Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૮૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું પરંતુ પ્રભુને ઉપર પ્રમાણે અભિગ્રહ હોવાને લીધે કઈ ભિક્ષા આપે તે પ્રભુ લેતા નહીં, તેથી નગરજને પ્રતિદિન રોચ કરતા અને પિતાની નિંદા કરતા હતા. એ પ્રમાણે અશક્ય અભિગ્રહ હોવાને લીધે ભિક્ષા લીધા વગર બાવીશ પરીષહને સહન કરતા પ્રભુએ ચાર પહોરની જેમ ચાર માસ નિગમન કર્યા. એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા, ત્યાં તેની સ્ત્રી નંદાએ પ્રભુને દૂરથી જોયા, એટલે “આ મહાવીર અહંત સારે ભાગ્યે મારે ઘેર આવ્યા.” આ પ્રમાણે બોલતી નંદા આનંદ પામતી સામી આવી. અને તે બુદ્ધિમાન શ્રાવિકાએ પ્રભુને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યા, પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કાંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. તત્કાળ નંદાનું હદય મંદ થઈ ગયું, અને “હું અભાગિણી છું, મને ધિકકાર છે, મારે મનોરથ પૂર્ણ થયે નહીં' એમ શેક કરવા લાગી. આ પ્રમાણે ખેદ કરતી તેને તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્રે ! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગર જ ચાલ્યા જાય છે, કાંઈ આજ જ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, “પ્રભુએ કોઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કર્યો જણાય છે કે જેથી પ્રાસુક અન્ન પણ લેતા નથી. હવે પ્રભુને તે અભિગ્રહ કઈ રીતે પણ જાણી લેવો જોઈએ.” આવી ચિંતા કરતી નંદા આનંદ રહિત થઈને બેઠી હતી, તેવામાં સુગુપ્ત મંત્રી ઘરે આવ્યા, તેમણે તેને ચિંતા કરતી જોઈ. સુગુપ્ત કહ્યું, “પ્રિયે ! ઉદ્વિગ્ન ચિત્તવાળા કેમ દેખાઓ છે? શું કોઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? વા મેં કઈ તમારે અપરાધ કર્યો છે?” નંદા બોલી-સ્વામી ! કોઈએ મારી આજ્ઞા ખંડિત કરી નથી; તેમ તમારે પણ કાંઈ અપરાધ નથી; પણ હું શ્રી વિરપ્રભુને પારણું કરાવી શકી નહીં, તેથી મને ઘણે ખેદ થાય છે. ભગવાન વીરપ્રભુ નિત્ય શિક્ષાને માટે આપણા નગરમાં આવે છે અને કેઈ અપૂર્વ અભિગ્રહને લીધે ભિક્ષા લીધા વગર ચાલ્યા જાય છે. માટે હે મહામંત્રી ! તમે તે પ્રભુને અભિગ્રહ જાણી લો, જે નહીં જાણે તો બીજાના ચિત્તને ઓળખનારી તમારા બુદ્ધિ વૃથા છે. સુગુપ્ત કહ્યું કે, “હે પ્રિયા! તે પ્રભુનો અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રાતઃકાળે પ્રયાસ કરીશ.” તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી. તેણે આ દંપતીની વાર્તા સાંભળી, એટલે તે બધી તેણે પોતાની સ્વામિની મૃગાવતી પાસે જઈને કહી. તે સાંભળી મૃગાવતી રાણીને પણ તત્કાળ ખેદ ઉત્પન્ન થયે. શતાનીક રાજાએ સંજમ પામી તેના ખેદનું કારણ પૂછયું. એટલે મૃગાવતી જરા ભ્રકુટી ઊંચી કરી અંતરના ખેદ અને ક્ષોભના ઉદ્ગારથી વ્યાપ્ત એવી વાણીએ બેલી કે–“રાજાએ તે આ ચરાચર જગતને પોતાના બાતમીદારોથી જાણી શકે છે અને તમે તમારા એક શહેરને પણ જાણી શક્તા નથી, તે તેની પાસે શી વાત કરવી? રાજ્યના સુખમાં પ્રમાદી થયેલા હે નાથ ! ત્રણ લોકને પૂજિત ચરમ તીર્થંકર શ્રી વીરભગવંત આ શહેરમાં વસે છે, તે તમે જાણે છે? તેઓ કેઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે, તે તમે જાણે છે ? મને, તમને, અને આપણું અમાત્યને ધિકાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org