Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૬૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મુ ઉડાડવા લાગ્યું. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડયા. તેવા ઉગ્ર પવનથી પણ જ્યારે તેનું ધાર્યું થયું નહીં, ત્યારે દેવતામાં કલંકરૂપ તે દુષ્ટ તત્કાળ વંટોળીઓ વાયુ વિકુવ્વ. પર્વતોને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટેળીઆએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને જમાડયા. સમુદ્રમાંહેના આવત્તની જેમ તે વળીઆએ પ્રભુને ઘણું ભમાડયા છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિંચિત પણ ધ્યાન છોડ્યું નહીં. પછી તે સંગમને વિચાર થયે કે, “અહે! આ વજ જેવા કઠીને મનવાળા મુનિને મેં ઘણી રીતે હેરાન કર્યા, તો પણ તે જરા પણ શેભ પામ્યા નહિ, પણ હવે આ ભગ્ન વાચાવાળો થઈને હું ઇંદ્રની સભામાં કેમ જાઉં? માટે હવે તે તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે, તે સિવાય બીજે ઉપાય નથી.” આવો વિચાર કરીને તે અધમ દેવે એક કાળચક ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાળચક્ર કૈલાસ પર્વતને જેમ રાવણે ઉપાડ્યો હતો તેમ તે દેવે ઉંચું ઉપાડયું. પછી જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજે તેટલા પ્રમાણવાળો પુટ હેાય તેવું તે કાળચક તેણે રવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જ્વાળાઓથી સર્વ દિશાઓને વિકરાળ કરતું તે ચક્ર સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુ ઉપર પડયું. કુલપર્વતને પણ ચૂર્ણ કરવામાં સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે થયા છતાં પણ ભગવંત તેને મિષ્ટ દૃષ્ટિએ જોતા હતા તેથી જરૂર તે વિશ્વને તારવાને ઈરછનારા છે અને અમે સંસારના કારણે છીએ. જ્યારે આવા કાળચક્રથી પણ એ પંચત્વને પામ્યા નહીં ત્યારે તો જરૂર છે અને અગોચર છે, તેથી હવે બીજો ઉપાય શો રહ્યો? હવે તો તે અનુકૂળ ઉપસર્ગોથી કઈ રીતે ક્ષોભ પામે તેમ કરવું જોઈએ, આવી બુદ્ધિથી તે દેવ વિમાનમાં બેસી પ્રભુ આગળ આવીને બોલ્યો કે “હે મહર્ષિ તમારા ઉગ્ર તપથી, સવથી. પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવાની ટેકથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું; માટે હવે આવા શરીરને કલેશ કરનારા તપથી સર્યું; તમારે જે જોઈએ તે માગી લ્યો. હું તમને શું આપું? તમે જરા પણ શંકા રાખશે નહીં. કહો તો જ્યાં નિત્ય ઈચ્છમાત્ર કરવાથી બધા મનોરથ પૂરાય છે તેવા સ્વર્ગમાં આજ દેહથી તમને લઈ જાઉં? અથવા કહો તો અનાદિ ભવથી સંરૂઢ થયેલા સર્વ કર્મોથી મુક્ત કરી એકાંત પરમાનંદવાળા મોક્ષમાં તમને લઈ જાઉં? અથવા કહો તો બધા મંડલાધીશ રાજાએ પિતાના મુગટથી જેના શાસનનું પાલન કરે તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આ લોકમાંજ આપું?” આવી રીતે વચનોથી લોભાવતાં પણ પ્રભુનું મન જરા પણ શોભ પામ્યું નહીં અને કાંઈ પ્રત્યુત્તર મળે નહીં, એટલે તેણે આ પ્રમાણે વિચાર્યું કે, “આ મુનિએ મારી બધી શક્તિનો પ્રભાવ નિષ્ફળ કર્યો છે, પણ હજુ એક કામદેવનું અમેઘ શાસન બાકી રહેલું છે. કારણ કે કામદેવના અસ્રરૂપ ૨મણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષે પણ પિતાના પુરૂષવતને લેપ કરતા જોવામાં આવેલા છે.” આવો નિશ્ચય કરી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org