Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૫ મો] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના [છ
આ પ્રમાણે મહાન્ કુળમાં ઉત્પન્ન થયેલા, મહા પ્રાજ્ઞ, સંવેગ પામેલા અને વિશ્વને વંદિત એવા તે અગ્યાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીરપ્રભુના મૂળ શિષ્યો થયા.
આ સમયે શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનાએ આકાશ માર્ગે જતા આવતા દેવતાઓને જેયા. તેથી પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને નિશ્ચય થતાં તેને વ્રત લેવાની ઈરછા થઈ. પછી નજીક રહેલા કોઈ દેવતાએ તેને શ્રી વીરપ્રભુની પર્ષદામાં લાવીને મૂકી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને તે દીક્ષા લેવાને તત્પર થઈ છતી ઉભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યની પુત્રીઓ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને આગળ કરીને તે સર્વેને દીક્ષા આપી અને હજારે નરનારીઓને શ્રાવકપણામાં સ્થાપિત કર્યા.
એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઈદ્રભૂતિ વિગેરેને ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતી અંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુત્તરપપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાશ્રુત અને દૃષ્ટિવાદ-એ પ્રમાણે બાર અંગે રચ્યા. અને દષ્ટિવાદની અંદર ચૌદ પૂર્વે પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉતપાદ, આગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિકવાદ, જ્ઞાનપ્રવાદ સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધારવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાળ અને લેકબિંસાર-આ પ્રમાણેના ચૌદ પૂર્વે ગણધરોએ અંગેની પૂર્વે રચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરોની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઈ અને અકંપિત તથા અચળબાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના. થઈ. શ્રી વીરપ્રભુના અગ્યાર ગણધરો છતાં તેઓમાં બે બેની વાંચના સરખી થવાથી ગણ નવ થયા.
પછી સમયને જાણનાર ઈન્દ્ર તત્કાળ સુધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઉભા રહ્યા. એટલે ઇન્દ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઉભા રહ્યા. પછી “ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે” એમ બોલતા પ્રભુએ પ્રથમ ઈંદ્રભૂતિ-ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણ નાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણ નાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરો ઉપર વૃષ્ટિ કરી. “આ ચિરંજીવી થઈ ધર્મનો ચિરકાળ સુધી ઉધત કરશે” એમ કહીને પ્રભુએ સુધર્મા ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવત્તિની પદે સ્થાપિત કરી. ૧. મુનિ સમુદાય. ૨. ઘણા વર્ષ જીવી. D 13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org