Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું લાગ્યો કે, “અહો! મારા જેવા મંદભાગ્યવાળાને ધિકકાર છે, મારો મનોરથ વૃથા થયા, કેમકે પ્રભુએ મારું ઘર મૂકીને બીજાને ઘેર પારણું કર્યું.'
ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ તો અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાએ અને લોકેએ તેમની પાસે આવીને પૂછયું કે, “ભગવાન ! આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે?” કેવળી બેલ્યા કે-અજીર્ણશ્રેષ્ટિ સવથી અધિક પૂન્યવાનું છે. લેકે બોલ્યા કે, “જીર્ણશ્રેષ્ટિ મોટા પુણ્યને ઉપાર્જન કરનાર શી રીતે છે? કારણ કે તેણે કાંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી, તે કાર્ય કરનાર તે આ નવીન શ્રેષ્ટિ છે. વળી વસુધારા વિગેરે પણ આ નવીન શ્રેષ્ટિને ઘેર થયેલ છે, તે આ નવીન શ્રેષ્ટિ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહીં? કેવળી બોલ્યા કે, “ભાવથી તો તે જીર્ણ શ્રેષ્ટિ જિનદત્તે અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. વળી તેણે તેવા ભાવથી અશ્રુત દેવલોકમાં જન્મ ઉપાર્જન કરીને સંસારને તોડી નાંખ્યો છે, જે તેવા ઉજવળ ભાવવાળા તેણે તે વખતે દુંદુભિનો વિનિ સાંભળે ન હેત તે થાનાંતરમાં પ્રાપ્ત થયેલ તે ઉજવળ કેવળજ્ઞાનને પામત. આ નવીન શ્રેષ્ટિ શુદ્ધ ભાવથી સહિત છે, તેથી તેણે અહતના પારણાનું માત્ર એ વસુધારા રૂપ આ લેક સંબંધી જ ફળ પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક અને ભક્તિરહિત અહંતના પારણાનું ફળ સાંભળી સર્વ લોકે વિસ્મય પામતા પિતપોતાને સ્થાનકે ગયા.
અહી શ્રી વીરભગવંત નગર, ગામ, ખાણ અને દ્રણમુખ વિગેરે સ્થાનમાં વિહાર કરતા સુસુમારપુરે આવ્યા. ત્યાં અશોકખંડ નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક શિલાતળ ઉપર રહી અષ્ટમ કરીને પ્રભુએ એક રાત્રિની પ્રતિમા ધારણ કરી.
- આ અરસામાં જે બનાવ બન્યો તેની ઉત્પત્તિ આ પ્રમાણે–આ ભરતક્ષેત્રમાં વિંધ્યાચળની તળેટીમાં વસેલા વિલેલ નામના ગામમાં પૂરણ નામે એક ગૃહસ્થ રહેતે હતે. એક વખત અર્ધ રાત્રિએ ઉઠીને તેણે વિચાર્યું કે, “મેં પૂર્વ ભવે મોટું તપ કરેલું હશે કે જેથી આ ભવમાં મને આવી લક્ષમી અને આવી માન્યતા પ્રાપ્ત થઈ. પૂર્વે કરેલા શુભાશુભ કર્મનું ફળ આ લેકમાં પ્રાપ્ત થાય છે, તેવું લોકમાં સેવ્ય અને સેવકપણું દષ્ટિએ પડવાથી અનુમાન થાય છે. તે હવે ગૃહવાસ છોડી, સ્વજનોને સમજાવી આવતા ભવમાં ફળ પ્રાપ્ત કરવાને માટે હું મોટું તપ આચરૂં. કહ્યું છે કે-આઠ માસ સુધી એવું કાર્ય કરવું, કે જેથી ચોમાસાના ચાર માસ સુખે રહેવાય, દિવસે એવું કરવું કે રાત્રિએ સુખે સુવાય, પૂર્વ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય અને આ જીંદગીમાં એવું કાર્ય કરવું કે જેથી આગામી ભવે સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે ચિંતવીને પ્રાતઃકાળે સ્વજનોને જમાડી વ્રત લેવાની રજા લીધી અને પુત્રને પિતાને સ્થાનકે સ્થાપન કર્યો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org