Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર લકા દ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર શક્ર નામના સિંહાસન પર બેસી નૃત્ય, ગીત અને ત્રણ પ્રકારના વિદ્યાવિદવડે કાળ નિગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને તેવી રીતે રહેલા જાણી તે તત્કાળ ઉભો થયો. પગમાંથી પાદુકા છોડી દઈ, ઉત્તરાસંગ કરી, જમણા જાનુને પૃથ્વી પર સ્થાપિત કરી અને ડાબા જાનુને જરા નમાવી, પૃથ્વી પર મસ્તક લગાડીને તેણે શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઈ જેના સર્વ અંગમાં રોમાંચકચક પ્રગટ થયેલો છે એવા ઈદ્ર સર્વ સભાને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું-“અરે! સૌધર્મલેકવાસી સર્વ દેવતાઓ! શ્રી વીરપ્રભુનો અદ્દભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ શુદ્ધિઓથી પવિત્ર, કિધ, માન, માયા અને લેભથી પરાભવ નહિ પામેલ, આશ્રવ રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી કઈ પ્રકારે પણ પ્રતિબંધ નહિ કરનાર એ પ્રભુ એક રૂક્ષ પુદ્ગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહાધ્યાનમાં સ્થિત થયેલા છે. તેમને એ ધ્યાનમાંથી ચળાયમાન કરવાને દેવતાઓ, અસુર, યક્ષો, રાક્ષસ, ઉરગે, મનુષ્ય કે ઐક્ય પણ શક્તિવાન નથી.” આવા ઇદ્રનાં વચન સાંભળીને તે સભામાં બેઠેલ ઇદ્રનો સામાનિક સંગમ નામનો દેવતા કે જે અભવ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળા હતા, તે લલાટ ઉપર ચડાવેલી ભૃકુટીથી ભયંકર દેખાતે, અધરને કંપાવતો અને કેપથી નેત્રને રાતા કરતાં બોલ્યા કે
હે દેવેંદ્ર! એક શ્રમણ રૂપ થયેલા મનુષ્યમાત્રની તમે આટલી બધી પ્રશંસા કરે છે, તેનું કારણ સત્ અસત્ બેલવામાં સ્વછંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતા જ છે. હે સુરેંદ્ર!
એ સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવો નથી” એવું ઉદ્ભર તમે હદયમાં કેમ ધારો છે? અને કદિ ધારો છે તો શા માટે કહે છે? જેના શિખર આકાશને રૂંધી રહ્યા છે અને જેના મૂળ રસાતળને રૂંધી રહેલા છે એવા સુમેરૂગિરિને પણ જેઓ એક હેફાની જેમ ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે, કુળગિરિ સહિત બધી પૃથ્વીને બાળા દેવામાં જેને સ્પષ્ટ વૈભવ છે એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ (કેગળા) માત્ર કરી જાય તેવા છે, અને અનેક પર્વવાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે, આવા અતુલ સમૃદ્ધિવાળા, અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરનારા દેવતાઓની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કોણ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી ભૂમિ પર હાથ પછાડીને તે સભામંડપ માંથી ઊભો થયો, તે વખતે “અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ ટુબુદ્ધિ જાણે નહીં? એમ ધારી શકે ઈ છે તેની ઉપેક્ષા કરી.
પછી વેગવડે ઉઠેલા પ્રલયકાળના અગ્નિ જે અને નિબિડ મેઘ જેવા પ્રતાપવાળે, રૌદ્ધ આકૃતિથી સામું પણ જોઈ ન શકાય એ, ભયથી અપ્સરાઓને નસાડ અને મેટા વિકટ ઉરસ્થળના આઘાતથી ગ્રહમંડળને પણ એકઠા કરતો તે પાપી દેવ જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યું. નિષ્કારણ જગતના બંધુ અને નિરબાધપણે યથાસ્થિત રહેનારા વીરભુને જોતાં તેને અધિક
D - 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org