________________
૯૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા પ્રભુ દિવસની જેમ દેવતાના ઉદ્યોતથી રાત્રે પણ પ્રકાશ કરતા છતા બાર યોજનાના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત અને યજ્ઞને માટે મળેલા પ્રબોધને લાયક ગૌતમાદિક ઘણા શિષ્યએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું. પછી જેમને સર્વ અતિશય પ્રાપ્ત થયા છે એવા અને સુર અસુરોથી સ્તવાતા એવા પ્રભુએ પૂર્વ દ્વારવડે તે સમવસરણમાં પ્રવેશ કર્યો. બત્રીશ ધનુ ઉંચા રત્નના પ્રતિષ્ઠદ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “તીર્થ નમઃ' એમ કહી, આહતી મર્યાદાને પાળી, પ્રભુ પાદપીઠ યુક્ત પૂર્વ સિંહાસન ઉપર બેઠા. ભક્તિવાળા દેવતાઓએ પ્રભુના મહિમાથી જ બીજી ત્રણે દિશાઓમાં પ્રભુના પ્રતિરૂપ કર્યા. તે અવસરે સર્વ દેવતાઓ તથા મનુષ્ય વિગેરે યોગ્ય દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુના વદનને નિરખતાં પોતપોતાને યોગ્ય સ્થાને બેઠા. પછી ઈંદ્ર ભક્તિથી રોમાંચિત શરીરે પ્રભુને નમી અંજલિ જેડીને આ પ્રમાણે સ્તુતિ કરી.
“હે પ્રભુ! લાવણ્યથી પવિત્ર શરીરવાળા અને નેત્રને અમૃતાંજન રૂપ એવા તમારે વિષે મધ્યસ્થપણું રાખવું તે પણ દેષને માટે છે તે શ્રેષ રાખવાની તે વાર્તા જ શી કરવી ? કપાદિકથી ઉપદ્રવ પામેલાઓ (કોળી વિગેરે) તે પણ તમારા પ્રતિપક્ષી છે” એવી લોકવાર્તા શું વિવેકી લોકો કરે છે? અર્થાત્ નથી કરતા. તમે વિરક્ત છે તેથી જે રાગવાન તમારા વિપક્ષી હોય તો તે વિપક્ષ જ નથી; કેમ કે સૂર્યને વિપક્ષી શું ખજુઓ હોઈ શકે? લવસત્તમ (અનુત્તરવાસી) દેવતાઓ પણ તમારા યોગને ઈચ્છતા છતાં તેને પામતા નથી તે ગમુદ્રા વિનાના બીજાઓની તે વાર્તા જ શી કરવી? હે સ્વામી! અમે તમારા જેવા નાથના શરણને જ અંગીકાર કરીએ છીએ, તમને જ સ્તવીએ છીએ અને તમારી જ ઉપાસના કરીએ છીએ. તમારા સિવાય બીજો કોઈ ત્રાતા નથી, તેથી ક્યાં જઈને કહીએ અને શું કરીએ? પિતાના આચારવડે જ મલીન અને પરને છેતરવામાં જ તત્પર એવા બીજા દેથી આ જગત ઠગાય છે. અહો! તેને પોકાર કોની આગળ કરીએ નિત્યમુક્ત કહેવરાવનારા, છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવામાં ઉઘત થનારા અને તેથી જ વંધ્યા સ્ત્રીના બાળક જેવા દેને કો સચેત પુરૂષ આશ્રય કરે? હે દેવ! બીજા કેટલાક મૂઢ પુરૂષ ઉદરપૂર્તિ કરનારા અને વિષયેદ્રિયો વડે દુરાચાર કરનારા દેવતાઓથી તમારા જેવા દેવાધિદેવને નિહવ કરે છે, તે કેવા ખેદની વાત? અહો! કેટલાક ઘરમાં રહીને ગર્જના કરનારા મિથ્યાત્વીઓ આ બધું આકાશપુષ્પવત્ છે એવી ક્ષિા કરીને અને તેનું કાંઈક પ્રમાણ કલપીને દેહ અને ગેહમાં આનંદ માનતા રહે છે. કામરાગ અને નેહરાગનું નિવારણ કરવું તે તે સહેજે બની શકે તેવું છે, પણ દષ્ટિરાગ તો એ અતિ પાપી છે કે જે સત્યરૂષને પણ ઉછેદન કરવો મુશ્કેલ પડે છે. હે નાથ! પ્રસન્ન મુખ, મધ્યસ્થ દૃષ્ટિ અને લેકને પ્રીતિ ઉપજાવનારૂં વચન-એ બધું તમારામાં અત્યંત પ્રીતિના સ્થાન રૂપ છતાં મૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org