Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર
[ ૬૭ થઈ જાય તો ઠીક એવું ધારીને તે દ્વરાશય દાંત ઊંચા કરી પ્રભુને પાછો ઝીલી લેવા દેવો. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર એવી રીતે પ્રહાર કરવા લાગ્યો કે જેથી પ્રભુની વા જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તથાપિ એ વરાક હાથી પ્રભુને કાંઈ પણ કરી શક્યો નહીં, એટલે તે દુટે જાણે વૈરિણી હોય તેવી એક હાથિણી વિમુવી. તેણે અખંડ એવા મસ્તકથી અને દાંતોથી પ્રભુને ભેદી નાંખ્યા અને વિષની જેમ પિતાના શરીરના જળથી તે ભાગ પર સિંચન કરવા લાગી. જ્યારે તે હાથિયું પણ પ્રભુના શરીર પર રેણુ જેવી થઈ ગઈ ત્યારે તે અધમ દેવે મગરના જેવી ઉગ્ર દાઢવાળા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાળાઓથી આકુળ એવું તેનું ફાડેલું મુખ પ્રજવલિત અગ્નિકુંડની જેવું ભયંકર લાગતું હતું, તેની ભુજાઓ યમરાજના ગ્રહના ઉંચા કરેલા તોરણના સ્તંભ જેવી હતી, અને તેની જધા અને ઉરૂ ઉંચા તાડવૃક્ષ જેવા હતા. ચર્મના વસ્ત્ર ધરત, અટ્ટહાસ કરતે અને કિલ કિલ શબ્દ કરી કુકારા કરતાં તે પિશાચ હાથમાં કાતી લઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દોડી આવ્યા. તે પણ ક્ષીણ તેલવાળા દીપકની જેમ જ્યારે બુઝાઈ ગયો ત્યારે તે નિર્દય દેવે તરત ક્રોધથી વાઘનું રૂપ કર્યું. પુચ્છની છટાના આચ્છોટથી પૃથ્વીને ફાડતો હોય અને બત્કાર શબ્દના પડછંદાથી ભૂમિ તથા અંતરીક્ષને રોવરાવતું હોય, તેવો તે વાઘ વજ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા નખાથી ભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યો. તે પણ દાવાનલમાં દગ્ધ થયેલા વૃક્ષની જેમ નિસ્તેજ થયો એટલે તે અધમ દેવ સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યા. તે બે-“હે તાત! આ અતિ દુષ્કર કામ તે શા માટે આરંવ્યું છે? માટે આ દીક્ષા છોડી દે, અમારી અવગણના કર નહીં, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં અશરણ છોડી દઈને ચાલ્યો ગયો છે.” પછી ત્રિશલા દેવીને વિકુળં. તેણે પણ વારંવાર તેજ વિલાપ કર્યો. તેઓના એવા વિલાપથી પણ જ્યારે પ્રભુનું મન લિપ્ત થયું નહીં, ત્યારે તે દુરાચારીએ એક છાવણી (માણસેથી વસેલી) વિમુવી. તેમાંથી એક રસોયાને ભાત રાંધવાનો વિચાર થયે; તેને ચુલાને માટે પાષાણુ મળ્યા નહીં એટલે તેણે પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને તેના પર ભાતનું ભાજન મૂક્યું અને બે પગની વચ્ચે તત્કાળ અગ્નિ પ્રજ્વલિત કર્યો. અનુક્રમે તે અગ્નિ તેણે એટલો બધે વધારી દીધો કે પર્વત પર દાવાનલની જેમ પ્રભુના ચરણમૂળ તે અગ્નિથી તપાયમાન થયા. તથાપિ અગ્નિમાં મૂકેલા સુવર્ણની જેમ તેમની શોભા હીન થઈ નહીં. (ઉલટી વૃદ્ધિ પામી.) પછી તે નિષ્ફળ થયેલા અધમ દેવે એક ભયંકર પકવણું (ચંડાળ) વિકુવ્યું. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે કાનમાં, બે ભુજામાં અને જપા ઉપર શુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા કે જેથી પ્રભુનું બધું શરીર તે પાંજરાની જેવું સેંકડો છિદ્રોવાળું થઈ ગયું. તેમાં પણ પાકેલા પાંદડાની જેમ તે પકવણ જ્યારે અસારતાને પામ્યા ત્યારે તે દુષ્ટ મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. મોટા વૃક્ષોને તૃણની જેમ આકાશમાં ઉછાળતો અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતી તે પવન ચોતરફ પુષ્કળ રજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org