Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
મ
-
શ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને ચતુર્વિધ સંઘની સ્થાપના.
છુંભક ગામની બહાર રજુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર સામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત—અસ્પષ્ટ રહેલા ચૈત્યની નજીક ચાલતારૂની નીચે પ્રભુ છઠ્ઠ તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરવા લાગ્યા. ત્યાં વિજય મુહૂર્ત શુકલધ્યાનમાં વતતા અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુના ચાર ઘાતિ કર્મ જીર્ણ દેરીની જેમ તત્કાળ તુટી ગયા. તેથી વૈશાખ માસની શુકલ દશમીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવ્યું છતે દિવસને ચોથે પહેરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઇદ્રો આસનકંપથી પ્રભુના કેવલજ્ઞાનને જાણીને દેવતાઓની સાથે હર્ષ પામતા ત્યાં આવ્યા. તે અવસરે કોઈ દેવતા કુદવા લાગ્યા, કોઈ નાચવા લાગ્યા, કેઈ હસવા લાગ્યા, કોઈ ગાવા લાગ્યા, કોઈ સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા, કોઈ અશ્વની જેમ હજારવ કરવા લાગ્યા, કેઈ હસ્તીની જેમ નાદ કરવા લાગ્યા. કોઈ રથની જેમ ચીત્કાર કરવા લાગ્યા અને કોઈ સર્ષની જેમ કુંડા મારવા લાગ્યા, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓ બીજી પણ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. પછી દેવતાઓએ ત્રણ કિલ્લાવાળું અને પ્રત્યેક કિલે ચાર ચાર દ્વારવાળું સમોસરણ રચ્યું. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વિગેરે) સર્વવિરતિને યોગ્ય નથી.” એવું જાણતાં છતાં પણ પ્રભુએ પોતાને ક૯પ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તેમના તીર્થમાં હાથીના વાહનવાળે, કૃષ્ણવર્ણ, વામ ભુજામાં બીરૂં અને દક્ષિણ ભુજામાં નકુલને ધારણ કરતે, માતંગ નામે યક્ષ અને સિંહના આસનવાળી, નીલવણું, બે વામ ભુજામાં બીરું અને વીણ તથા બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને અભયને ધારણ કરતી સિદ્ધાયિકા નામે દેવી-એ બંને નિત્ય પ્રભુની પાસે રહેનારા શાસનદેવતા થયા. તે સમયે ત્યાં ઉપકારને ગ્ય એવા લોકોના બીલકુલ અભાવથી પરોપકારમાં તત્પર અને જેમનું પ્રેમબંધન ક્ષીણ થયેલું છે એવા પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
પછી મારે તીર્થકર નામ ગેત્ર નામનું મોટું કર્મ જે વેદવાનું છે તે ભવ્ય જતુને પ્રતિબંધ દેવાવડે અનુભવવું એગ્ય છે એમ વિચારીને અસંખ્ય કોટી દેવતાઓથી પરવારેલા,
૧ તીર્થંકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કોઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ ગઈ એ આશ્ચર્ય સમજવું. D - 12
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org