (માતાના પિતાએ) શુભ દિવસે તેનું “અભયકુમાર' એવું નામ પાડયું. તે અનુક્રમે મોટો થયો, નિર્દોષ વિદ્યા ભણ્યો અને આઠ વર્ષમાં તે તેર કળામાં પ્રવીણ થઈ ગયે. એક વખતે તેની સમાનવયના કેઈ બાળકે તેની સાથે કલહ થતાં કેપથી તેને તિરસ્કાર કરીને કહ્યું કે, “તું શું બોલે છે, તારા પિતા તે કોઈના જાણવામાં નથી.' અભયકુમારે કહ્યું કે, “મારા પિતા તો ભદ્ર શેઠ છે.” તેણે કહ્યું કે, “તે તો તારી માતાના પિતા છે.” પછી અભયે ઘરે આવીને માતાને પૂછયું કે-માતા! મારા પિતા કેણ છે?' નંદાએ કહ્યું, “આ ભદ્ર શેઠ તારા પિતા છે.” અભય બોલ્યો-“એ ભદ્ર શેઠ તે તારા પિતા છે, પણ જે મારા પિતા હોય તે કહે.” આ પ્રમાણે પુત્રના કહેવાથી નંદા આનંદ રહિત થઈને બેલી કે- વત્સ! કઈ દેશાંતરમાંથી આવીને મને પરણ્યા છે, અને તું ગર્ભમાં હતું ત્યારે કઈ ઉંટવાળા પુરૂષો તેમને લઈ ગયા છે. તેઓએ એકાંતે તેમને કાંઈક વાત કરી અને પછી તેમની સાથે તેઓ તરતજ ચાલ્યા ગયા છે. ત્યાર પછી અદ્યાપિ પર્યત જાણવામાં
૧ ગોપૃથ્વી. ગોપાળ=રાજા.
D - 14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org