Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા. ચિરકાળે પણ પ્રભુનું પારણું થવાથી હર્ષ પામી સમિપ રહેલા દેવતાઓએ ત્યાં પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ આલંબિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરીને ચિત્રસ્થ હોય તેમ સ્થિર રહ્યા. ત્યાં હરિ નામના વિદ્યકુમારના ઈં કે પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે કહ્યું કે-“હે નાથ ! તમે જે ઉપસર્ગો સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાના હદય વિદિણું થઈ જાય, તેથી તમે વાથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે માત્ર થોડા ઉપસર્ગ સહ્યા પછી તમે ચાર ઘાતકમને નાશ કરશે અને થોડાજ કાળમાં કેવળજ્ઞાન ઉપાર્જન કરશો.” આ પ્રમાણે કહી ભગવંતને ભક્તિથી નમસ્કાર કરીને તે વિદ્યકુમાર નિકાયને ઇંદ્ર પિતાને સ્થાનકે ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ વેતાંબી નગરીએ ગયા. ત્યાં હરિસહ નામના વિદ્યકુમારના છે કે આવી વંદના કરી. તે પણ હરિઇંદ્રની જેમ કહીને પિતાને સ્થાનકે ગયો.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે બધી નગરીમાં લોકોએ કાત્તિકસ્વામીની રથયાત્રાનો ઉત્સવ મોટા આડંબરથી આદર્યો હતું. તેથી પ્રતિમા ધરીને રહેલા પ્રભુને છોડીને નગરજનો પૂજાની સર્વ સામગ્રી લઈ કાર્તિકસ્વામીની પૂજા કરવા માટે જવા લાગ્યા. પછી કાર્તિકની પ્રતિમાને સ્નાન અર્ચન કરી વિધિપૂર્વક રથમાં બેસાડવાને લોકો તૈયાર થયા. તે વખતે દેવલોકમાં શક્રઈબ્રે વિચાર્યું કે, “હાલ વીરપ્રભુ કયાં વિચરતા હશે ?' અવધિજ્ઞાનથી જોયું તે વીરપ્રભુને અને નગરજનોને ઉપર કહેલી સ્થિતિમાં જોયા. એટલે “અરે આ અવિવેકી નગરજ ને પ્રભુનું ઉલ્લંઘન કરીને કાર્તિકની પૂજા કેમ કરે ?” આવી ઈર્ષ્યા ધરીને ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યો અને કાર્તિકની પ્રતિમામાં પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા તે તરફ ચાલી, પરંતુ નગરજનો તો તેને ચાલતી જોઈ કહેવા લાગ્યા, “અહો! આ કાર્તિકકુમાર પિતાની મેળે ચાલીને રથમાં બેસશે, તેવામાં તો તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને તેણે પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપાસના કરવાને માટે તે પૃથ્વી ઉપર બેઠી. એટલે “આ કોઈ આપણા ઈષ્ટદેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેનું ઉલ્લંઘન કર્યું, તે એગ્ય કર્યું નહિ.” આ પ્રમાણે કહેતા નગરજનોએ વિસ્મય અને આનંદ પામીને પ્રભુનો મહિમા કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંબી નગરીએ આવ્યા. ત્યાં પ્રતિમા ધરીને રહેલા પ્રભુને સૂર્ય ચંદ્ર મૂળ વિમાન સાથે આવીને ભક્તિથી સુખશાતાના પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શકઈ આવીને હર્ષથી પ્રભુને વંદના કરી, ત્યાંથી રાજગહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઈશાને આવી ભક્તિથી સુખશાતા પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ગયા. ત્યાં જનક અજાએ અને ધરણેકે આવીને પ્રિયપ્રશ્નપૂર્વક પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org