Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ જે] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર
[૨૫ પાત્રપણે આલેષ કરતા બ્રમરાઓના અવાજથી જાણે મુસાફરોને બોલાવતું હોય એવું જણાતું હતું. તે ઉધાનમાં પ્રવેશ કર્યા પછી પ્રભુએ શિબિકામાંથી ઉતરીને સવ આભૂષણો તેજી દીધાં. તે વખતે ઇ પ્રભુના કંધઉપર એક દેવદ્રવ્ય વસ્ત્ર નાંખ્યું. પછી ત્રિજગપ્રભુએ પંચમુષ્ટિવડે સર્વ કેશનો લેચ કર્યો. શક ઈદ્રિ તે કેશ દૂષ્ય વસ્ત્રમાં લઈને ક્ષીરસાગરમાં ક્ષેપન કર્યા. પછી તેણે પાછા આવીને સર્વ કોલાહલ અટકાવ્યા એટલે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતાં માર્ગશીષ માસની કૃષ્ણ દશમીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં દિવસના છેલ્લા પહેરે છઠ્ઠ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ચારિત્રની સાથે જ મન ૫ર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर जन्म प्रवृज्या वर्णनो नाम
દ્વિતીય સત્ર | ૨
સગ ૩ જે
શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષનો વિહાર,
દીક્ષા લીધા પછી ત્રણ જગતના પતિ મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે પિતાના સહેદર બંધુ નંદિવર્દનની અને બીજા પણ જ્ઞાતવંશના પુરૂષની રજા લીધી. પ્રભુ જ્યારે ચારિત્ર રૂપી રથમાં આરૂઢ થઈ વિહાર કરવાને ચાલ્યા, તે વખતે તેમના પિતાને મિત્ર સમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવી પ્રભુને નમીને બોલ્યા કે-“હે સ્વામી! આપે પિતાની અને પારકાની અપેક્ષા વગર સાંવત્સરિક દાન આપ્યું, તેથી બધું જગતું દારિદ્રય વગરનું થઈ ગયું, પણ હું એક મંદભાગ્ય દરિદ્રી રહી ગયો છું. હે નાથ! હું જન્મથીજ મહા દરિદ્રી છું અને બીજાઓની પ્રાર્થના કરવાને માટે અહર્નિશ ગામે ગામ ભટક્યા કરું છું. કેઈ ઠેકાણે નિભન્સના થાય છે, કેઈ ઠેકાણે ઉત્તર પણ મળતું નથી અને કોઈ ઠેકાણે મુખ મરડે છે, પણ એ બધું હું સહન કરું છું. તમે દાન આપ્યું તે સમયે હું ધનની આશાથી બહાર ભમતે હતો, તેથી મને તમારા વાર્ષિક દાનની ખબર પડી નહી અને તમારું દાન મારે નિષ્ફળ થયું. માટે હે પ્રભુ! હવે પણ મારા પર કૃપા D - 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org