Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૫ મો] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના લોક વૃથા તમારાથી ઉદાસ રહે છે. કદિ વાયુ સ્થિર રહે, પર્વત કરે અને જળ જાજવલ્યમાન થાય, તથાપિ રાગાદિકવડે ગ્રસ્ત થયેલા પુરૂષે કદિ પણ આપ્ત થવાને યોગ્ય નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈંદ્ર વિરામ પામ્યા પછી પ્રભુએ સર્વ ભાષામાં સમજાય તેવી વાણીથી નીચે પ્રમાણે દેશના આપી.
અહે! આ સંસાર સમુદ્રની જે દારૂણ છે, અને તેનું કારણ વૃક્ષના બીજની જેમ કમજ છે. પિતાનાજ કરેલા કર્મથી વિવેક રહિત થયેલ પ્રાણ કે ખોદનારની જેમ અધોગતિને પામે છે અને શુદ્ધ હદયવાળા પુરૂષ પિોતાનાજ કર્મથી મહેલ બાંધનારની જેમ ઉદ્ધર્વગતિને પામે છે. કર્મના બંધનું કારણ એવી પ્રાણીની હિંસા કદિ પણ કરવી નહીં. હમેશાં પોતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવું. આત્મપીડાની જેમ પર જીવની પીડાને પરિહરવાને ઇચ્છતા પ્રાણીઓ અસત્ય નહિ બોલતાં સત્ય જ બોલવું. માણસના બહિઃપ્રાણુ લેવા જેવું અદત્ત દ્રવ્ય કદિ પણ લેવું નહીં, કારણ કે તેનું દ્રવ્ય હરવાથી તેને વધ કરેલ જ કહેવાય છે. ઘણું જીવોનું ઉપમર્દન કરનારૂં મૈથુન કદિ પણ સેવવું નહીં. પ્રાણ પુરૂ પરબ્રહ્મ (મોક્ષ)ને આપનારૂ બ્રહ્મચર્યજ ધારણ કરવું. પરિગ્રહ ધારણ કરવો નહીં. ઘણું પરિગ્રહને લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણ વિધુર થઈને અર્ધગતિમાં પડે છે. આ પ્રાણાતિપાત વિગેરેના બે ભેદ છે. તેમાંથી સૂક્ષ્મને જે છોડી શકાય નહીં તે પછી સૂક્ષ્મના ત્યાગમાં અનુરાગી થઈ બાદરને ત્યાગ તો જરૂર કરો.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી સર્વ લોકે આનંદમાં મગ્ન થઈ ચિત્રવત્ સ્થિર થઈ ગયા.
એ અરસામાં મગધ દેશમાં આવેલા ગબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ત્રિભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ ગૌતમગાત્રી પુત્ર થયા હતા. કલ્લાક ગામમાં ધનુમિત્ર અને સ્મિલ્લ નામે બે બ્રાહ્મણે હતા, તેઓને વારૂણું અને ભદિલા નામની સ્ત્રીઓથી વ્યક્ત અને સુધર્મા નામે બે પુત્રો હતા. મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામે બે વિપ્ર હતા, તેઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવી નામની પત્નીથી મંડિક નામે એક પુત્ર થયો હતો. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયો. ત્યાંના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને મૌર્ય વિજયદેવીની સાથે પરણ્ય. “દેશાચાર લજજાને માટે તે નથી.” અનુક્રમે મૌર્યથી તે વિજયદેવીને એક પુત્ર થયો તે લોકોમાં મૌર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતો. તેમજ વિમળાપુરીમાં દેવ નામના બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી અકંપિત નામે એક પુત્ર થયે હતો. કેશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીના ઉદરથી અચલબ્રાના નામે એક પુત્ર થયો હતો. વત્સ દેશમાં આવેલા તુગિર નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણુ નામની સ્ત્રીથી તૈતર્યા નામે પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org