Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મુ આવું મહેરછત્વ જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તેનું ભંભાસાર એવું બીજું નામ પાડ્યું. રાજા પ્રસેનજિતે પૂર્વે પ્રતિજ્ઞાથી કહ્યું હતું કે, “જેના ઘરમાંથી અગ્નિ પ્રગટ થાય, તેણે નગરમાં રહેવું નહીં,” આ વચનને તે ભૂલી ગયો નહોતો. તેથી તેણે વિચાર્યું કે, “જે હું પ્રથમ મારી જાત ઉપર મારી આજ્ઞાનો અમલ નહીં કરું, તો બીજાઓ ઉપર શાસન કરવું શા કામનું છે?” આવા વિચારથી પરિવાર સહિત તરત જ રાજાએ કુશાગ્રનગરને છોડી દીધું. અને એક કોશ દૂર જઈ છાવણું નખાવીને ત્યાં રહ્યો. પછી લો કે ત્યાં જતાં પરસ્પર પૂછતા કે, “તમે ક્યાં જાઓ છે?” ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે અમે રાજગૃહ (રાજાના ઘર)માં જઈશું. તે ઉપરથી રાજા પ્રસેનજિતે ત્યાં રાજગૃહ નામે નગર વસાવ્યું અને તેને ખાઈ કિલ, ચૈત્ય, મહેલ અને ચોટાઓથી ઘણું રમણીય બનાવ્યું.
“બીજા કુમારે પોતપોતામાં રાજ્યની યોગ્યતા માને છે, તેથી શ્રેણિકની રાજ્યયોગ્યતા તેઓ ન જાણે તો ઠીક” એવું ધારી રાજાએ શ્રેણિકને અનાદર કર્યો. અને બીજા કુમારને જુદા જુદા દેશો આપ્યા ત્યારે શ્રેણિકને કાંઈ આપ્યું નહીં. કારણ કે તે તે સમજતું હતું કે પરિણામે આ રાજ્ય શ્રેણિકનું જ છે. પરંતુ આ પ્રમાણે પિતાનું અપમાન થવાથી અભિમાની શ્રેણિક વનમાંથી હાથીના બચ્ચાની જેમ નગર બહાર નીકળે. અનુક્રમે ફરતે ફરતે વેણુતટપુરે આવ્ય,
વેણાતટ નગરમાં પ્રવેશ કરીને શ્રેણિકકુમાર ભદ્ર નામના કેઈ શ્રેષ્ઠિની દુકાને જાણે મૂર્તિમાન લાભદય કર્મ હોય તેમ બેઠે. એ સમયે તે નગરમાં કઈ માટે ઉત્સવ ચાલતે હતે, તેથી લોકો નવીન દિવ્ય વસ્ત્રાલંકાર અને અંગરાગ ધરીને ફરતા હતા. તે પ્રસંગને લીધે તે શેઠની દુકાને ઘણા ઘરાકે જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે આવવથી શેઠ આકુળવ્યાકુળ થઈ ગયા, પણ શ્રેણિક તેઓને જે વસ્તુઓ માગે તેને એકદમ પડીકા બાંધી બાંધીને ચાલાકીથી આપવા લાગ્યો. શ્રેણિકકુમારના પ્રયાસથી શેઠે તે દિવસે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. “પુણ્યવાન પુરૂષોને વિદેશમાં પણું લક્ષમી સાથે આવે છે.” પછી શ્રેષ્ઠિએ શ્રેણિકને પૂછયું, “આજે તમે કયા પુણ્યવાન ગૃહસ્થના અતિથિ થયા છે ?” શ્રેણિક બોલ્યા- “તમારે અતિથિ થયો છું.” શ્રેષ્ઠિએ ચિત્તમાં વિચાર્યું કે, “આજ રાત્રે સ્વપ્નમાં મેં નંદા પુત્રીને યોગ્ય એક વર જોયું હતું, તે સાક્ષાત્ આજ હશે.” પછી શેઠે કહ્યું કે, “હું ધન્ય થયે કે મારે ઘેર તમારા જેવા અતિથિ થયા. આજે તે અકસ્માત આળસુને ઘેર ગંગાજી આવ્યા.” પછી શેઠ દુકાન બંધ કરી શ્રેણિકને સાથે લઈને પિતાને ઘેર આવ્યા અને શ્રેણિકકુમાર સ્નાન કરાવી, ઉત્તમ વ પહેરાવી ઘણા આદરથી પિતાની સાથે જમાડયા.
આ પ્રમાણે તે શ્રેષ્ઠિને ઘેર રહેતાં એક દિવસ શેઠે શ્રેણિક પાસે માગણી કરી કે, મારી આ નંદા નામની પુત્રીને તમે ગ્રહણ કરે.” શ્રેણિકે કહ્યું, “મારૂં કુળ જાણ્યા વગર તમે પુત્રી કેમ આપે છે?” શ્રેષ્ઠિએ કહ્યું, “તમારા ગુણથી મેં તમારું કુળ જાણી લીધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org