Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું તેનું નામ ગોશાળ એવું પાડ્યું. અનુક્રમે યુવાવસ્થા પામ્યું, એટલે તેણે પિતાના પિતાને ધંધો શીખી લીધો. આ ગશાળક સ્વભાવથી જ કલહ કરતો હતો, માતાપિતાને વશ રહેતો નહોતે, જન્મથી જ લક્ષણહીન હતા અને ઉત્કટ વિચક્ષણ હતું. એક વખતે તે માતાપિતાની સાથે કલહ કરી, ચિત્રપટ લઈને ભિક્ષાને માટે નીકળી પડયો. ફરતે ફરતે તે રાજગુહ નગરે આવ્યા. જે પ્રદેશ પ્રભુએ અલંકૃત કર્યો હતો, તે શાળામાં જ તે ગોશાળ સિંહની પાસે શગાલની જેમ એક ખુણે આવીને વસ્યો. પ્રભુ માસક્ષપણનું પારણું કરવાની ઈચ્છાએ વિજય શ્રેષ્ઠીને ઘેર કરપાત્ર વડે વહોરવા આવ્યા. શ્રેષ્ઠ બુદ્ધિવાળા વિશ્રેષ્ઠીએ પોતે મોટી ભક્તિથી સમ્યફ પ્રકારની ભેજનવિધિપૂર્વક પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે આકાશમાં
અહી દાનં” એમ આ ઘોષણા કરીને દેવતાઓએ તેના ઘરે રનવૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી શાળે ચિંતવ્યું કે, “આ મુનિ કેઈ સામાન્ય નથી. કારણ તેને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે હું તો આ ચિત્રપટનું પાખંડ છોડી દઈને આ મુનિને જ શિષ્ય થાઉં, કારણ કે આ ગુરૂ નિષ્ફળ નહીં થાય.” તે ગે શાળા આમ ચિંતવતો હતો, તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. શાળા પ્રભુને નમીને બે -“હે ભગવન્! હું સુજ્ઞ છતાં પણ પ્રમાદથી તમારા જેવા મહામુનિને પ્રભાવ અદ્યાપિ જાણી શક્યો નહીં, પણ હવે હું તમારો શિષ્ય થઈશ. આજથી તમે એકજ મારૂં શરણ છે.” આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું, તો પણ પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા. ગશાળે ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો છતો પિતાની બુદ્ધિથી પ્રભુને શિષ્ય થઈને પ્રભુનું પડખું રાત દિવસ છોડતો નહોતે. બીજે માસક્ષપણે પ્રભુ વહોરવા નીકળ્યા, ત્યારે આનંદ નામના એક ગૃહસ્થ ખાદ્ય વસ્તુવડે પ્રતિલાભિત કર્યા. ત્રીજે માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થ સર્વકામગુણ નામના આહારથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. ગશાળ પણ ભિક્ષાના અન્નથી ઉદરપાષણ કરી ભગવંત શ્રી મહાવીર પ્રભુને અહનિશ સેવવા લાગ્યો.
એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાએ ગશાળે હદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે એમ સાંભળું છું, તે આજે હું તેમના જ્ઞાનની પરીક્ષા કરૂં.” પછી તેણે પૂછયું,
હે સ્વામી! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહોત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહે.” તે વખતે પેલે સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પેસીને બે કેભદ્ર! ખાટું થઈ ગયેલું કોદ્રવ ને ફરનું ધાન્ય અને દક્ષિણામાં એક ઓટો રૂપીઓ મળશે.' તે સાંભળી ગશાળો દિવસના પ્રારંભથીજ ઉત્તમ ભેજનને માટે શ્વાનની જેમ ઘેર ઘેર ભમવા લાગ્યો, તથાપિ તેને કોઈ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહીં. જ્યારે સાયંકાળ થયે ત્યારે કોઈ સેવક તેને પિતાને ઘેઈ લઈ ગયો અને ખાટાં થઈ ગયેલ કેદરા ને કૂર આપ્યાં. અતિ સુધાને લીધે તે એવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષિણમાં એક રૂપીએ આપે. તે રૂપીઆની પરીક્ષા કરાવી તો તે પણ ખૂટે નીકળે એટલે તે લજજા પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org