Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૪૯
સગ ૩ જે] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર કે “તમે કેણ છે?” પરંતુ મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુ કાંઈ પણ બેલ્યા નહીં. મુનિઓ બધિર જેવાજ હોય છે. ઉત્તર ન મળવાથી તેમણે ધાર્યું કે, “જરૂર આ કઈ હેરૂ છે, તેથી મૌન ધરીને રહેલ છે. આમ ધારીને તે ક્રૂર બુદ્ધિવાળા પુરૂષએ ગોશાળા સહિત પ્રભુને પકડયા. અને બંનેને ડાકિણની જેમ બાંધીને કૂવામાં નાખ્યા અને વારંવાર ઘડાની જેમ ઉંચા નીચા કરવા લાગ્યા. તે અવસરે સેમા અને જયંતિ નામે ઉપલ નિમિતિની બે બહેનો કે જેઓ પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા (ઉત્તમ સાધ્વીઓ) થઈ હતી, તેઓ તે ગામમાં આવેલી હતી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું કે, “અમુક સ્વરૂપવાળા કઈ બે પુરૂને આરક્ષક લોકે કુવામાં રાખી ઉંચા નીચા કરીને પાણીમાં નાખવા કાઢવા- , વડે પીડે છે.” તે સાંભળી તેઓએ વિચાર્યું કે, “ખે એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી હોય!” આવું ધારીને તેઓ તત્કાળ ત્યાં આવી, તે ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. એટલે તેમણે આરક્ષકને કહ્યું કે, “અરે મૂર્ખ ! તમે શું મરવાને ઈચ્છે છે? તમે શું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે એમ નથી જાણતા ?’ સાધ્વીનાં આવાં વચન સાંભળીને તેઓએ ભય પામીને પ્રભુને મૂકી દીધા અને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ “મહાન પુરૂષ કેપ કરતાજ નથી, તેઓ તે પિતાનો આત્મા રખે મલીન ન થાય એવી શંકાથી ક્ષમાજ કરે છે.”
પ્રભુ કેટલાક દિવસ ત્યાં નિર્ગમન કરીને ચોથે ચેમાસું કરવા માટે પૃચંપા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણુ કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતા પ્રભુ ચાતુર્માસ્ય રહ્યા. ચોમાસાને છે તે દિવસે કાત્સર્ગ પારી ત્યાંથી નીકળીને કૃતમંગળ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્ર સ્થવિરપણે ઓળખાતા, આરંભી, પરિગ્રહધારી અને સ્ત્રી સંતાનવાળા કેટલાક પાખંડીઓ વસતા હતા. તેમના પાડાની વચમાં એક મોટું દેવાલય હતું, તેમાં તેઓના કુળક્રમથી આવેલી કેઈ દેવતાની પ્રતિમા હતી. તે દેવાલયના એક ખુણામાં જાણે તેને સ્તંભ હોય તેમ નિષ્કપ થઈને વીરપ્રભુ કાર્યોત્સર્ગ ધરીને રહ્યા. તે સમયે માઘ માસ હતા અને ટાઢ ઘણી દુસહ પડતી હતી. પ્રભુ આવ્યા તે દિવસે તે પાખંડીઓને તે દેવાલયમાં રાત્રે મહોત્સવ હતો. એટલે પુત્ર પરિવાર લઈ તેઓ હર્ષથી દેવાલયમાં એકઠા થયા, પછી નૃત્ય ગીત કરીને જાગરણ કરવા લાગ્યા. તે જોઈ ગોશાળ હાસ્ય કરીને બે“અરે! આ પાખંડીઓ કેણ હશે? કે જેઓની સ્ત્રીઓ મદ્યપાન કરીને આમ નૃત્ય ગીત કરે છે. તે સાંભળી તેઓએ કોપાયમાન થઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ગોશાળ ટાઢથી હકારની જેમ અંગસંકેચ કરતા અને ગાયક જેમ વીણુ વગાડે તેમ દંતવાણાને વગાડતે બહાર ઉભે રહ્યો. થોડીવારે અનુકંપા લાવી તેઓએ પાછો ગોશાળાને અંદર દાખલ કર્યો. થોડીવારે તેની ટાઢ દૂર થઈ, એટલો પાછો ફરીવાર તે પ્રથમની જેમ બોલ્યો. પાછે તેને કાઢી મૂક્યો, વળી દયા લાવીને પ્રવેશ કરાવ્યો. એવી રીતે કોપ અને કૃપા કરીને તેઓએ D - 7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org