Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [૫૯ હમેશા વિપત્તિ તે સિદ્ધ થઈ ચુકી છે. પ્રભુ થોડે દૂર જઈને તેની રાહ જોતા ઉભા રહ્યા. એટલે પેલા વધૂવરના માણસો પ્રભુને જોઈને વિચારવા લાગ્યા કે, “જુઓ, આ મહા તપસ્વી દેવાર્ય આ પુરૂષની રાહ જુએ છે, માટે કદાચ આ માણસ તેમને પીઠધારી, છત્રધારી કે કોઈ બીજું કાર્ય કરનાર સેવક હશે.” આ પ્રમાણે વિચારીને તેઓએ પ્રભુને માટે ગોશાળાને છેડી મૂક્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા અનુક્રમે ગોભૂમિમાં આવ્યા. ગોશાળે ગોવાલને પૂછ્યું કે, “અરે બીભત્સ મૂર્તાિવાળાઓ અરે મ્લેચ્છો ! અરે પોતાના નેહડામાંજ શૂરવીર ગોવાળ કહે, આ માર્ગ ક્યાં જાય છે?” ગોવાળી આ બેલ્યા
અરે! મુસાફર! તું વિનાકારણ શા માટે અમોને ગાળો આપે છે? અરે શાળા ! તારે નાશ થઈ જશે. ” ગોશાળે કહ્યું, “અરે દાસીના પુત્રજે તમે મારે આટલે આક્રોશ સહન નહીં કરે તે હું અધિક આક્રોશ કરીશ, વળી મેં તમને કાંઈ ગાળો આપી નથી. મેં તમને મલેચ્છ ને બીભત્સ કહ્યા છે તો શું તમે મલેચ્છ અને બીભત્સ નથી ? મેં ખોટું શું કહ્યું છે?” તે સાંભળી તેઓએ ક્રોધથી ગોશાળાને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધો; પરંતુ બીજા દયાળુ મુસાફરોએ તેને છોડાવ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણુવડે વિવિધ પ્રકારના અભિગ્રહ કરીને પ્રભુએ આઠમું ચોમાસું નિગમન કર્યું. ચાતુર્માસને અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું.
પછી પ્રભુએ ચિંતવ્યું કે, મારે હજુ પણ ઘણું કમ નિજરવાનું છે. આમ વિચારીને કમ નિર્જરાને માટે પ્રભુ ગોશાળા સહીત વજાભૂમિ, શુદ્ધભૂમિ, અને લાટ વિગેરે મહેર દેશમાં વિચર્યા. તે દેશમાં પરમાધાર્મિક જેવા સ્વછંદી મ્લેચ્છ વિવિધ ઉપસર્ગોથી શ્રી વીરપ્રભુને ઉપદ્ર કરવા લાગ્યા. કોઈ પ્રભુની નિંદા કરતા, કઈ પ્રભુને હસતા, અને કઈ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને પ્રભુને વિટી વળતા હતા પરંતુ “આથી કર્મને ધ્વસ થાય છે” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાદિક થતાં જેમ હર્ષ પામે તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ઉલટા હર્ષ પામતા હતા. કર્મરોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં સહાયકારી તે પ્લેને બંધુથી પણ અધિક માનતા હતા. જેમના ચરણના અંગુઠા માત્ર વડે દબાવવાથી અચળ એવો મેરૂ પણ કંપાયમાન થયું હતું, તેવા શ્રી વીરપ્રભુ પણ કર્મથી પીડાય છતાં આવી રીતે વર્તે છે. શકઈ તેમની આપત્તિ દૂર કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને નિમેલે છે પણ તે તો માત્ર ગોશાળાને ઉત્તર આપવાને જ ઉપયોગી થઈ પડ્યો, બીજી વખત તો તે હાજર પણ રહે નહીં. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્રો આવીને વારંવાર આળોટે છે અને કિંકર થઈને વર્તે છે. ઈંદ્રાદિક પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પીડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપક દ્રવી જાય છે, તે પ્રભુને ઉલટા અતિ શુદ્ર લોકો ઉપદ્રવ કરે છે, તેનો પોકાર કોની આગળ જઈને કરીએ? જગતના તે કૃતH સુકૃતેને ધિકાર છે, કે જેઓ સ્વામીથી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org