Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૦]
શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું હોવાથી દ્વારપાળે દ્વાર બંધ કર્યું હતું, તેથી ભિક્ષુકને કોણ જુએ? તેથી સેતુથી જળના પ્રવાહની જેમ તે ખલિત થઈને જે માર્ગે આવ્યો હતો, તે માર્ગે પાછો ચાલ્યો ગયે. પછી બીજા માસક્ષપણને નિશ્ચય કરી પાછું તેણે ઉષ્ટ્રિકા વ્રત લીધું અને જરા પણ કેપ પામ્યો નહીં. કારણ કે “મહર્ષિઓ તયની વૃદ્ધિથી હર્ષ પામે છે.” બીજે દિવસે રાજા સ્વસ્થ થયે એટલે તાપસને કરેલ આમંત્રણ સંભારી તેની પાસે આવી, નમી તથા ખમાવીને બે કે-“મહર્ષિ! મેં તમને પુણ્યને માટે નોતર્યા, પણ તેથી તો ઉલટું મને પાપ ઉપાર્જન થયું. “પ્રાયઃ પાપીઓને પાપજ અતિથિ થાય છે. હે ભગવન! મેં ઉલટું બીજે ઠેકાણેથી પણ તમારું પારણું અટકાવ્યું કારણ કે “અદાતાને પ્રિય આલાપ બીજે ઠેકાણેથી લાભ થવામાં પણ અંતરાય કરે છે. પણ હવે પ્રસન્ન થઈ આ બીજા માસક્ષપણના પારણ વખતે નંદનવનને કલ્પવૃક્ષની જેમ મારા આંગણુને અલંકૃત કરશો.” તાપસે તે વાત સ્વીકારી એટલે રાજા ઘેર ગયે.
તેના પારણાના દિવસ માટે રાજા પ્રતિદિન આંગળીના વેઢા ગણતે હતો. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું એટલે તાપસ તે રાજાને ઘેર આવ્યો. પણ દૈવયોગે પૂર્વની જેમ તે દિવસે પણ રાજાના શરીરે ઠીક ન હોવાને લીધે દ્વાર બંધ કરેલું હતું, તેથી તાપસે વળી ફરીવાર ઉષ્ટ્રિકા વ્રત લીધું. રાજાએ સ્વસ્થ થઈ પૂર્વની જેમ વિનયથી પાછું આમંત્રણ કર્યું.
ત્રીજુ માસક્ષપણ પૂર્ણ થતાં તે તાપસ પાછો રાજાને ઘેર આવ્યા, તે વખતે પણ પૂર્વની પેઠે રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત હતું. વારંવાર આમ બનવાથી રાજકીય માણસોએ તે વખતે વિચાર્યું કે, “જ્યારે જ્યારે આ તપસ્વી અહીં આવે છે, ત્યારે ત્યારે આપણું સ્વામીનું અશિવ થાય છે.” તેથી તેઓએ રક્ષકોને આજ્ઞા આપી કે તે તાપસ મંત્રી પુત્ર છે. પણ જ્યારે તે રાજમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તમારે તેને સપની જેમ બહાર કાઢી મૂકો. રક્ષકાએ તેમજ કર્યું, એટલે તાપસે ક્રોધવડે નિયાણું કર્યું કે, “હું મારા તપોબળથી આ રાજાના વધને માટે ઉત્પન્ન થાઉં.” તે મૃત્યુ પામી અલ્પ ઋદ્ધિવાળો વાનવ્યંતર દેવ થયો. રાજા પણ તાપસ થઈને તેજ ગતિને પામ્યા. ત્યાંથી આવીને સુમંગલ રાજાને જીવ પ્રસેનજિત્ રાજાની રાણી ધારણીના ઉદરથી શ્રેણિક નામે પુત્ર થયે.
તેજ નગરમાં નાગ નામે એક રથિક હતા, તે પ્રસેનજિત રાજાના ચરણકમલમાં મરરૂપ હતો. તેમજ તે દયા અને દાનમાં આદરવાળે, પરનારીને સહદર, વીર, ધીર અને સર્વ કળાને અધ્યેતા હતો. જેથી તે સર્વ ગુણેના એક સ્થાનરૂપ ગણાતા. તેને મુલાસા નામે સ્ત્રી હતી, તે પુણ્યકર્મમાં આલસ્ય વગરની અને દેહધારી પુણ્યલક્ષ્મી હોય તેવી હતી. સાથે ધૂલિક્રીડા કરનારા બાળકોની જેમ તેનામાં પતિવ્રતાપણું, સમતિ, સરલતા વિગેરે ગુણ એકીસાથે વસતા હતા. એક વખતે નાગ રથિક પિત અપુત્ર હોવાથી નાળવા સહિત કમળ જેવા કર ઉપર મુખ રાખી ચિંતા કરવા લાગ્યો કે “પુત્રને હલાવીશ અને તેનું લાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org