Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પાસે મૂક્યો, તેને તેઓએ દષ્ટિથી પણ સંભવિત કર્યો નહીં. પછી તેમને ભાવ જાણીને શેઠે તેમને ચારે આહારના પરચખાણ કરાવ્યા, તે તેઓએ અભિલાષાપૂર્વક સમાધિપણે ગ્રહણ કર્યા. તેમની પર દયા લાવી બીજા સર્વ કામ છેડી દઈને શેઠ પિતે તેમને નવકાર મંત્ર સંભળાવતા અને ભાવસ્થિતિને બંધ કરતા તેની પાસે જ બેસી રહ્યા. નવકાર મંત્રને સાંભળતા અને ભાવસ્થિતિને ભાવતા, તેઓ સમાધિથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા.
તે કંબલ અને સંબલે અવાધિજ્ઞાનથી જોયું તો સુદંષ્ટ્ર નાગકુમારે પ્રભુ ઉપર કરેલ નાવ બુડાડી દેવારૂપ ઉપદ્રવ તેમના જેવામાં આવ્યો. એટલે-આપલે હમણું બીજું કાંઈ પણ કામ કરવાની જરૂર નથી, હમણા તો ચાલે, અહંતની ઉપર થતાં ઉપદ્રવને એકદમ અટકાવીએ.” આ પ્રમાણે વિચારી તેઓ પ્રભુની પાસે આવ્યા. તેમાંથી એક જણ સુદ નાગકુમારની સાથે યુદ્ધ કરવા પ્રવર્તે અને બીજા હાથે કરીને તે નાવને ગંગાને સામે તીરે મૂકી દીધું. પેલે સુદંષ્ટ્ર દેવ જે કે મેટી અદ્ધિવાળે હતો, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બંનેને ન દેવાપણાને વૈભવ હતો, તેથી તે બંનેએ તેને જીતી લીધા. પછી સદં ત્યાંથી નાશી ગયો, એટલે કંબલ શંબલ નાગકુમારોએ પ્રભુને નમીને હર્ષથી પ્રભુની ઉપર પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તમારા પ્રભાવથી આ નદીને આપત્તિની જેમ અમે ઉતરી ગયા.” એમ બોલતા નાવમાં બેઠેલા બીજા લેકો ભક્તિથી વીરપ્રભુને વંદના કરવા લાગ્યા. બંને નાગકુમારો પ્રભુને નમીને પોતાના સ્થાનકે ગયા. પ્રભુ નાવમાંથી ઉતરી વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી દિશા તરફ ચાલ્યા.
જેમાં સૂક્ષમ અને આદ્ર રેતી છે એવા ગંગાનદીના તટ ઉપર ચકાદિકના લાંછનવાળી પ્રભુના પગલાની પંક્તિ પૃથ્વીને આભૂષણ રૂપે પુટપણે પડતી હતી. તેવામાં સામુદ્રિક લક્ષણને જાણનાર પુષ્પ નામનો કોઈ પુરુષ તે પગલાની પંક્તિ જોઈને વિચારવા લાગ્યો કે, “આ રસ્તે થઈને કઈ ચક્રવતી એકલા ગયેલા લાગે છે. અદ્યાપિ તેને રાજ્ય મળ્યું નહીં હોય અથવા કેઈએ છળ કરીને તેનું રાજ્ય લઈ લીધું હશે. હું ધારું છું કે તે હમણાજ અહીંથી ચાલ્યા જાય છે, માટે હું જઈને તેની સેવા કરું, કેમકે તે સેવકને ઈચ્છતા હશે. આવી અવસ્થામાં સેવેલા તે ચક્રવત્તી જરૂર ફળ આપશે. સેવ્ય પુરૂષની સેવા કરવાનો અવસર પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારી તે પગલે પગલે ચાલ્યો. આગળ જતાં
સ્થણુક નામના ગામ પાસે અશોક વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહેલા પ્રભુને તેણે જોયા. તેમના હૃદયમાં શ્રીવત્સનું લાંછન હતું, મસ્તક પર મુગટનું ચિહ્ન હતું, અને ભુજા ઉપર ચક્રાદિકને લાંછન હતા. બંને હાથ શેષનાગની જેવા લાંબા હતા અને નાભિમંડળ દક્ષિણવર્તવાળું, ગભીર તેમજ વિસ્તીણું હતું. પ્રભુના શરીર ઉપર આવા લોકોત્તર ચિ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org