Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર
[૬૩ પછી કૂર્મગ્રામથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થ પુર નામના ઉત્તમ નગર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભાથું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યો, એટલે ગોશાળે કહ્યું કે, “હે સ્વામી! આપે જે તિલને છેડ ઉગવાને કહ્યો હતે તે ઉો નથી. પ્રભુ બેલ્યા–“ઉગે છે, અને તે અહીં જ છે. ગશાળે તે વાત માની નહીં. પછી તેણે તે તિલને છેડ લઈને તેની શીગ ચીરી, તે તેમાં તિલના બરાબર સાત દાણા ઉગેલા દીઠા. એટલે ગોશાળો બોલ્યો કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જતુએ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.”
પછી પ્રભુએ તે જેલેશ્યાને જે વિધિ કર્યો હતો તે પ્રમાણે તેજલેશ્યા સાધવાને માટે ગેશાબ પ્રભુને છેડીને શ્રાવતી નગરીએ ગયે. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યું હતું તેમ છ માસ પર્યત તપ કર્યું અને તેજલેશ્યા સિદ્ધ કરી. પછી તેની પરીક્ષા કરવાને માટે તે એક કૂવાને કાંઠે ગયો અને પિતાને કેપ ઉત્પન્ન કરવા માટે કોઈ દાસીને ઘડે કાંકરે મારી ફેક્યો. દાસીએ તેને ગાળો આપવા માંડી, એટલે તેણે તત્કાળ ક્રોધ કરીને તેના પર તેલેશ્યા મૂકી, જેથી તે દાસી વીજળી પડવાથી બળે તેમ બની ગઈ અને તેને તેજલેશ્યાની પ્રતીતિ થઈ. પછી કૌતુક જેવાની પ્રીતિવાળો ગશાળ લેકોથી પરિવૃત થઈ વિહાર કરવા લાગ્યા.
એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય કે જેઓએ ચારિત્ર તજી દીધું હતું અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેઓના શોણ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિશાન અને અર્જુન એવા નામ હતા. તેઓએ સૌહદપણથી ગોશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. “સમાન શીળવાળા પુરૂષને સદ્ય મંત્રી થાય છે.” તેલેશ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતે ગોશાળ “હું જિનેશ્વર છું” એમ કહેતે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
પ્રભુ સિદ્ધાર્થપુરથી વિહાર કરીને વૈશાળી નગરીએ પધાર્યા. ત્યાં પ્રભુના પિતાને મિત્ર શંખ ગણરાજ મોટો પરિવાર લઈને પ્રભુની સામે આવ્યો અને પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને ભગવંત વાણિજક ગામ તરફ ચાલ્યા. માર્ગમાં મંડિકા નામે એક નદી આવી તે નાવવડે ઉતર્યા. પ્રભુ નાવમાંથી ઉતરવા લાગ્યા, એટલે નાવીકે તપેલી રેતીવાળા તટ ઉપર નાવ રાખીને નદી ઉતારવાનું મૂલ્ય માગ્યું. તે વખતે શંખ ગણરાજને ભાણેજ ચિવ નૌકાસૈન્ય લઈને પાછા ફરતો હતો, તેણે પ્રભુને અટકાવેલા જોયા. તેથી તેણે તત્કાળ તે નાવિકને તિરસ્કાર કરી ભગવંતને છેડાવ્યા. પરમ ભક્તિથી પ્રભુ પૂજા કરીને તે ચિત્ર પિતાને નગરે ગયે. પછી ભગવંત વાણિજક ગ્રામે આવ્યા. ત્યાં બહાર પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક રહેતા હતા, તે સદા છઠ્ઠતપ કરતો હતો અને આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન થવાથી તે પ્રભુને વાંદવા આવ્યું. પ્રભુને વંદના કરી અંજલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org