Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨ 1
શ્રી ત્રિષષ્ટિ શલાક પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મોકલેલ છે. અમારા સ્વામી પ્રથમથી જ તમારા દાસ છે, તે આ સંબંધવડે વિશેષ થાઓ અને અમારા ઉપર પ્રસન્ન થઈને તેનો અનુગ્રહ કરો. સિદ્ધાર્થ રાજા બોલ્યા કે મને અને ત્રિશલાને કુમાર વિવાહાત્સવ જેવાને ઘણે મનોરથ છે, પણ એ કુમાર જન્મથીજ સંસારથી વિરક્ત છે, તેથી તેની પાસે વિવાહાદિક પ્રજનની વાત પણ અમે કહી શકતા નથી, તથાપિ તમારા આગ્રહથી અનેક વચનની યુક્તિઓથી તેના મિત્રદ્વારા વિવાહની વાર્તા અમે આજે તેને કહેવરાવીશું.” આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાર્થ ત્રિશલાદેવીને પૂછી પ્રભુના બુદ્ધિમાન મિત્રને વિવાહ કબુલ કરાવવા માટે પ્રભુની પાસે મોકલ્યા. તેઓએ પ્રભુ પાસે જઈ સવિનય નમસ્કાર કરીને તેમને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા કહી સંભળાવી. પ્રભુ બેલ્યા-“તમે નિરંતર મારી પાસે રહેનારા છે, તેથી ગ્રહવાસથી પરામુખ એવા મારા ભાવને જાણે છે. તેઓ બેલ્યા હે કુમાર! તમને અમે સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમારે માતાપિતાની આજ્ઞા અલંધ્ય છે” એમ પણ અમારું માનવું છે. વળી તમે અમારી પ્રણય યાચનાની પણ કદી અવમાનના કરતા નથી, તો આજે એક સાથે સૌની અવમાનના કેમ કરે છે?” ભગવંત બોલ્યા- “અરે મેહગ્રસ્ત મિત્રો ! તમારે આ શો આગ્રહ છે? કારણ કે સ્ત્રી વિગેરેનું પરિગ્રહ તે ભવભ્રમણનું જ કારણ છે. વળી “મારા માતાપિતા જીવતાં તેમને મારા વિયેગનું દુઃખ ન થાઓ.” એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણા દીક્ષા લેતે નથી.” આ પ્રમાણે પ્રભુ કહેતા હતા, તેવામાં વિવાહને માટે રાજાની આજ્ઞાથી ત્રિશલાદેવી પિતે ત્યાં આવ્યા. પ્રભુ તરત ઊભા થયા અને ગૌરવથી માતાને ઉંચા રત્નસિંહાસન પર બેસારી આ પ્રમાણે બાલ્યા કે, “હે માતા ! તમે આવ્યા તે સારું થયું, પણ તમારે અહીં આવવાનું શું કારણ હતું? મને બે લાવ્યો હતો તે તમારી આજ્ઞાથી હું તરતજ આપની પાસે આવત.” ત્રિશલાદેવી બેલ્યા–“વત્સ! અનેક પ્રકારના ઉદયનાં કારણભૂત તમે જે અમારા ઘરમાં આવ્યા છે, તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી, તમને અવકન કરતાં ત્રણ જગતને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શનારૂપ મહા દ્રવ્યવહેજ ધનિક એવા અમોને કેમ તૃપ્તિ થાય? હે પુત્ર! અમે જાણીએ છીએ કે, તમે સંસારવાસથી વિરક્ત છે, તે છતાં અમારાપર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છે. તે વિનયના સ્થાનરૂપ! તમે જે કે પિતાની મનોવૃત્તિને બાધા પમાડીને એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમે તૃપ્તિ પામતા નથી, માટે તમને અમે વધૂ સહિત જેઈ તૃપ્તિ પામીએ-એમ કરવા માટે આ સામે આવેલી યશોદા નામની રાજપુત્રીની સાથે ઉદ્વાહ કરે. તમારા પિતા પણ તમારે વિવાહેસવ જેવાને ઉત્કંઠિત છે. માટે અમારા બંનેના આગ્રહથી આ દુષ્કર કાર્ય કરો.” આ પ્રમાણે માતાનાં વચન સાંભળી પ્રભુ વિચારમાં પડયા કે, “આજે આ મારે શું આવી પડયું, એક તરફ માતાનો આગ્રહ છે અને બીજી તરફ સંસારપરિભ્રમણને ભય છે. માતાનો દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકેચીને રહ્યો હતો, તે હવે તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગ્રહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org