Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૫૪ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૫૧ ૧૦ મુ
પાસે આવ્યા. તે મનિદીષેણુ રાત્રે તે ગામના કાઈ ચાકમાં ધર્મધ્યાન કરવા માટે કાર્યાત્સગ ધરીને સ્ત'ભની જેમ સ્થિર રહ્યા. ચાકી કરવા નીકળેલા ગ્રામરક્ષકાએ તેમને ચારની ભ્રાંતિથી મારી નાંખ્યા. તેઓ સદ્ય અવધિજ્ઞાન મેળવી મૃત્યુ પામીને દેવલાકે ગયા. દેવતાઓએ તેમને મહિમા કર્યાં, તે જોઈ શોશાળે ત્યાં આવી તેમના શિષ્યાને પૂર્વવત્ તિરસ્કાર કર્યાં.
'
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૃષિકા નામના ગામ પાસે આવ્યા. ત્યાં આરક્ષક લેાકાએ પ્રચ્છન્ન ચરપણાની ભ્રાંતિથી ગોશાળા સહિત પ્રભુને હેરાન કર્યા, તે વખત નિરપરાધી એવા કેાઈ રૂપવાન્, શાંત, અને યુવાન દેવા'ને ગુપ્ત ચરની ભ્રાંતિથી આરક્ષકા મારે છે’ એવા વાર્તાલાપ લેાકેામાં ફેલાયે. તે વાર્તાલાપ શ્રી પાર્શ્વનાથની પ્રગલ્ભા અને વિજયા નામે એ શિષ્યા ચારિત્ર છેાડીને નિર્વાહને માટે પરિવાજિકા થઈ તે ગામમાં રહેતી હતી, તેણે સાંભળ્યા. તેથી ‘રખે, તે વીર પ્રભુ તા ન હોય?' એવી શંકા કરતી ત્યાં આવી. ત્યાં ભગવતને તેવી સ્થિતિમાં જોયા; એટલે તેએએ પ્રભુને વંદના કરીને આરક્ષકાને કહ્યું કે, “અરે મૂખે^! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર છે એમ શુ તમે નથી જાણુતા ? હવે જલદી તેમને છેડી મૂકા; કેમકે આ ખબર જો ઇંદ્ર જાણશે તેા તમારી ઉપર પ્રાણહર વ મૂકશે,” આ પ્રમાણે સાંભળીને તેઓએ પ્રભુને છેાડચા અને વારંવાર ખમાવ્યા. પછી ભગવત ત્યાંથી વિશાળાપુરી તરફ ચાલ્યા. આગળ જતાં બે માર્ગા આવ્યા. એટલે ગાશાળે કહ્યું કે, “હે નાથ ! હું તમારી સાથે નહી. આવું, કારણ કે મને કાઈ મારે છે ત્યારે તમે તટસ્થ થઈ જોયા કરેા છે, વળી તમને ઉપસર્ગો થાય છે ત્યારે તેની સાથે મને પણ ઉપસગે થાય છે, કેમકે અગ્નિ સુકાની સાથે લીલાને પણ ખાળે છે. વળી લાકા પ્રથમ મને મારે છે અને પછી તમને મારે છે. તેમજ સારા ભાજનની ઈચ્છા થયા છતાં કાઈ દિવસ લેાજન થાય છે અને કાઇ દિવસ ભૂખ્યા રહેવુ' પડે છે. વળી પાષાણુમાં અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, હુણવા આવનારમાં અને સેવકમાં નિવિશેષ-સમષ્ટિ રાખનાર એવા તમારી સેવા મૂઢ બુદ્ધિવાળા પુત્રની જેમ કાણુ કરે? એક તાળવૃક્ષની સેવા કરે તેવી નિષ્ફળ તમારી સેવા મેં બ્રાંત થઈને આજ સુધી કરી છે તે સભારો, હવે હું તેવી સેવા કરીશ નહી.” સિદ્ધાર્થ ખેલ્યા ‘તને જે રૂચે તે કર. અમારી તેા એવીજ શૈલી છે, તે કદિ પણ અન્યથા થશે નહીં.'
પછી પ્રભુ ત્યાંથી વિશાળા નગરીને માર્ગે ચાલ્યા અને ગોશાળો એકલેા રાજગૃહ નગરને માર્ગે ચાલ્યેા. આગળ ચાલતાં સર્પવાળા મોટા રાફડામાં ઉંદર પેસે તેમ જેમાં પાંચસેા ચાર રહે છે એવા એક મેટા અરણ્યમાં ગોશાળે પ્રવેશ કર્યાં. એક ચારે ગીધની જેમ વૃક્ષ ઉપરથી ગોશાળાને દૂરથી આવતો જોયા, એટલે તેણે બીજા ચારાને કહ્યુ' કે • કાઈ દ્રવ્ય વિનાના નગ્ન પુરૂષ આવે છે.' તેઓ ખાલ્યા કે, ‘તે નગ્ન છે તો પણ આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org