Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું લાવી તે તે પણ તેવીજ રીતે ફૂટી ગયે એટલે તેને ચિંતા થઈ કે, “આ સાધુની યાચના નિષ્ફલ થવાથી અવશ્ય હું અલ્પ પુણ્યવાળી છું.' આવા તેના ભાવ જોઈ તે દેવ પિતાનું
સ્વરૂપે પ્રગટ કરીને બે કે, “હે ભદ્ર! ઈ તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી વિસ્મય પામી હું તારી પરીક્ષા કરવાને માટે અહિં આવ્યું હતું, તે હવે સંતુષ્ટ થયે છું, માટે વર માગ્ય.” તે સાંભળી સુલસા બેલી-“હે દેવ! જે સંતુષ્ટ થયો છે તે હું અપુત્ર છું, માટે મને પુત્ર આપે, તે સિવાય મારે બીજી કોઈ ઈચ્છા નથી.” દેવે તેને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે-“અનુક્રમે આ ગુટિકાનું તું ભક્ષણ કરજે તેથી આ જેટલી ગુટિકા છે તેટલા તારે પુત્ર થશે. અનશે! વળી ફરી જ્યારે તને પ્રજન પડે ત્યારે મારૂં સ્મરણ કરજે, હું તરત આવીશ.” આ પ્રમાણે કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો.
દેવના ગયા પછી મુલાસાએ વિચાર્યું કે, “અનુક્રમે આ બધી ગુટિકાઓ ખાવાથી ઘણુ બાલ થાય, તો તેમની અશુચિને કેણુ ચુંથે, માટે હું એક સાથે બધી ગુટિકા ખાઉં કે જેથી બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” આવા પિતાની બુદ્ધિવડે વિચાર કરી સુલસા બધી ગુટિકાઓને એક સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી તેવી તેની બુદ્ધિ થઈ. “અહો ! ભવિતવ્યતા અન્યથા થતી નથી. સમકાળે બત્રીશ ગુટિકાઓ ખાવાથી સમકાળે તેના ઉદરમાં બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી ઘણા ફળોવાળી વલ્લીની જેમ તે ઘણા ગર્ભોને સહન કરી શકી નહીં. એ કૃશોદરીએ વજી જેવા સારવાળા ગર્ભને સહન કરી ન શકવાથી કાત્સગે રહી પેલા દેવનું સમરણ કરતાં જ તે દેવ હાજર થયે અને પૂછયું કે, “મને શા માટે સંભાર્યો?” ત્યારે તેણે ગુટિકાની બધી કથા માંડીને કહી. દેવ - અરે ! તે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી? તે ગુટિકા અમાઘ છે, તેથી તેટલા ગર્ભ એક સાથે તેને ધારણ થશે. ભદ્ર! સરલ બુદ્ધિથી પણ તે આ સારૂં કર્યું નહીં, કારણ કે આ પ્રમાણે થવાથી તે બત્રીશે પુત્રો સરખા આયુવાળા થશે. પણ હે મહાભાગે ! હવે ખેદ કરીશ નહીં, કારણ કે ભવિતવ્યતા બલવાનું છે. તે હવે હું તારી ગર્ભપીડા હરી લઈશ, માટે સ્વસ્થ થા.” પછી તે દેવ સુલસાની ગપીડા હરી લઈને સ્વસ્થાને ગયો. સુલસા પણ સ્વસ્થ થઈ છતી ભૂમિની જેમ ગૂગર્ભા થઈ
ગર્ભસમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહુર્ત સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપ્યો. ધાત્રીઓથી લાલિત થતા તે પુત્રો અનુક્રમે વિધ્યગિરિમાં હાથીના બચ્ચાંની જેમ અખંડિત મનોરથે મોટા થયા. ગૃહલક્ષમી રૂપી પક્ષીના ક્રીડાવૃક્ષ જેવા તે બાળકો આંગણામાં રમતા છતા શોભતા હતા. નાગ રથિક તે કુમારને મેળામાં લઈ લઈને સ્નેહવડે આનંદના અશ્રુજળથી સ્નાન કરાવતું હતું. પગ ઉપર, મેળામાં, વાંસા ઉપર અને મસ્તક ઉપર ચડી જતા અને વળગતા કુમારાથી નાગ રથિક સિંહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org