Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પ્રતિમામાં અધિણિત થયે; તેથી જાણે પ્રત્યક્ષ બળદેવ હોય તેમ તે બળદેવની પ્રતિમા હળ લઈને તેમની સામે મારવા આવી. તે જોઈને આશંકા અને વિસ્મય પામી સર્વ ગ્રામ્યજનો પ્રભુના ચરણકમળમાં પડી ખમાવવા લાગ્યા અને પિતાને નિંદવા લાગ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચોરાક ગામે આવ્યા, અને કોઈ એકાંત સ્થળે પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે કહ્યું કે, “સ્વામી ! ગોચરી જવું છે કે નહીં? ' સિદ્ધાર્થે કહ્યું,
આજે અમારે ઉપવાસ છે.” પછી. સુધાતુર થયેલો ગોશાળો એકલો ઉત્સુકપણે ભિક્ષાને માટે ગામમાં ગયે. ત્યાં કોઈક ઠેકાણે ગોઠને માટે રસોઈ થતી તેણે દીઠી; એટલે “ભિક્ષાને સમય થયો છે કે નહિ? ” તેનો નિર્ણય કરવા ગોશાળ સંતાઈ સંતાઈને જેવા લાગે. તે વખતે તે ગામમાં ચાર લોકોનો મોટો ભય હતું, તેથી “આ સંતાઈને જુએ છે, માટે તે ચાર છે અથવા ચોરનો મેકલેલો ચર પુરુષ છે.” એમ તર્ક કરીને ગામના લોકોએ ગશાળાને કુટી નાંખ્યો. શૈશાળે કોધાયમાન થઈને શાપ આપ્યો કે, “જે મારા ધર્મગુરૂનું તપતેજ હોય તે આ લોકોને ગોષ્ટિમંડપ બળી જાઓ.” એટલે ભગવંતના ભક્ત વ્યંતરેએ તે મંડપને બાળી નાખ્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કલંબુક નામના ગામે ગયા. તે ગામમાં મેઘ અને કાલહસ્તી નામે બે શૈલપાળક ભાઈઓ રહેતા હતા. તે વખતે કાળહસ્તી સૈન્ય લઈને ચોરોની પછવાડે જતો હતો. તેણે માર્ગમાં ગે શાળા સહિત વિરપ્રભુને આવતા જોયા, એટલે તેની ઉપર ચારની શંકા કરી. “તેવા લોકોની એવીજ બુદ્ધિ હોય છે.” કાળહસ્તીએ પૂછયું કે, “તમે કેણ છો?” પરંતુ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. ગે શાળો પણ ગમતની ખાતર વાનરની જેમ મૌન ધરી રહ્યો. પછી તેણે ગે શાળાને અને પ્રભુને બાંધીને પિતાના ભાઈ મેઘને સેપ્યા. તે મેઘ સિદ્ધાર્થ રાજાને સેવક હતો અને તેણે પ્રથમ પ્રભુને જોયા હતા, તેથી પ્રભુને ઓળખ્યા, એટલે પ્રભુને તેણે ખમાવીને મૂકી દીધા. પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે, “હજુ મારે ઘણું કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી. કારણ કે સૈનિકે સિવાય શત્રુઓને માટે સમુહ જીતી શકાતો નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂં.' આ વિચાર કરીને મોટા ઘર સાગરમાં જલજંતુ પ્રવેશ કરે તેમ પ્રભુ લાટ દેશમાં ગયા, જે દેશમાં પ્રાયઃ બધા દૂર સ્વભાવી મનુષ્યજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કોઈ “મુડે મુડે' એમ કહીને મારવા લાગ્યા, કેઈ સ્પર્શ ધારીને પકડવા લાગ્યા, કેઈ ચોર ધારીને એમને બાંધવા લાગ્યા, કેઈકૌતુકથી પ્રભુની ઉપર ભસતા શ્વાનોને મૂકવા લાગ્યા અને બીજાઓ પોતાની મરજી પ્રમાણે બીજી અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પરંતુ જેમ રોગી અતિ ઉગ્ર ઔષધોથી રોગનો નિગ્રહ થત ૧ અહીં સહાયક ઉપદ્રવાદિકના કરનારને ગયા છે. ૨ આર્ય રાજાને ગુપ્ત ચર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org