Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ ] શ્રેણિકને સમકિત મેઘકુમાર, નદીએણને દીક્ષા
[ ૧૦૩ શિશુએથી પર્વતની જેમ શોભતે હતે. નાગ રથિકના સર્વે કુમારે વયમાં સરખા હતા, તેથી તે બધા શ્રેણિકકુમારના અનુયાયી થયા.
એક વખતે પ્રસેનજિત રાજાએ પોતાના પુત્રની રાજ્યોગ્યતા વિષે પરીક્ષા કરવાને માટે બધાને એક સાથે ખાવા બેસાડી પાયસાના સ્થાળ તેમની પાસે મૂકાવ્યા. જ્યારે તે કુમારો ભેજન કરવાને પ્રવર્યા ત્યારે રાજાએ તેમની ઉપર વ્યાઘના જેવા મુખ ફાડીને આવતા ધાનેને છેડી મૂક્યા. ધાને આવતાંજ બીજા કુમારો તો તત્કાળ ઉઠીને ભાગી ગયા, પણ બુદ્ધિના ધામરૂપ શ્રેણિકકુમાર એકલો બેસી રહ્યો. તે બીજા સ્થાળમાંથી શ્વાનને છેડે થોડો પાયસાન્ન આપવા લાગ્યો, અને જેવા તે શ્વાને તેને ચાટવા લાગ્યો તેવો પોતે પોતાના ભાણુનું પાયસાન્ન ખાવા લાગ્યો. એ પ્રમાણે તેણે ધરાઈને ખાધું. તે જોઈ રાજા ઘણે રાજી થયો, અને વિચાર્યું કે, “આ શ્રેણિકકુમાર ગમે તે ઉપાયથી શત્રુઓ વિગેરેને અટકાવશે અને પોતે પૃથ્વીને ભગવશે.'
એક વખતે ફરીવાર પરીક્ષા કરવાને માટે રાજાએ બધા કુમારોને ભેગા કરી મોદકના ભરેલા કરંડીઆ અને પાણીના ભરેલા ઘડા મુદ્રિત કરીને આપ્યા, અને કહ્યું કે, “આ કરંડીઆમાંથી મુદ્રા તોડવા વગર મોદક ખાઓ અને આ ઘડામાંથી છિદ્ર પાડ્યા વગર પાણી પીવો.” શ્રેણિક વિના તેમાંથી કોઈ પણ મોદક ખાવા કે પાણી પીવા સમર્થ થયે નહીં. “બળવાન પુરૂષો પણ બુદ્ધિસાધ્ય કાર્યમાં શું કરી શકે.” શ્રેણિકે પેલા કરંડીઆઓને વારંવાર ખૂબ હલાવી અંદરના મોદકનું ચૂર્ણ કરી નાખી, તેની સળીઓના છિદ્રમાંથી ખેરવી ખેરવીને ખાધું અને ઘડાની નીચે રૂપાની છીપ રાખી ઘડામાંથી મળતા જળબિંદુથી તે ભરીને પાણી પીધું. “બુદ્ધિમાન પુરૂષને શું દુઃસાધ્ય છે.” આ પ્રમાણે શ્રેણિકની બુદ્ધિસંપત્તિની પરીક્ષા કરીને કુશાગ્ર બુદ્ધિવાળા રાજાએ તેનામાં રાજ્યની યોગ્યતાનો નિશ્ચય કર્યો.
અન્યદા કુશાગ્રનગરમાં વારંવાર અગ્નિને ઉપદ્રવ થવા લાગે. તેથી રાજા પ્રસેનજિતે આષણ કરાવી કે, “આ નગરમાં જેના ઘરમાંથી અગ્નિ લાગશે, તેને રોગી ઉંટની જેમ નગરમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવશે. એક દિવસ રાઈઆના પ્રમાદથી રાજાના મહેલમાંથીજ અગ્નિ ઉત્પન્ન થયો. “બ્રાહ્મણની જેમ અગ્નિ કેઈના નથી.” જ્યારે તે અગ્નિ વધવા માંડયો ત્યારે રાજાએ પોતાના કુમારને આજ્ઞા કરી કે, “મારા મહેલમાંથી જે વસ્તુ જે કુમાર લઈ જાય, તે તેને સ્વાધીન છે.” રાજાની આજ્ઞાથી બીજા સર્વ કુમારો રૂચિ પ્રમાણે હાથી ઘોડા તથા બીજી વસ્તુઓ લઈ ગયા અને શ્રેણિકકુમાર માત્ર એક ભંભાનું વાઘ લઈને નીકળ્યો. તે જોઈ રાજાએ પૂછયું કે, “તે માત્ર આ વાઘ જ કેમ લીધું ?” શ્રેણિક બોલ્યો, -“આ ભંભાવાય રાજાઓનું પ્રથમ જયચિન્હ છે, આના શબ્દથી રાજાઓને દિગવિજ્યમાં મેટું મંગળ છે, તેથી તેમણે આવા વાઘની પ્રથમ રક્ષા કરવી જોઈએ.” શ્રેણિકકુમારનું
૧ અંગરક્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org