Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સૂગ ૩ જો]
શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર
[૪૫
ગયા. પછી ‘ જે ભાવી હાય છે તે થાય છે' એવા નિયતિવાદને તેણે ગ્રહણ કર્યા.
દીક્ષા લીધા પછી આ બીજું ચામાસુ નાલંદાપાડામાં નિગમન કરી ત્યાંથી નીકળીને પ્રભુ કલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં અહુલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે માતા આદરથી બ્રાહ્મણાને પેાતાને ઘેર જમાડતો હતા. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે ધી સાકર સહિત ખીર પ્રભુને પહેારાવી; એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુએ અહીં ચાથા મારાક્ષપણુનું પારણું. કર્યું, જે પારણુ' શ્રદ્ધાથી વહે.રાવનારા દાતાર પ્રાણીને સ’સારથી તારનારૂ છે.
'
"
અહિં પેલેા ગાશાળા સાયકાળે લજજા પામતો પામતો છાનામાના આવીને પેન્ની શાળામાં પેઠા. ત્યાં તેણે પ્રભુને જોયા નહી, ‘એટલે સ્વામી કયાં છે? એમ તે લેાકેાને પૂછવા લાગ્યા; પણુ ફાઈ એ પ્રભુના ખબર આપ્યા નહી', તેથી તે દ્વીન થઈ ને શેાધવા માટે આખા દિવસ ચારે ખાજુ ફર્યો. પછી ‘હું તો પાછે। એકાકી થઈ રહ્યો' એમ વિચારી મસ્તક મુડાવી, વસ્ત્ર છેાડીને તે ત્યાંથી નીકળી પડ્યો. તે કાલાક ગામે આવ્યા, ત્યાં તેણે લેકામાં વાત થતી સાંભળી કે આ મહેલ બ્રાહ્મણને ધન્ય છે, કે મુનિને દાન કરવાથી જેના ઘરમાં દેવતાઓએ રત્નાની વૃષ્ટિ કરી.' આ વાત સાંભળી ગેાશાળે વિચાયુ” કે, આવા પ્રભાવ મારા ગુરૂનેાજ છે; તેથી જરૂર તે અહિં જ હશે, ' આમ વિચારીને તે પ્રભુને શેાધવા માટે ભમવા લાગ્યા. નિપુણ દૃષ્ટિએ શેાધતાં એક સ્થાનકે કાર્યોત્સર્ગ રહેલા પ્રભુને તેણે દીઠા. તે પ્રભુને પ્રણામ કરીને એલ્યેા કે, “ હે પ્રભુ ! પૂર્વે હું દીક્ષાને યાગ્ય નહોતો, હવે આ વઆદિકના સંગ છેાડી દેવાથી ખરેખર નિઃસંગ થયા છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરા અને તમે મારા યાવજ્જીવ શુરૂ થાએ; તમારા વિના હું ક્ષણવાર પણ રહી શક્તો નથી. હે સ્વામી! તમે રાગ રહિત છે. તેથી તમારા સાથે સ્નેહ કેમ થાય ? કારણ કે એક હાથે તાળી પડતી નથી; પણ શું કરૂ? મારૂ મન બળાત્કારે તમારી તરફ દોડે છે. તેમજ હું મારા આત્માને તમે સ્વીકારેલા છે એમજ માનું છું: કારણ કે તમે વિકસિત ક્રમળ જેવી દૃષ્ટિથી મારી સામું જુએ છે.” તેનાં આવાં વચન સાંભળી જો કે પ્રભુ શીતરાગ હતા તો પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનુ' વચન સ્વીકાર્યું. મહાન્ પુરૂષષ કાં વત્સલ નથી થતા›
"'
66
પછી પ્રભુ તે ગોશાળાને સાથે લઈ યુગમાત્ર દૃષ્ટિ કરતાં સ્વણુ ખલ નામના સ્થાન તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગાવાળીઆએ ક્ષીર રાંધતા હતા, તે જોઈ ગેાશાળે કહ્યું, સ્વામી! હું ક્ષુધાતર થયા છું, માટે ચાલેા આપણે આ પાચસાનનું ભાજન કરીએ. ’ સિદ્ધાર્થે કહ્યું કે, એ ક્ષીર બનશે જ નહી',' તે સાંભળી દુષ્ટ બુદ્ધિવાળા ગાશાળે તે ગાવાળા પાસે જઈને કહ્યુ કે, આ દેવાય ત્રિકાલજ્ઞ છે, તે કહે છે કે આ ક્ષીર અધી ચડતાં જ તેનુ પાત્ર કાચા પાત્રની જેમ ફુટી જશે.' તે સાંભળી ભય પામેલા ગાવાળાએ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org