Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૬ ]
,
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કરે.” પછી ચમક બે કે, “અરે! જે તમે બધા તેનાથી બહતા હો તે સુખે અહિં રહે, હું એકલો જ તેની સાથે યુદ્ધ કરવા જઈશ. સુરોનો ને અસુરોને હું કે તે એકજ ઈંદ્ર હૈ જોઈએ. એક મ્યાનમાં બે ખડ્રગ રહી શકે નહીં.” આ પ્રમાણે કહી ઉગ્ર ગજના કરીને આકાશમાં ઉડવાની ઈચ્છા કરતાં તેના મનમાં કાંઈક વિવેક આવ્યો, એટલે તે ફરીવાર આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-“આ મારા સામાનિક દેવતાઓ શકેંદ્રને જેવો શક્તિવાન ગણે છે તે કદી તે હોય તો હોય, કેમકે આ દેવતાઓ લેશમાત્ર પણ મારૂં અહિત ઈરછનાર નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દૈવયોગે કદિ મારે પરાજય થાય તો પછી આનાથી અધિક પરાક્રમવાળા કોને શરણે મારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાને જોયું, તો સુસુમારપુરમાં શ્રી વિરપ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીરપ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભો થઈને તુંબાલય નામની પિતાની આયુધશાળામાં ગયા. ત્યાંથી જાણે મૃત્યુને બીજો હાથ હોય તેવો એક મુદુગર તેણે ઉપાડ્યો અને ઉંચે નીચે તેમજ આડો તેને બે ત્રણ વાર ફેરવ્યો. પછી અસુર સ્ત્રીઓએ શુરવીર ધારીને કામનાથી જેવાયેલ, કૌતુક જેવાના અથી ભુવનપતિઓએ ઉત્સાહિત કરેલ અને સામાનિક દેવતાઓએ અજ્ઞ છે એ જાણી ઉપેક્ષા કરે તે ચમરાસુર ચમરચચા નગરીથી નીકળ્યો.
ક્ષણવારમાં શ્રી વિરપ્રભુ પાસે આવી, પરિઘ આયુધને દૂર મૂકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે બોલ્યો-“હે ભગવન્! તમારા પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ; કારણ કે તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મારા ચિત્તમાં બહુ બધા કરે છે. આ પ્રમાણે કહી પરિઘ આયુધ લઈને ઈશાન દિશામાં આવે અને વૈક્રિય સમુદુધાતવડે સદ્ય પિતાનું રૂપ એક લાખ યોજનાનું વિકુવ્યું. શ્યામ કાંતિવાળું એ મહા શરીર જાણે મૂર્તિમાનું આકાશ હોય, અથવા જાણે નંદીશ્વર મહાદ્વીપને જંગમ અંજનગિરિ હેય તેવું દેખાવા લાગ્યું. તેનું મુખ દાઢેરૂપ કરવતથી ભયંકર હતું, શ્યામ અને ચપળ કેશ હતા, મુખરૂપ કુંડમાંથી ઉછળતી વાળાઓથી આકાશ પણ પલ્લવિત થતું હતું, તેના વિશાળ વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થતું હતું, ભુજનદંડના હાલવાથી ગ્રહ, નક્ષત્ર અને તારાએ ખરતા હતા, નાભિમંડળ ઉપર લીન થયેલા સપના કુંફાડાથી ભયંકર દેખાતું હતું, તેના અતિ લાંબા જાનુ ગિરિની ચૂલિકાના અગ્ર ભાગને અડતા હોવાથી વિસ્મય ઉત્પન્ન કરતા હતા, અને પગના અવખંભથી ભૂમંડળને પણ વિધુર કરતા હતા. આવું ભયંકર રૂપ કરીને તે ચમરાસુર ગર્વાધ થઈ સૌધર્મપતિ તરફ ઉત્પ.
ઉગ્ર ગર્જનાથી આખા બ્રહ્માંડને ફડકે, બીજે યમરાજ હેય તેમ વ્યંતરને બીવરાવતે, અને સિંહ જેમ હરણને ત્રાસ પમાડે તેમ જ્યોતિષ્ક દેને ત્રાસ પમાડતો તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી શકના મંડલમાં આવી પહોંચે. તે ભયંકર મહામૂત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org