Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સુગ ૩ જો
શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર
[ ૪૭
દેખતાં આણે મને માર્યા-' સિદ્ધાર્થ એલ્યું કે, ‘તું અમારી જેવા શીલ ( આચાર) કેમ રાખતો નથી? દ્વારે રહીને આવી ચપળતા કરે છે તો તને માર કેમ ન મળે ?’
પછી ત્યાંથી નીકળીને પ્રભુ પત્રકાળ નામના ગામમાં આવ્યા. ત્યાં પણ પૂર્વની જેમ પ્રભુ કાઈ શુન્યગૃહમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળા ભય પામીને તે ઘરના એક ખુણામાં એસી રહ્યો. તે ગામના સ્વામીના પુત્ર સ્કંદ પણ ઇતિલા નામની દાસીની સાથે રતિક્રીડા કરવાને માટે ત્યાં આવ્યેા. તેણે પણ સિંહની જેમજ પૂછ્યું. પણ કોઈએ ઉત્તર આપ્યા નહીં. પછી તે ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગાશાળા ઉચે સ્વરે હસી પડયો. એટલે અહિં પિશાચની જેમ ગુપ્ત રહીને કાણુ હસે છે?' એમ ખેલતા તે આવીને તેને ઘણો માર માર્યાં. પછી સ્કંદ પોતાને ઘેર ચાલ્યા ગયા. ગોશાળે પ્રભુને શું સ્વામીના ધમ આવા હાય? નિર્દેષ એવા મને મારતા તમે મારૂં નથી ?' સિદ્દા ખેલ્યા- અરે મૂખ! તેતરપક્ષીની જેમ મુખોષથી અનથ ભાગવે છે'
કહ્યું કે, હે નાથ !
"
C
પછી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કુમાર સનિવેશે આવ્યા. ત્યાં ચ'પરમણીય નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં ધન ધાન્યની સમૃદ્ધિવાળા કુપન નામે એક કુંભાર રહેતો હતો, મદિરાના ક્રીડાની જેમ તેને મદિરા ઉપર ઘણી પ્રીતિ હતી. તે સમયે તેની શાળામાં મુનિચંદ્રાચાય નામે એક પાર્શ્વનાથ પ્રભુના બહુશ્રુત શિષ્ય ઘણા શિષ્યવગની સાથે રહેલા હતા. તે પેાતાના શિષ્ય વન નામના સૂરિને ગચ્છમાં મુખ્યપણે સ્થાપીને જિનકલ્પતુ અતિ દુષ્કર પ્રતિક ્ કરતા હતા. તપ, સત્ય, શ્રુત, એકત્વ અને બળ એમ પાંચ પ્રકારની તુલના કરવા માટે તે સમાધિપૂર્વક ઉપસ્થિત થયેલા હતા.અહિ' ગાથાળે પ્રભુને કહ્યું કે હું નાથ ! અત્યારે મધ્યાન્હના સમય છે, માટે ચાલે, ગામમાં શિક્ષા લેવા જઈએ.' સિદ્ધાર્થ' કહ્યુ કે આજે અમારે ઉપવાસ છે.' પછી ક્ષુધાતુર થયેલા ગાશાળા ગામમાં ભિક્ષાને માટે ગયા. ત્યાં ચિત્ર વિચિત્ર વજ્રને ધારણ કરનારા અને પાત્રાદિકને રાખનારા પાશ્વનાથના પૂર્વોક્ત શિષ્યાને તેણે જોયા; એટલે પૂછ્યું કે, તમે કેણુ છે?' તેઓ ખાલ્યા કે– અમે શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ શિખ્યા છીએ' એશાળે હસતાં હસતાં કહ્યું કે, “ મિથ્યા ભાષણ કરનારા તમને ધિક્કાર છે. તમે વજ્રાદિક ગ્રંથીને ધારણ કરનારા છે, તે છતાં નિગ્રંથ શેના? કેવળ આજીવિકાને માટેજ આ પાખડની કલ્પના કરી જણાય છે. વઆદિક સ'ગથી રહિત અને શરીરમાં પણ અપેક્ષા વગરના જેવા મારા ધર્મોચાય છે તેવા નિગ્રંથ તો હાવા જોઇએ.” તે જિનેદ્રને જાણુતા નહતા, તેથી ગેાશાળાના આવાં વચન સાંભળીને ખેલ્યા કે, ‘જેવા તું છું, તેવા તારા ધર્માંચાય પણ હશે; કેમકે તે પાતાની મેળે લિગ ગ્રહણ કરનારા જણાય છે.' ક્ષુધાતુર થયેલા ગોશાળે તેમનાં આવાં
.
1 જિનકીપણ' કરવાની તુલના
Jain Education International
રક્ષણ કેમ કરતા તુ આમ અનેકવાર
For Private & Personal Use Only
www.jainelibrary.org