Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
પર્વ ૧૦ મું જેવી સુધા તૃષાથી પીડિત, નવી પકડેલી હાથિણીની જેમ બેડીથી બાંધી લીધેલી, ભિક્ષકોની જેમ માથે મુંડિત કરેલી અને જેના નેત્રકમળ અથથી પૂરિત છે એવી ચંદનાને ધનાવહ શેઠે અવકી. શેઠે તેને કહ્યું કે, “વત્સ! તું સ્વસ્થ થા.” એમ કહો નેત્રમાંથી અશ્રુ પાડતા શેઠ તેને ભેજન કરાવવાને માટે રસવતી લેવા સારૂ ઉતાવળા રસોડામાં ગયા, પણ દૈવયોગે ત્યાં કાંઈ પણ અવશેષ ભેજન જોવામાં આવ્યું નહીં, તેથી સુપડાના ખૂણામાં પડેલાં કુભાષ તેણે ચંદનાને આપ્યા અને કહ્યું “હે વત્સ! હું તારી બેડી તેડવાને માટે લુહારને બોલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુભાષનું ભજન કર.” આ પ્રમાણે કહી શેઠ બહાર ગયા, એટલે ચંદના ઊભી ઊભી વિચાર કરવા લાગી કે, “અહોમારો રાજકુળમાં જન્મ કયાં અને આ વખતે આવી સ્થિતિ કયાં? આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વસ્તુમાત્ર અન્યથા થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહો! હવે હું શું તેને પ્રતિકાર કરું? આજે અઠ્ઠમને પારણે આ કુભાષ મળ્યા છે, પણ જે કઈ અતિથિ આવે તે તેને આપીને પછી હું જમું, અન્યથા જમીશ નહીં. ” આવો વિચાર કરીને તેણે દ્વાર ઉપર દષ્ટિ નાખી, તેવામાં તો શ્રી વીરમ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડડ્યા. તેમને જોઈને “અહો કેવું શુભ પાત્ર! અહે કેવું ઉત્તમ પાત્ર! અહે મારા પુણ્યનો સંચય કે! કે જેથી આ કોઈ મહાત્મા ભિક્ષાને માટે અહિં અચાનક પ્રાપ્ત થયા.” આ પ્રમાણે ચિંતવીને તે બાળા કુભાષવાળું સુપડું હાથમાં લઈ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. બેડીને લીધે ઉમર ઉલંઘવાને અશક્ત એવી તે બાળા ત્યાં રહી છતી આદ્ર હૃદયવાળી ભક્તિથી ભગવંત પ્રત્યે બેલી-“હે પ્રભુ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકારમાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ તે કુભાષની ભિક્ષા લેવાને માટે પિતાને કર પ્રસાર્યો. તે વખતે “અહો! મને ધન્ય છે” એમ ધ્યાન ધરતી ચંદનાએ સુપડાના એક ખુણાવડે તે કુલ્માષ પ્રભુના હાથમાં નાખ્યા. પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને ત્યાં આવ્યા, અને તેઓએ વસુઘરા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તત્કાળ ચંદનાની બેડીઓ તુટી ગઈ તેને ઠેકાણે સુવર્ણના નૂપુર થઈ ગયા, અને કેશપાશ પૂર્વની જેમ સુશોભિત થઈ ગયું. શ્રી વીરપ્રભુના ભક્ત દેવતાઓએ તત્કાળ ચંદનાને સવ અંગમાં વસ્ત્રાલંકારથી શોભિત કરી દીધી. પછી દેવતાઓ પૃથ્વી અને અંતરીક્ષના ઉદરને પૂરે તે ઉત્કૃષ્ટ નાદ કરી સૂત્રધારની જેમ હર્ષ પામતા ગીત નૃત્યાદિક કરવા લાગ્યા. દુંદુભિનો વિનિ સાંભળી મૃગાવતી અને શતાનિક રાજા તથા સુગુપ્ત મંત્રી અને નંદા મેટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શકઇદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વાંદવા ૧ આ વખતે ચંદનાના નેત્રમાં આંસુ નહતા, તેથી પ્રભુ અભિગ્રહની અપૂર્ણતા જાણ પાછા વળ્યા; એટલે ચંદનાને પારાવાર ખેદ થતાં તેની આંખમાં આંસુ આવ્યા. પ્રભુ અભિપ્રહ પૂર્ણ થંલ જાણું પાછી વળ્યા ને દાન લીધું. આમ અન્યત્ર કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org