Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૮]
ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ મું આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધ બળી આકાશમાંથીજ દેવતાઓ લઈ ગયા, અને અર્ધ ભૂમિપર પડયો, તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન પરથી ઉઠી દેવજીંદામાં જઈને બેઠા એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં વૃષ્ટિથી નવીન મેઘની જેમ ગૌતમ પણ દેશનાથી વિરામ પામ્યા. સર્વ વિશ્વને ઉપકાર કરવામાં તત્પર અને સુરઅસુર તથા રાજાઓ જેના ચરણકમળને સેવી રહ્યા છે એવા શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ સુધી ત્યાં રહી લોકોને પ્રતિબંધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરતા હતા.
इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर केवळज्ञान चतुर्विध संघोत्पत्ति वर्णनो
નામ ઉનઃ સઃ |
વર્ગ
૬ હું
G
શ્રેણિક રાજાને સમકિતને લાભ અને મેઘકુમાર તથા
** *નંદીષેણની દીક્ષા *************
*****
આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરમાં કુશાગ્ર બુદ્ધિવાળો પ્રસેનજિત નામે રાજા હતો. સર્વ દિશાઓને અલંકૃત કરતો તેનો અપાર કીર્તિસાગર શત્રુઓની કીર્તાિરૂપ સરિતાનો ગ્રાસ કરતો હતો. તેને સૈન્યને સંગ્રહ માત્ર રાજની શોભાને માટે હતું, કારણ કે તેના વૈરીરૂપ વાઘ તો તેના પ્રતાપરૂપ અગ્નિથી જ નાશ પામ્યા હતા. વાયુ પર્વતથી અને વજ સમુદ્રથી ખલિત થાય પણ તેની આજ્ઞા પૃથ્વી પર કોઈનાથી ખ્ખલિત થતી નહોતી. તે હાથ લાંબા કરનારા બધા યાચકેને દ્રવ્ય આપતે પણ જાણે તેમની સાથે સ્પર્ધા હોય તેમ તે તેઓને આપતાં પિતાના હાથને સંકેચાવત નહી. રણભૂમિમાં ઉડેલા રજથી અંધકાર થતાં વિજયલક્ષમીઓ અભિસારિકા થઈ પિતપોતાના પતિઓને છેડી તે રાજાને જ સર્વ અંગે આલિંગન કરતી હતી. સદાચારીમાં શિરોમણિ એવા એ રાજાના શુદ્ધ હૃદયમાં ઘાટા કેશપાસમાં અધિવાસની જેમ જિનધર્મ સ્થિર રહેલો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org