Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું કે, “તે સૌવીર સહિત કંગરનું ભોજન કર્યું છે અને તું બલદેનું રક્ષણ કરવાને જાય છે. અહીં આવતાં આવતાં તે એક સપને જે હતું, અને આજે તું સ્વપ્નામાં ભરપૂર રાયો હતે. અરે ગેપ ! ખરે ખરું કહે, આ બધું મારું કહેવું બરાબર છે?” ગોપાલે કહ્યું
બધું સત્ય છે. પછી સિદ્ધાથે તેને વિશેષ પ્રતીતિ ઉપજાવવાને માટે બીજું ઘણું કહ્યું. તે સાંભળી ગોવાળ વિસ્મય પામી ગયો. તેણે ગામમાં જઈને કહ્યું કે “અહા ! આપણા ગામની બહાર વનમાં એક ત્રિકાલવેરા દેવાય આવેલા છે, તેઓએ મને પ્રતીતિ થાય તેમ બધું બરાબર કહ્યું છે.” તે સાંભળી બધા ગામના લેકે કૌતુકથી પુષ્પ અક્ષત વિગેરે પૂજાનો સામાન લઈ પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને બોલ્યો કે, “તમે સર્વે શું મારે અતિશય જેવાને આવ્યા છે?” ગામના લોકોએ “હા” કહી, એટલે સિદ્ધાર્થ પૂર્વે તેઓએ જે જોયેલું, કરેલું, સાંભળેલું અને કહેલું હતું તે બધું બરાબર કહી આપ્યું. સિહાથે કેટલુંક ભવિષ્ય કહ્યું, તે સાંભળી લોકોએ મોટા મહિમાથી પ્રભુની પૂજા અને વંદના કરી. એવી રીતે લોકો પ્રતિદિન ઉપરાઉપર આવી આવીને પડવા લાગ્યા, તેથી સિદ્ધાર્થના મનમાં ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ
એક વખતે ગામના લેકેએ ત્યાં આવીને કહ્યું, “સ્વામી! અમારા ગામમાં એક અચ્છેદક નામે જ્યોતિષી વસે છે, તે પણ તમારી જેમ બધું જાણે છે.” સિદ્ધાર્થ બે કે, તે પાખંડી કાંઈ પણ જાણતો નથી. તે તે તમારા જેવા ભેળા માણસોને છેતરીને પિતાની ઉદરપૂરણા કરે છે. તે લોકોએ આવીને અચ્છેદકને કહ્યું કે, “અરે! તું તે કાંઈ પણ જાણતું નથી, સર્વ ભૂત, ભવિષ્ય ને વર્તમાન તે નગર બહાર રહેલા દેવાયું જાણે છે.” તે સાંભળી પિતાની પ્રતિષ્ઠાનો નાશ થવાના ભયથી અચ્છેદક બે-“અરે લોકો ! ખરેખર પરમાર્થને નહીં જાણનારા એવા તમારી આગળ તે જાણનારમાં ખપે છે, પણ જે તે મારી આગળ આવે તે હું જાણું કે, તે ખરેખર જ્ઞાતા છે. ચાલે, આજે તમારા દેખતાં હું તેની અજ્ઞતા ખુલ્લી કરી આપીશ.” આ પ્રમાણે કહીને તે અચ્છેદક કેધ કરતે ગામના કૌતુકી લોકોની સાથે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરી રહ્યા હતા, ત્યાં સત્વર આવ્યો. પછી બે હાથની આંગળીમાં એક ઘાસનું તરણું બંને બાજુથી પકડીને પ્રભુ પ્રત્યે બોલ્યો કે, “કહે, આ તરણું મારાથી છેદાશે કે નહીં ?” તેના મનમાં એવું હતું કે,
આ દેવાય જે કહેશે તેથી હું વિપરીત કરીશ, એટલે તેની વાણી અમૃત થઈ જશે.” સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને કહ્યું કે, “એ તૃણ છેદાશે નહીં. એટલે અચ્છેદક આંગળી સજજ કરીને તે તરણું છેઠવા તત્પર થયો. તે વખતે ઈદ્ર પિતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, “હમણા વીરપ્રભુ ક્યાં વિચરતા હશે?” ઉપગ આપી જોયું, તે પ્રભુની સાથે તે અદકની ચેષ્ટા તેમના જેવામાં આવી. તત્કાળ તેણે ધાર્યું કે, “પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ.” એવું ધારી તેણે અચ્છદકની દશે આંગળી વજથી છેદી ૧. એક જાતની કાંજી, ૨ કાંગ જાતિનું ધન,
_
.
.
*
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org