Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર
[ ૩૯ અને “આ બિચારી અલ્પબલવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાએ નહીં. એવું ધારી એ મહાશય સર્ષે પિતાનું અંગ જરા પણ હલાવ્યું નહીં. આ પ્રમાણેના કરૂણા પરિણામવાળો અને ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતો તે સર્પ એક પખવાડીએ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયે.
કૌશિક સપની ઉપર આવો મહા ઉપકાર કરી ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉત્તરવાચાળ નામના ગામ સમિપે આવ્યા. પોપવાસને અંતે પારણાને માટે ગોચરીએ ફરતા પ્રભુ નાગસેન નામના ગૃહસ્થને ઘેર ગયા. તે દિવસે તે ગૃહસ્થને એકને એક પુત્ર જે બાર વર્ષ થયાં પરદેશ ગયો હતો તે વાદળા વગરની વૃષ્ટિની જેમ અકસ્માત ઘેર આવ્યા હતા, તેથી નાગસેને પિતાને ઘેર ઉત્સવ કર્યો હતો અને પિતાના સર્વ સ્વજન વર્ગને ભોજન આપ્યું હતું. તે સમયે પ્રભુ ત્યાં વહોરવા પધાર્યા. વીરપ્રભુને દૂરથી આવતા જોઈ નાગસેનને ઘણે હર્ષ થશે. તેથી તેણે ભક્તિપૂર્વક પવડે પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે અહદાન, અહધાન” એમ બોલતા દેવતાઓએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી પ્રભુ પારણું કરીને શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. તે નગરી જિનભક્ત એવા પ્રદેશી રાજાથી વિભૂષિત હતી, પ્રભુના ખબર સાંભળી પ્રદેશ રાજા જાણે બીજે ઈંદ્ર હોય તેમ નગરજને, અમાત્ય અને અનેક રાજાઓને પરિવાર લઈ પ્રભુની સામે આવ્યો અને ભક્તિથી વીરપ્રભુને વંદના કરી. પછી રાજા રાજા પિતાના નગરમાં ગયો અને તપથી શ્રેષ્ઠ એવા પ્રભુ અનુક્રમે વિહાર કરતા કરતા સુરભિપુર સમિપે આવ્યા. ત્યાંથી જાણે પૃથ્વીની ઓઢણી હોય, અને સમુદ્રનું જાણે પ્રતિમાન હોય તેવી ઊંચા તરંગવાળી ગંગાનદી પાસે આવ્યા. પ્રભુ ગંગા ઉતરવાને ઈચ્છતા હતા, તેથી સિદ્ધાંત નામના કોઈ નાવિકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠા. પછી નાવિકે બે બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે બે પાંખો વડે પક્ષિણીની જેમ તે નાવિકા ત્વરાથી ચાલવા લાગી. તે સમયે કાંઠા ઉપર રહેલું ઘુવડ પક્ષી બોલ્યું, તે સાંભળી નાવમાં બેઠેલા શકુન શાસ્ત્રના જાણુ ક્ષેમિલ નામના નિમિતિએ કહ્યું કે, “આ વખતે આપણે કુશળક્ષેમે પાર ઉતારવાના નથી. થોડા સમયમાં આપણુ સવને મરણુત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહિમાથી આપણે બચી જશું.” તે આમ બોલતા હતા તેવામાં નાવ અગાધ જળમાં આવ્યું. ત્યાં સુદંષ્ટ્ર નામે એક નાગકુમાર દેવ રહેતું હતું, તેણે પ્રભુને જોયા. પૂર્વ જન્મનું વૈર સંભારી તેણે ક્રોધથી ચિંતવ્યું કે,
જ્યારે આ ત્રિપૃષ્ટ હતા, ત્યારે હું સિંહ હતે તેણે મને માર્યો હતો, તે વખતે હું તેના દેશથી ઘણે દૂર રહેતા હતા, મેં કાંઈ તેને અપરાધ કર્યો હતો અને હું એક ગુહામાં સંતાઈ રહ્યો હતો, ત્યાં પોતાની ભુજાના વીર્યના ગર્વથી અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી એણે આવીને મને મારી નાખ્યું હતું. તે આજે મારી નજરે પડયો તે બહુ સારું થયું, હવે હું મારું વેર લઉં. ઋણની જેમ વૈર પ્રાણીને સેંકડો જન્મ સુધી અનુસરે છે. પૂર્વનું વૈર લેવાથી જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org