Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા
[ ૧૦૧ પાલન કરીશ આવો મારે મનોરથ પુત્ર વગર અવકેશી (વંધ્ય) વૃત્રની જેમ નિષ્ફળ થયો. જેઓએ બાલ્યવયમાં બ્રહ્મચર્ય પાળ્યું નહી અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહીં તેઓના બંને લોકને ઠગનારા કામીપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે કાદવમાં ખુંચેલા હાથીની જેમ ચિંતામાં મગ્ન થયેલા અને જેનું મુખ વિવર્ણ થઈ ગયેલું છે એવા પતિને જોઈ તેની પ્રત્યે સુલસાએ વિનયથી અંજલિ જોડીને કહ્યું કે “હે નાથ ! તમે હસ્તરૂપ શય્યામાં મુખ રાખ્યું છે તે તમને કાંઈ ચિંતા હોય એમ કહી આપે છે. તો આપ શી ચિંતા કરે છે? તે કહે, અને મને તેની ભાગીદાર કરે.” નાગ સારથી બોલ્યો કે-“હું અપુત્ર છું, પુત્રપ્રાપ્તિની ઘણી વાંચ્છા છે, પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતા એવા મને તેની પ્રાપ્તિનો કાંઈ પણ ઉપાય સૂજતો નથી.” સુલસા બોલી–“સ્વામી ! તમે બીજી ઘણી કન્યાઓ પરણો, તેમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય?” નાગ બોલ્યો-“હે પ્રિયે! આ જન્મમાં હું તારાથીજ રીવાળો રહેવાને છું, બીજી સ્ત્રી કદિ પણ પરણવાને નથી, તો પછી તેમનાથી પુત્રોની તો વાત જ શી કરવી? હો પ્રિયદર્શના! હું તે તારાથી થયેલા પુત્રને જ ઈચ્છું છું કે જે ચિરકાળે પણ આપણા બંનેની પ્રીતિરૂપ વિઠ્ઠીમાં ફળરૂપ થાય. તું જ મારા પ્રાણ, શરીર, મંત્રી અને મિત્ર છે, માટે પુત્રને અર્થે કઈ દેવની માનતા-બાધા વિગેરે કરવાવડે યત્ન કર.” સુલસા બેલી-“પ્રિય સ્વામી ! હું શ્રી અર્વતની આરાધના કરીશ, કારણ કે અહંતની આરાધને સર્વ કાર્યમાં ઈછિત ફળને આપનારી છે. પછી તે સુલસા આચાસ્લ વિગેરે દુસહ તપ કરવાવડે જન્મથી જ પવિત્ર એવા પિતાના આત્માને વિશેષ પવિત્ર કરવા લાગી, વિકાસ પામેલી નવમણિકાની જેમ મોતીનાંજ આભૂષણે પહેરવા લાગી, કસુંબી વસ્ત્રોથી અરુણ અજવાળી પ્રાતઃકાળની સંધ્યાની જેવી દેખાવા લાગી અને વીતરાગની પૂજામાં તેમજ બ્રહ્મચર્યમાં તત્પર રહેતી છતી પતિના દુઃખથી કેમળ મનવાળી થઈને સમાધિથી રહેવા લાગી.
અહિં પ્રથમ સ્વર્ગમાં દેવોની સભામાં શકઈઢે પ્રશંસા કરી કે, “હાલ ભરતક્ષેત્રમાં ખરી શ્રાવિકા સુલસા છે.” તે સાંભળી એક દેવે વિસ્મય પામી કાન ઉંચા કર્યા અને સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા કરવાને માટે અહિં આવ્યો. તે વખતે સુલસા દેવાચન કરતી હતી, ત્યાં તે સાધુનું રૂપ લઈ “નિસિહી” બોલતે ઘરદેરાસરમાં પેઠો. અશ્વ વગરની વૃષ્ટિની જેમ તે મુનિને અચાનક આવેલા જોઈ સુલસાએ તેમને ભક્તિથી વંદના કરી અને તેમના આવવાનું કારણ પૂછ્યું. તે બે -“મને કઈ વૈદ્ય કહ્યું છે કે તમારે ઘેર લક્ષપાક તેલ છે, તો તે ગ્લાન સાધુને માટે મને આપો.” “મારૂં લક્ષપાક તેલ સાધુને ઉપયોગમાં આવવાથી સફળ થશે.” એમ બોલતી તે હર્ષથી તેલને કુંભ લેવા ચાલી. કુંભ લઈને આવતાં દેવતાએ શક્તિથી તે તેલને કુંભ તેના હાથમાંથી પાડી નાખ્યો. તત્કાલ માળમાંથી પડી ગયેલા ઈંડાની જેમ તે તડ દઈને ફુટી ગયે. એટલે સુલસા ફરીવાર બીજો તેલને કુંભ લાવી, તે પણ તેવીજ રીતે કુટી ગયો, તથાપિ તે જરાએ ખેદ પામી નહી. પછી ત્રીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org