Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થી]
શ્રી મહાવીર પ્રભુના બીજા છ વર્ષના વિહાર
[ ૬૯
દેવતાએ દેવાંગનાએને આજ્ઞા કરી અને તેમના વિભ્રમમાં સહાય કરનાર છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેાકિલાના મધુર પુજિતાથી પ્રસ્તાવના કરતી કામનાટકની નટીરૂપ વસ ́તલક્ષ્મી શેાભી ઉઠી. કદંબના વિકસિત પુષ્પરજથી દિગ્વધુને માટે સેર'થ્રી દાસીની જેમ મુખવાસ સજ્જ કરતી ગ્રીષ્મૠતુની લક્ષ્મી વિસ્તાર પામી, કેતકીના પુષ્પના મિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અ'એ મંગળિક તિલક કરતી હાય તેવી વર્ષાઋતુ પ્રગટ થઈ. નવી નીલ કમળના મિષથી હજારા નેત્રવાળી થઈ પેાતાની ઉત્તમ સ`પત્તિનેજ જોતી હૈાય એવી શરદૂઋતુ પ્રકાશી નીકળી, શ્વેત અક્ષર જેવી નવીન ડાલરનીકળીએથી કામદેવની જયપ્રશસ્તિને લખતી હાય તેવી હેમંતલક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પાથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિરલક્ષ્મી વૃદ્ધિ પામી. એવી રીતે ક્ષણમાં સ ઋતુએ સાથે પ્રગટ થયા પછી તરતજ કામદેવની સેના જેવી દેવાંગનાએ પ્રગટ થઈ. ભગવતની આગળ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ જેવું સંગીત શરૂ કર્યુ”. કોઈ શુદ્ધ ચિત્તે લય સાથે ગાંધારગ્રામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કેાઈ પ્રવીણુ દેવાંગના ક્રમ અને ઉત્ક્રમથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણા વગાડવા લાગી. કાઈ ફૂટ, નકાર અને ધાંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા ધ્વનિ કરતી ત્રિવિધ મૃગને વગાડવા લાગી; કાઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવા દૃષ્ટિભાવ કરતી નાચવા લાગી; દૃઢ અ‘ગહાર અને અભિનયથી કંચુકીને તાડતી અને શિથિલ કેશપાશને ખાંધતી કેાઈ પાતાની ભુજાના મૂળને બતાવતી હતી; કેાઈ દડપાદ વિગેરે અભિનયના મિષથી પોતાના ગેરૂચંદન જેવા ગૌર સાથળના મૂળને વારંવાર બતાવતી હતી, કેાઈ શિથિળ થયેલા અધેાવસની ગ્રંથોને દૃઢ કરવાની લોલાથી પાતાના વાપી જેવા નાભિમંડળને બતાવતી હતી, કાઈ ઇજ્જત નામના હસ્તાભિનયનો મિષ કરી વારવાર ગાઢાલિંગનની સ‘જ્ઞાને કરતી હતી, કાઈ નીવીને દૃઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચળાવી પાતાના નિતંબખિ'મને દેખાડતી હતી; કેાઈ વિશાળલેાચના દેવી અંગભંગના મ્હાનાથી પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પેાતાના વક્ષસ્થળને ચિરકાળ સુધી દર્શાવતી હતી. “ અરે ભદ્ર! જો તમે ખરેખરા વીતરાગ છે. તેા શુ' તમે કાઈ વસ્તુપર રાગ નથી વિસ્તારતા ? જો તમે શરીર ઉપર પણ નિરપેક્ષ છે. તો તે અમને ચાં માટે અણુ નથી કરતા ? જો દયાળુ છે તો અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આ વિષમાયુધ કામદેવથી અમારી રક્ષા કેમ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જો ક્રિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હા તેા તે કૌતુક ક્ષણવાર કરવુ' ઘટિત છે, અમારા મરણાંત સુધી કરવુ. ચેાગ્ય નથી. હું સ્વામિન! હવે કઠણુતા છેાડી ઢો, અને અમારા મનોરથા પૂરા કરા. પ્રાથનાથી વિમુખ થાએ નહીં.” આ પ્રમાણે કાઈ કાઈ ી વારવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ (ખુશામતનાં) વચનોથી પ્રભુ જરા પણ ક્ષેાભ પામ્યા નહી’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org