Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ દ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નરીષેણને દીક્ષા
[૯૯ રૂપ કમળમાં ભ્રમર જે તે સમ્યગદર્શનથી પુણ્યાત્મા થઈ અણુવ્રતધારી થયે હતો. રાજશિરોમણિ પ્રસેનજિતું રાજાને ઈંદ્રને દેવીઓની જેમ વિવાહિત રાજકન્યાઓવડે માટે અંતઃ પુર હતું. પૃથ્વી પર રાજ્ય કરતા એવા તે ઈદ્ર સમાન રાજાને જાણે તેની બીજી મૂતિએ હોય તેવા ઘણા પુત્રે પણ થયા હતા.
આ અરસામાં ભરતક્ષેત્રને વિષે વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામે યથાર્થ નામવાળો રાજા હતો. તેને પૃથ્વી પર ઉતરેલી દેવી હોય તેવી ગુણરત્નની ખાણ અમરસુંદરી નામે પટરાણી હતી. તે દંપતિને સુમંગી નામે એક પુત્ર થયા હતા, જે મંગળનું નિવાસસ્થાન, રૂપમાં કંદર્પ જે અને કળાનિધિ ચંદ્ર જે હતો. એક નામે મંત્રીપુત્ર તેને મિત્ર હતો. તે શારીરિક સર્વ કુલક્ષણના પ્રથમ દૃષ્ટાંતરૂપ હતું. તેના કેશ પીળા હતા, તેથી જેના શિખરમાં દાવાનળ લાગે ય તેવા પર્વતની જે તે દેખાતું હતું. યુવડની જેમ તે નાકે ચિ હતું, માજર જેવા તેના પિંગ નેત્ર હતા, ઉંટના જેવી તેની લાંબી ડેક અને લાંબા હેઠ હતા, ઉંદરની જેવા નાના કાન હતા, કંદના અંકુર જેવી દાંતની પંક્તિ મુખની બહાર નીકળેલી હતી, જલદરવાળાની જેવું તેનું પેટ હતું, ગામના ડુક્કર જેવા ટુંકા સાથળ હતા, મંડળસ્થાનવત આસન વાળ્યું હોય તેવી વાંકી જંઘા હતી અને સુપડાના જેવા તેના પગ હતા. એ વરાક દુરાચારી જ્યાં જ્યાં ફરતે ત્યાં ત્યાં હાસ્યનું જ એકછત્ર રાજ્ય થતું હતું. જ્યારે જ્યારે એ સેનક દૂરથી આવતા હોય ત્યારે ત્યારે રાજપુત્ર સુમંગળ તેનું વિકૃતરૂપ જોઈને હસતે હતે.
આ પ્રમાણે રાત્રિદિવસ રાજપુત્ર તેનું ઉપહાસ્ય કરતે તેથી તેને છેવટ અપમાનરૂપ વૃક્ષનાં મહાફળરૂ૫ વરાગ્ય ઉત્પન્ન થયા અને વૈરાગ્ય થતાંજ એ મંદભાગી સેનક ઉન્મત્તની પેઠે હદયશૂન્ય થઈ શહેરમાંથી નીકળી ગયે. મંત્રીપુત્રના ગયા પછી કેટલેક કાળે રાજા જિતશત્રુએ સુમંગળ કુમારને પિતાના રાજ્યપર બેસાર્યો. સેનકે વનમાં ફરતા કોઈ એક કુળપતિ તાપસને જે. તેની પાસે તાપસ થઈને તેણે ઉણિકા વ્રત ગ્રહણ કર્યું. તીવ્ર તપથી હમેશાં પોતાના આત્માને અતિ કદથના પમાડતે સેનક એકદા વસંતપુર નગરે આવ્યા.
તેને મંત્રીપુત્ર અને તાપસ ધારીને સર્વ કે તેની પૂજા કરવા લાગ્યા. લોકોએ તેને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યું કે, “સુમંગળકુમાર વારંવાર મારા વિરૂપનું હાસ્ય કરતે, તેથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે હાસ્ય મને તપલક્ષમીના એક જામીનરૂપ થઈ પડ્યું છે. આ ખબર સાંભળી રાજા સુમંગળ પણ તેને નમવા માટે આવ્યું અને તેને ઘણુ રીતે ખમાવીને આદરથી પારણાને માટે નિમંત્રણ કર્યું. સેનક તાપસે રાજાને આશીષ આપીને તેની પ્રાર્થના સ્વીકારી, તેથી રાજા કૃતાર્થ થયે હોય તેમ હર્ષ પામી પિતાને ઘેર આવ્યો. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું ત્યારે રાજાની પ્રાર્થના સંભારી તે તાપસ શાંત થઈ રાજભુવનના દ્વારે આવ્યા. તે સમયે રાજાને શરીરે ઠીક ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org