Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર
| [ ૭૯ સિંહાસન પર બેસી, લજજાથી નીચું મુખ કરીને તે પિતાને સ્વાગત પૂછવા આવેલા સામાનિક દેવતા પ્રત્યે બેલ્યો કે, “હે દેવ ! તમે મધ્યસ્થપણે જેવો શકને કહ્યો હતો તે જ તે છે, પણ મેં તે વખતે અજ્ઞાનથી તે કાંઈ જાણ્યું નહીં. પ્રથમ સિંહની ગુહામાં શિયાળ જાય તેમ હું તેની સભામાં ગયે. ત્યાં તેના આભિયોગિક દેવોએ કૌતુક જોવાની ઈચ્છાથી મારી ઉપેક્ષા કરીને જવા દીધે. પણ ઈદે મારી ઉપર વજા છેડયું. તેથી ભય પામીને મહા કષ્ટ હું સુરાસુરે એ નમેલા શ્રીવીરપ્રભુના ચરણને શરણે ગયો. શ્રી વિરપ્રભુને શરણે જવાથી ઈંદ્ર મને જીવતો છોડી દીધે, એટલે હું અહિં આવ્યો છું; હવે તમે સૌ ચાલો, આપણે શ્રી વીરપ્રભુ પાસે જઈને વાંઢીએ.” આ પ્રમાણે ચમરે પિતાના સર્વ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને નમી સંગીત કરીને પછી પિતાની નગરી પ્રત્યે ગયો.
પ્રાતઃકાળે પ્રભુ એક રાત્રિની પ્રતિમા પારને અનુક્રમે વિહાર કરતા ભેગપુર નામના નગરે આવ્યા. ત્યાં માહેંદ્ર નામે કઈ ક્ષત્રિય હતા, તે દુર્મતિ પ્રભુને જોઈ એક ખજુરીની યષ્ટિ લઈને પ્રભુને પ્રહાર કરવા દેડક્યો. તે વખતે સનસ્કુમારેંદ્ર કે જે ઘણે વખત થયા પ્રભુના દર્શન કરવાને ઉત્કંઠિત હતા, તે પ્રભુને વાંદરાને ત્યાં આવ્યા, એટલે તે શઠને ઉપદ્રવ કરતા તેમણે જોયો. તેથી તે ક્ષત્રિયને તિરસકાર કરી ઇદ્ર પ્રભુને વંદના કરી, અને ભક્તિપૂર્વક સુખવિહાર પૂછીને પિતાને સ્થાને ગયો. ભગવંત પણ ત્યાંથી વિહાર કરી નંદીગ્રામે આવ્યા. ત્યાં નંદી નામે ભગવંતના પિતાને મિત્ર હતો, તેણે ભક્તિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગોવાળ વાળની દેરી લઈને પ્રભુને મારવા દેવળ્યો. ત્યાં કુર્માર ગામની જેમ ઇંદ્ર આવી તે ગેપને વાર્યો અને પ્રભુને ભક્તિથી વંદના કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ આવ્યા.
કૌશાંબીમાં શત્રુઓના સૈન્યને ભયંકર શતાનિક નામે રાજા હતો. તેને ચેટક રાજાની પુત્રી મૃગાવતી નામે રાણી હતી, તે સદા તીર્થકરના ચરણની પૂજામાં એકનિષ્ઠાવાળી પરમ શ્રાવિકા હતી. શતાનિક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતો, તેને નંદા નામે સ્ત્રી હતી, તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તે નગરમાં ધનાવહ નામે એક શેઠ રહેતો હતો, તે ઘણે ધનાઢય હતા, તેને ગૃહકર્મમાં કુશળ મૂલા નામે પત્ની હતી. અહીં વીર પ્રભુ આવ્યા તે વખતે પૌષ માસની કૃષ્ણ પ્રતિપદા હતી. પ્રભુએ તે દિવસે આ પ્રમાણેનો બહુજ અશક્ય અભિગ્રહ ધારણ કર્યો કે, “કેઈ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હોય, પગમાં લેહમય બેડી નાખેલી હોય, માથું મુડેલું હોય, ભુખી હોય, રૂદન કરતી એક પગ દેહલિ (ઉંબર) ઉપર અને બીજે બહાર રાખીને બેઠી હોય, અને સર્વ ભિક્ષુકે તેના ઘરે આવીને ગયેલા હોય, તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રહેલા કુલમાષ (અડદ) જે મને વહેરાવે, તે ચિરકાળે પણ હું પારણું કરીશ, તે સિવાય કરીશ નહીં.” આ અભિગ્રહ લઈને પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ઉરચ નીચ ગૃહમાં ગોચરી માટે ફરવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org