Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સંગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર
[૭૫ પોતે વ્રત લઈ પ્રણામ જાતિને તાપસ થઈ તપ કરવા લાગ્યો. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું એક કાષ્ટમય ભિક્ષાપાત્ર ગ્રહણ કર્યું. અને તે દિવસથી માંડીને નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યું. તે સાથે પ્રતિદિન આતાપના લેવાવડે શરીરને કૃશ કરવા લાગ્યો. જ્યારે પારણુંનો દિવસ હોય ત્યારે તે પેલું ચાર પડવાળું ભિક્ષાપાત્ર લઈને મધ્યાહ્નકાળે ભિક્ષા લેવા જતો. પહેલા પડમાં આવેલી ભિક્ષા તે પાથજનોને આપતે, બીજા પડમાં આવેલી ભિક્ષા તે કાગડા વિગેરેને નાંખતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા મસ્યાદિક જળચર પ્રાણીઓને દેતો અને ચોથા પડમાં આવેલી ભિક્ષા રાગદ્વેષ રહિત ચિત્તે પોતે ખાતે હતે. એવી રીતે બાર વર્ષ સુધી બાળ (અજ્ઞાન) તપ કરી છેવટે તેણે બિભેલ ગામની ઈશાન દિશામાં અનશન ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી મૃત્યુ પામીને બાળતપના પ્રભાવથી તે ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે ચમરેંદ્ર થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનરૂપ નેત્રથી તેણે બીજા ભુવને જોવા માંડયા. અનુક્રમે ઉદ્ધવ ભાગે દૃષ્ટિ કરતાં તેણે સૌધર્મેદ્રને જોયો. સૌધર્માવલંસ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા મહદ્ધિક વધારી શકઈંદ્રને જોઈ ક્રોધ કરીને તે પિતાના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યો“અરે! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર આ કોણ દુરાત્મા અધમ દેવ મારા મસ્તક પર રહીને નિર્લજજ પણે વિલાસ કરે છે? ” તેના ઉત્તરમાં તેના સામાનિક વિગેરે દેવતાઓ મસ્તક પર અંજલિ જેડીને બોલ્યા કે “હે સ્વામી! મહા પરાક્રમી અને પ્રચંડ શાસનવાળા સૌધર્મ કલ્પના તે ઈંદ્ર છે.” તે સાંભળીને જેને ઉલટે વિશેષ કોધ ઉત્પન્ન થાય છે એ તે ચમરેંદ્ર ભ્રકુટીથી ભયંકર મુખવાળો થઈ નાસિકાના કુંફાડાથી ચમરને પણ ઉડાડતો બે કે, “અરે! દેવતાઓ? તમે મારા પરાક્રમને જાણતા નથી, તેથી તેની પ્રશંસા કરે છે. હવે હું તમને તે ઇંદ્રને પાડી દઈને મારૂં બળ બતાવીશ. તે કદિ દૈવયોગે ઉંચે સ્થાનકે ઉત્પન્ન થયે તો તેથી કાંઈ મોટો સમર્થ થઈ ગયો નથી. કદિ કાગડે હાથીની પીઠ પર બેઠા હોય તેથી શું તે રથી ગણાય? તે ત્યાં આટલીવાર તે નિવિદને રહ્યો પણ હવે મારો ક્રોધ થતાં તે ત્યાં રહી શકશે નહીં. કેમકે–સૂર્ય ઉદય થતાં બીજાં તેજ કે અંધકાર કહી શકતાં નથી.” પછી સામાનિક દેવતાઓએ ફરીવાર કહ્યું કે, “હે સ્વામી! એ સૌધર્મપતિ પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્યથી દેને પતિ થયેલ છે અને તેની સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણું અધિક છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારી જેવાના સ્વામી થયા છો. તેથી પુણ્યને આધિન એવા વૈભવમાં તમારે ઈ કરવી ન જોઈએ. વળી જે કદી તમે તેના પ્રત્યે તમારું કાંઈ પણ પરાક્રમ બતાવવાનો આરંભ કરશે તે મેઘની સામે થનારા અષ્ટાપદ પશુની જેમ તે તમારા હાસ્યને માટે અને અધઃપાતને માટે થશે; માટે તમે શાંત થાઓ, સુખે રહી યથેચ૭પણે સુખભોગ ભેગો અને અમારાથી સેવાતાં વિવિધ વિનોદ જોયા
૧. સર્વને પ્રણામ કરવા એ જેને મુખ્ય ધર્મ છે એવા તાપસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org