________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આ પ્રમાણેની ભગવંતની વાણીથી મૌર્યપુત્ર પણ તત્કાળ પ્રતિબંધ પામે અને પિતાના ૩૫૦ શિષ્ય સહીત તેણે દીક્ષા લીધી.
પછી અકંપિત પણ પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ કહ્યું કે-“નજરે દેખાતા ન હોવાથી નારકી નથી એમ તારી બુદ્ધિ છે, પણ નારકી જીવો છે, પરંતુ અત્યંત પરવશપણાથી તેઓ અહીં આવવાને સમર્થ નથી. તેમજ તારી જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. નારકી જો તારી જેવાને પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. છતાસ્થ જીવને તે યુક્તિગમ્ય છે અને જે ક્ષાયિક જ્ઞાનીઓ છે તેઓને તે પ્રત્યક્ષ દેખાય છે. વળી “આ લેકમાં કોઈ ક્ષાયિક જ્ઞાનીજ નથી” એવું પણ તું બોલીશ નહીં, કારણ કે તે શંકાને વ્યભિચાર મારાથી જ ફુટ રીતે થાય છે. (અર્થાત હું જ ક્ષાયિક જ્ઞાની છું.)” પ્રભુનાં આવાં વચન સાંભળી સંશય નષ્ટ થવાથી અકપિતે પ્રતિબંધ પામી ત્રણ શિષ્ય સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી.
પછી અચળભ્રાતા આવ્યો. પ્રભુએ તેને સ્કુટ રીતે કહ્યું, “અચળજાતા! તને પુણ્ય અને પાપમાં સંદેહ છે, પણ તું તેમાં જરા પણ સંશય કરીશ નહીં. કારણ કે આ લોકમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે, તેમજ વ્યવહારથી પણ સિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, લક્ષમી, રૂપ, આરોગ્ય અને સકુળમાં જન્મ–એ પુણ્યનાં ફળ છે, અને તેથી વિપરીત એ પાપનાં ફળ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી સંશય છેદાઈ જતાં અચળભ્રાતાએ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષા લીધી.
પછી મેતાર્યા નામે દ્વિજ પ્રભુની પાસે આવ્યો. પ્રભુ બેલ્યા- “તને એ સંશય છે કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવા રૂપ પરલોક નથી. કારણ કે ચિદાત્મારૂપ જીવનું સ્વરૂપ બધા ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતનો અભાવ થતાં-વિખરાઈ જતાં જીવન પણ અભાવ થાય તો પછી પરલોક શી રીતે હોય?” પણ તે મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂત એકત્ર થાય તો પણ તેમાંથી કાંઈ ચેતના ઉત્પન્ન થતી નથી, તેથી ચેતના જે જીવનો ધર્મ છે, તે ભૂતથી જુદી છે. તે ચેતનાવાળે જીવ પરલોકમાં જાય છે અને ત્યાં પણ તેને જાતિસ્મરણ વિગેરેથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી પ્રતિબંધ પામી મેતાયે ત્રણસો શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાર પછી પ્રભાસ આવ્યું. તેને જોઈ પ્રભુ બોલ્યા- “પ્રભાસ! “મોક્ષ છે કે નહીં?” એ તને સંદેહ છે, પણ તે વિષે જરા પણ સંદેહ રાખીશ નહીં. કર્મને ક્ષય તે મિક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ સિદ્ધ થયેલું છે. શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મને ક્ષય થાય છે, તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષને મેક્ષ પ્રત્યક્ષ પણ થાય છે.” સ્વામીનાં આવાં વચનથી પ્રતિબધ પામી પ્રભાસે પણ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org