Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૮૬]
શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું થયા માટે તેના મસ્તક પર ખગનો પ્રહાર કરૂં.” આમ વિચારી ખગ ઉઘાડીને તે પ્રભુને મારવા દેડ્યો. તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવી તે ખગવડે તેનું જ મસ્તક છેદાવી નાખ્યું.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચંપાનગરીએ આવ્યા. ત્યાં સ્વાદિદત્ત નામના કોઈ બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં પ્રભુ ચારે માસના ઉપવાસ કરીને બારમું ચોમાસું રહ્યા. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે મહદ્ધિક યક્ષો દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા કરતા હતા. તે જોઈ સ્વાદિદત્ત વિચાર્યું કે, “આ દેવાર્ય શું કાંઈ જાણતા હશે કે જેથી પ્રત્યેક રાત્રિએ તેમની પાસે આવીને દેવતાઓ પૂજે છે.” આ પ્રમાણે ચિંતવી જિજ્ઞાસુ થઈને સ્વાદિદત્ત પ્રભુ પાસે આવ્યો અને પૂછયું કે, “દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં છવ કર્યો કહેવાય !” પ્રભુ બોલ્યા કે, “દેહમાં રહ્યો છતે જે મહેં (હું) એમ માને છે તે જીવ છે.” સ્વાદિદત્તે કહ્યું, “તે શી રીતે સમજે?” ભગવંત બોલ્યાહે દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવો છે, તેનાથી તે જુદો છે અને સૂક્ષમ છે.” સ્વાદિદત્ત પૂછયું કે, “તે સૂક્ષ્મ છે પણ ક્યાં છે? તે બરાબર સ્પષ્ટ કહી બતાવો.' પ્રભુ બોલ્યા કે, “તે ઇન્દ્રિઓથી ગ્રહણ થતો નથી. આવા પ્રશ્નોત્તરથી તે બ્રાહ્મણે પ્રભુને તવ. વેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણીને પ્રતિબંધ કર્યો. તે ચોમાસું વીત્યા પછી પ્રભુ જંભક ગામે આવ્યા. ત્યાં ઇંદ્ર નાટવિધિ બતાવીને બેલ્યા કે, “હે જગદ્ગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇદ્ર સ્વર્ગે ગયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેક ગામે આવ્યા. ત્યાં ચમરે કે આવી પ્રભુને વંદના કરી, અને સુખવિહાર પૂછીને પિતાને સ્થાનકે ગયો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પગમાનિ ગામે ગયા, ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનપરાયણ થઈને ગામની બહાર રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાળકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદય આવ્યું. તે શય્યાપાળકને જીવ અહિં શેવાળ થયો હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાય દેવા માટે ગયે. તે બળદ સ્વેચ્છાએ ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. ક્ષણવારે ગોવાળ પાછો આવ્યો. ત્યાં બળદોને જોયા નહીં, એટલે તેણે પ્રભુને કહ્યું કે, “અરે અધમ દેવાર્ય ! મારા બળદે કયાં ગયા? તું કેમ બોલતા નથી? શું મારાં વચન સાંભળતું નથી ? આ તારા કાનના છિદ્ર શું ફોગટના જ છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ ધરી પ્રભુના બંને કર્ણરંદ્રમાં કાશડાની સળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શળી હોય તેમ દેખાવા લાગી. પછી આ બે ખીલાને કેઈ કાઢી શકે નહીં, એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેને બહાર દેખાતે ભાગ ભેદીને ચાલ્યો ગયો. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્યવડે શુભ ધ્યાનથી જરા પણું કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org