________________
સર્ગ ૪ થે ! શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર
[ ૮૭ પારણને માટે પ્રભુ સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત કર્યા. ત્યાં તે સિદ્ધાર્થને એક ખરક નામે પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ આવેલો બેઠો હતે, તે સૂક્ષમ બુદ્ધિવાન હોવાથી પ્રભુને જોઈ વિચાર કરીને બેલ્યો કે, “અહો ! આ ભગવંતની મૂર્તિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા સ્લાનિભૂત જણાય છે તેથી શલ્યવતી હોય તેમ લાગે છે.” સિદ્ધાર્થે સંબમથી કહ્યું, “જે એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે ?” પછી તે વૈધે પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી, તો બંને કાનમાં ખીલા નાખેલા જોયા, એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થ બોલ્યા કે, “અરે ! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે. પરંતુ તે મહામતિ મિત્ર ! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી, હવે તો પ્રભુના શરીરમાંથી શલ્યનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર. આ શલ્ય તો પ્રભુના કાનમાં છે, પણ પીડા મને ઘણી થાય છે, તેથી આ વિષે હું જરા પણ વિલંબ સહન કરી શકતો નથી, મારૂં સર્વસ્વ ભલે નાશ પામે પણ જો આ જગત્પતિના કાનમાંથી કોઈ પણ રીતે શલ્યને ઉદ્ધાર થાય તો આપણે બંનેને આ ભવસાગરમાંથી ઉદ્ધાર થયો એમ હું માનું છું. ” વૈદ્ય બોલ્યો-“આ પ્રભુ જે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવામાં સમર્થ છે, પણ કમને ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરી છે, તેવા આ પ્રભુ કે જે પિોતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેની મારાથી શી રીતે ચિકીત્સા થાય? કેમકે તેઓ કર્મની નિરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.” સિદ્ધાર્થ બે-“હે મિત્ર! આવી વચનની યુક્તિ આ વખત શા માટે કરે છે? આ વાત કરવાનો સમય નથી, માટે સત્વર આ ભગવંતની ચિકીત્સા કર.” તેઓ બંને આ પ્રમાણે વાત કરે છે તેવામાં તો શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાનમાં પરાયણ થયા. પછી સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા, તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું, અને બળવાન્ ચંપી કરનારા માણસોની પાસે મર્દન કરાવ્યું. તે બળીણ પુરૂષાએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાંખ્યા. પછી તેમણે બે સાણસી લઈ પ્રભુના બંને કાનમાંથી બંને ખીલા એક સાથે ખેંચ્યા; એટલે રૂધિર સહિત તે બંને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા. તે ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે તે વખતે વજાથી હણાયેલા પર્વતની જેમ પ્રભુએ મોટી ભયંકર ચીસ પાડી. પ્રભુના માહાસ્યવડેજ તે ચીસના નાદથી પૃથ્વી કુટી ગઈ નહીં. “અહંત પ્રભુએ વિપત્તિમાં પણ બીજાને ઉપદ્રવકારી થતા નથી.” પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી, ખમાવી તેમજ નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પિતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે પ્રભુને વેદના કરતાં છતાં પણ દેવસંબંધી લહમીને ભેગવનારા થયા. પેલે દુરાશય ગોવાળ પ્રભુને વેદના કરી મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org