Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થે ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર : [ ૬૧ પત્નીને પુત્ર તરીકે રાખવા અર્પણ કર્યો. “અપુત્રીઆઓને બીજાનો પુત્ર પણ અતિ વહાલે લાગે છે.” પછી તે બુદ્ધિમાન કણબીએ એક મેંઢાને મારી તેના રૂધિરથી બાળકને ખરડીને અને પોતાની પત્નીને સૂતિકાને વેષ પહેરાવીને લોકોમાં એવી વાત ફેલાવી કે, “મારી સ્ત્રીને ગૂઢગલ્ય હતું, તે આજે પુત્રને પ્રસવ થયો છે.” આમ કહીને તેણે લોકોમાં મહોત્સવ પ્રવર્તા. અહીં તે બાળકની માતા વેશિકાને જે ચરલોકો લઈ ગયા હતા, તેણે ચંપાપુરીના ચૌટામાં વેચવાને માટે ઉભી રાખી. તેને પોતાના ધંધાને યોગ્ય ધારીને કોઈ વેશ્યાએ ખરીદ કરી. પછી તે વેશ્યાએ તેને ગણિકાને બધા વ્યવહાર શીખવાડજો. અનુક્રમે રૂપથી અસરાને પણ તિરસ્કાર કરે તેવી તે વેશિકા એક પ્રખ્યાત ગણિકા થઈ પડી, તે વેશિકાને પુત્ર ગશખિક કણબીને ઘેર યુવાનું થયું. એક વખતે તે મિત્રોની સાથે ઘીનું ગાડું વેચવાને માટે ચંપાનગરીમાં આવ્યું. ત્યાં નગરજનોને ચતુર રમણીઓની સાથે વિલાસ કરતા જોઈ તે પણ વિલાસ કરવાની ઈચ્છાથી ગણિકાઓના પાડામાં ગયો. ત્યાં બીજી વેશ્યાઓમાં રહેલી પિતાની માતા વેશિકાને તેણે જોઈ, એટલે તેની સાથે રમણ કરવાની તેની ઈચ્છા થઈ. “અજ્ઞાન મનુષ્ય પશુ જેવા જ હોય છે.” પછી તેણે તત્કાળ તેને એક આભૂષણ આપ્યું અને રાત્રે સ્નાન વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતાં તેને એક પગ વિષ્ટામાં પડયો, પણ કામમાં મોહ પામી ગયેલા તેણે કાંઈ જાણ્યું નહીં. એ વખતે તેને પ્રતિબંધ કરવાને માટે તેની કુળદેવતાએ માર્ગમાં એક ગાય અને વાછડો વિકુળં. તે વાછડાને જોઈને પિતાનો પગ તેની સાથે તે ઘસવા લાગે, તેવામાં તે વત્સ મનુષ્ય વાણીએ ગાયને કહેવા લાગે-માતા! જુઓ આ કઈ પુરૂષ ધર્મ રહિત નિર્દયપણે પિતાના વિષ્ટા ભરેલા પગને મારી સાથે ઘસે છે.” તે સાંભળી ગાય બલી-“વત્સ! ખેદ કર નહીં, તેનું એ અપકૃત્ય કાંઈ વિશેષ નથી, કેમ કે કામદેવનો ગધેડો થઈને એ પિતાની માતા સાથે વિલાસ કરવાને ત્વરાથી જાય છે. તે સાંભળી તેણે ચિંતવ્યું કે, “આ ગાય મનુષ્યવાણીથી આમ કેમ બોલે છે? માટે હું તે વેશ્યાની તજવીજ તે કરૂં.” આવો વિચાર કરી તે વેશ્યાને ઘેર આવ્યો. વેશ્યાએ અત્યાન વિગેરે કરવા વડે તેનો સત્કાર કર્યો, પરંતુ પેલી ગાયની વાણીથી શંકા આવેલી હોવાથી તે પુરૂષના ચિત્તમાં કામવ્યાપારનો રોધ થઈ ગયે હતું, એટલે તેણે ક્ષણવાર રહીને તે વેશ્યાને કહ્યું કે-“ભદ્ર! તમારી જે પરંપરા હોય તે કહો.” તેનું એ વચન જાણે સાંભળ્યું જ ન હોય તેમ કરીને એ વેશ્યા તેને અનેક પ્રકારના હાવભાવ બતાવવા લાગી. “વેશ્યાઓનું પ્રથમ કામશાસન એજ છે.” ફરીથી તે બોલ્યો કે-“જો તમે તમારી હકીક્ત કહેશે તો હું તમને બમણું દ્રવ્ય આપીશ, માટે ખરેખરી હકીક્ત કહે, તમને તમારા માતાપિતાના સેગન છે.” આવી રીતે જ્યારે તેણે વારંવાર કહ્યું, ત્યારે તેણીએ જે યથાર્થ હતું, તે કહી સંભળાવ્યું. તે સાંભળી શંકા પામીને તે ત્યાંથી ઉઠી ગયો અને તત્કાળ પિતાને ગામ ગયો. ત્યાં જઈને તેણે પિલા કણબી માતાપિતાને પૂછયું કે, “હું તમારા અંગ જ પુત્ર છું કે ખરીદ કરેલ છું? અથવા કોઈ બીજી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org