Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૬૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૧૦ મું મળેલો પુત્ર છું? જે યથાર્થ હોય તે કહે.” તેઓએ કહ્યું કે, “તું અમારે અંગ જ પુત્ર છે,” આવી રીતે અસત્ય કહેવાથી તે પીડિત થઈ રીસ ચડાવીને બહાર જવા લાગ્યો, એટલે તેઓએ જે રીતે તે પ્રાપ્ત થયો હતો તે વૃત્તાંત યથાસ્થિત કહી બતાવ્યું. તેથી તેના જાણવામાં આવ્યું કે, “વેશિકા વેશ્યા ખરેખરી મારી પોતાની માતાજ છે.” પછી તે પાછે ચંપાનગરીએ ગયે, અને વેશિકાની પાસે જઈને તેણે પોતાનું વૃત્તાંત જણાવ્યું. પોતાના પુત્રને ઓળખીને વેશિકા લજજાથી નીચું મુખ કરી રૂદન કરવા લાગી. પછી તેની કુટ્ટિનીને ઘણું દ્રવ્ય આપી તેણે પોતાની માતાને ત્યાંથી છોડાવી અને પિતાને ગામ લઈ જઈને તેને ધર્મ માર્ગમાં સ્થાપિત કરી. તે વેશિકાનો પુત્ર “વૈશિકાયન” એવા નામથી ઓળખાવા લાગે. ત્યાં આવ્યા પછી વિષયથી ઉદ્વેગ પામીને તેણે તરતજ તાપસવ્રત ગ્રહણ કર્યું. પિતાના શાસ્ત્રના અધ્યયનમાં તત્પર અને સ્વધર્મમાં કુશળ એવો તે તાપસ ફરતે ફરતો શ્રી વીરપ્રભુના આગમન પહેલાં કૂર્મ ગામમાં આવ્યો હતો. તે ગામની બહાર રહી મધ્યાહૂન સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી, વડવૃક્ષની વડવાઈઓની જેમ લંબાયમાન જટા રાખીને સ્થિર રહેતો હતો. સ્વભાવથી જ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન એ તે ધર્મધ્યાનમાં તત્પરપણે મધ્યાહુન સમયે આતાપના લેતા હતા. એ કૃપાનિધિ તાપસ સૂર્યકિરણના તાપથી પૃથ્વી પર ખરી પડતી જુઓને વીણી વીણીને પાછી પોતાના મસ્તક પર નાંખતો હતો.
આવા વેશિકાયમ તાપસને જોઈને ગોશાળ પ્રભુની પાસેથી ત્યાં આવ્યું. અને તેને પૂછ્યું કે, “અરે તાપસ! તું શું તત્ત્વ જાણે છે? અથવા તું શું જુનો શય્યાતર છું? તું સ્ત્રી છું કે પુરૂષ? એ પણ કાંઈ બરાબર સમજાતું નથી. આ પ્રમાણે તેણે કહ્યું, તો પણ એ ક્ષમાવાન તપસ્વી કાંઈ પણ બોલ્યા નહીં. શાળા તો વારંવાર તે પ્રમાણે કહેવા લાગ્યા, કેમકે “કુતરાના પુછને બહુ વાર સુધી યંત્રમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.” છેવટે તે તાપસને કે૫ ચડયો. એટલે તેણે તેની ઉપર તેલેસ્યા મૂકી. “અતિશે ઘસવાથી ચંદનના કાણમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે.” જ્વાળાએથી વિકરાળ એવી તેઓલેશ્યાથી ભય પામેલે તે ગોશાળ દાવાનળથી ત્રાસ પામેલ હસ્તી જેમ નદી પાસે જાય તેમ પ્રભુની પાસે આવ્યો. શાળાની રક્ષા કરવાને માટે પ્રભુએ શીતલેશ્યા સામી મૂકી; તેથી જળવડે અગ્નિની જેમ તેજેશ્યા શમી ગઈ. પ્રભુની તેવી સમૃદ્ધિ [ શક્તિ ] જઈને વૈશિકાયન વિસ્મય પામ્ય; તેથી તે શ્રી મહાવીરની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે છે કે,
હે ભગવન્ ! મેં તમારે આ પ્રભાવ જાણ્યા નહોતે, માટે મારું આ વિપરીત આચરણ ક્ષમા કરો.” આ પ્રમાણે કહીને તે તાપસ ગયો. ત્યાર પછી ગોશાળે પ્રભુને પૂછયું કે, “હે ભગવંત! આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? પ્રભુ બેલ્યા- જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુભાષ તથા અંજલિ માત્ર જળથી પારણું કરે તેને છ માસને અંતે અખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તે વેશ્યા ઉપજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org