Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર
[૫૫ તેને છોડે નહીં, કારણ કે કદાપિ તે કોઈને મોકલેલે ચર પુરૂષ પણ હોય? માટે તે આપણે પરાભવ કરીને જાય તે ઉચિત નથી.” એવી રીતે વિચારી તેઓ નજીક આવેલા ગોશાળાને “મામો, મામો” કહી વારા ફરતી તેના ખભા પર ચડીને તેને ચલાવવા લાગ્યા. વારંવાર એવી રીતે ચલાવવાથી ગોશાળાના શરીરમાં શ્વાસ માત્ર બાકી રહ્યો, એટલે ચાર લોકે તેને છોડીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. ગોશાળે વિચાર્યું કે, “સ્વામીથી જુદા પડતાં પ્રારંભમાં જ શ્વાનની જેમ મેં આવી દુઃસહ વિપત્તિ ભેગવી, પ્રભુની વિપત્તિને તો ઈંદ્રાદિક દેવતાઓ પણ આવી આવીને દૂર કરે છે, તો તેમના ચરણને શરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નાશ પામે છે. જે પ્રભુ રક્ષણ કરવાને માટે પોતે સમર્થ છતાં પણ કોઈ કારણથી ઉદાસીન રહે છે, તેવા પ્રભુને મંદ ભાગ્યવાળા પુરૂષ ધનના નિધિને પ્રાપ્ત કરે તેમ હું હવે શી રીતે પ્રાપ્ત કરીશ? માટે ચાલ, તેની જ શોધ કરૂં,” આવો નિશ્ચય કરી ગશાળ પ્રભુના દર્શનને માટે તે વનનું ઉલ્લંઘન કરીને અશ્રાંત પણે ભમવા લાગ્યો.
પ્રભુ વિશાલા નગરીમાં આવ્યા. ત્યાં કઈ લેહકારની શાળામાં લોકેની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે શાળાને સ્વામી લુહાર છ માસ સુધી રોગોથી પીડાઈ તરતમાં જ નિરોગી થયો હતો. તે જ દિવસે પિતાના સ્વજનોથી વિટાઈ પિતાની કોડમાં આવ્યું. ત્યાં પ્રભુને જોઈને તેણે ચિંતવ્યું કે, “પહેલે જ દિવસે મારે આ પાખંડીના દર્શન થયા તે મોટું અપશુકન થયું, માટે આની ઉપર જ લેઢાને ઘણુ મારીને એ અમંગળને દૂર કરૂં.” પછી તે દુષ્ટ પ્રભુને મારવા માટે ઘણું ઉપાડીને દેડ્યો. તે વખતે ઇંદ્રને વિચાર થયો કે, “હાલ પ્રભુ ક્યાં હશે?” અવધિજ્ઞાને જોતાં તે લુહારને ઘણુ મારવા ઉદ્યત થયેલ જાણું ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યા અને પોતાની શક્તિથી તે ઘણું તેના જ માથા ઉપર પડાવ્યા, તેથી માંડ માંડ રોગમુક્ત થયાં છતાં પણ ઘણના પ્રહારથી તે લુહાર યમદ્વારમાં પહોંચી ગયો. ઈંદ્ર પ્રભુને નમી સૌધર્મ કલ્પમાં ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગ્રામક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બિભેલક નામના ઉદ્યાનમાં આવેલા બિલેલક નામના યક્ષના મંદિરમાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે યક્ષને પૂર્વ ભવે સમતિ ફરસેલું હતું, તેથી તેણે અનુરાગ ધરીને દિવ્ય પુષ્પ અને વિલેપન કથી પ્રભુની પૂજા કરી.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીષ નામના ગામે પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા, તે વખતે માઘ માસ વિતતો હતે. ત્યાં કટપૂતના નામે એક વાણુવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળવાથી રાષવતી થઈને મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી હતી. તે લવમાં બાળતપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી. પૂર્વના વિરથી અને પ્રભુના તેજને સહન ન કરી શકવાથી તેણે પ્રભુની પાસે આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org