Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ પ મ ] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના
[ લ્પ પૃથિવી આદિ પંચ ભૂતો છે જ નહીં, તેની જે આ પ્રતીતિ થાય છે, તે ભ્રમથી જલચંદ્રાવત છે. આ બધું શુન્ય જ છે–આ તારે દઢ આશય છે. પણ તે મિથ્યા છે, કારણ કે જે સર્વશૂન્યતાને પક્ષ લઈએ, તે પછી ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદો થવા જ ઘટે નહીં.” આ પ્રમાણે સાંભળી વ્યકિતને સંશય છેદાઈ ગયો, તેથી તેણે વ્યક્ત વાસના બતાવીને પાંચસો શિષ્યોની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
આ ખબર સાંભળીને ઉપાધ્યાય સુધર્મા પણ પિતાને સંશય છેદવાની ઈચ્છાથી કાલેકનું સ્વરૂપ જોવામાં સૂર્ય જેવા શ્રી વીરપ્રભુ પાસે આવ્યો. તેને જોઈ પ્રભુએ કહ્યું, “હે સુધર્મા ! તારી બુદ્ધિમાં એવો વિચાર વત્તે છે કે, આ જીવ જે આ ભવમાં છે, તે જ પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળિબીજ વાવતાં તેમાંથી કાંઈ વાંકુર થતા નથી. પણ આ તારો વિચાર છે અને અઘટિત છે; કેમકે આ સંસારમાં જે મનુષ્ય મૃદુતા અને સરલતાદિકવડે માનુષી આયુષ્ય બાંધે છે તે ફરીને પણ મનુષ્ય થાય છે, પણ જે માયા વિગેરે રચતે અહી પશુરૂપે રહે છે, તે મનુષ્ય આગામી વે પશુ થાય છે. તેથી જીવની પૃથફ પૃથફ ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી “કારણને મળતું જ કાર્ય થાય છે? એમ કહેવું તે પણ અસંગત છે. કારણ કે શૃંગ વિગેરમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે.” આવી પ્રભુની વાણી સાંભળી સુધર્માએ પાંચસો શિષ્ય સહિત પ્રભુના ચરણકમળમાં દીક્ષા લીધી.
પછી પિતાને સંશય છેદવને મંડિક પ્રભુની પાસે આવ્યો. તેને પ્રભુએ કહ્યું કે, તને બંધ અને મોક્ષ વિષે સંશય છે, પણ બંધ અને મેક્ષ આત્માને થાય છે એ વાત પ્રસિદ્ધ છે. મિથ્યાત્વાદિવડે કરેલે કમને જે સંબંધ, તે બંધ કહેવાય છે. તે બંધને લીધે પ્રાણી દેરી સાથે બંધાયો હોય તેમ નરક, તિયચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો છત પરમ દારૂણ દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુથી જે કમને વિયોગ તે મેક્ષ કહેવાય છે, તે પ્રાણીને અનંત સુખ આપે છે. જે કે જીવ અને કર્મને પરસ્પર સંયોગ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે તેમ જ્ઞાનાદિકથી જીવ અને કર્મનો વિયોગ થઈ જાય છે.” આવા પ્રભુનાં વચનથી જેને સંશય છેદાઈ ગયો છે એવા તે મંડિકે સાડાત્રણ શિખ્યોની સાથે વ્રત ગ્રહણ કર્યું. પછી મૌર્યપુત્ર પિતાને સંદેહ છેદવાને માટે પ્રભુ પાસે આવ્યા. પ્રભુ બોલ્યા-મૌર્યપુત્ર! તને દેવતાઓને વિષે સંદેહ છે, પણ તે મિસ્યા છે. જે, આ સમવસરણમાં પિતાની મેળે આવેલા ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે, શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લોકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી પણ તેથી કાંઈ તેમને અભાવ સમજે નહીં. તેઓ અહંતના જન્મઅભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ શ્રીમત્ અરિહંતને અતિ શ્રેષ્ઠ પ્રભાવ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org