Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છે, માટે હું તેને ભસ્મ કરી નાખું. આ પ્રમાણે વિચારીને કેપે ધમધમતો તે સર્ષ પિતાના ફણાટોપને વિસ્તારવા લાગ્યો. જવાળામાળાને વમન કરતી, લતા વૃક્ષોને દહન કરતી, તેમજ ફાર કુકારોથી ભયંકર એવી દૃષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યો. તેથી પ્રજવલિત એવી તેની દષ્ટિજવાળાઓ આકાશમાંથી ઉલ્કા જેમ પર્વત પર પડે તેમ પ્રભુના શરીર ઉપર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુની ઉપર તે કાંઈ પણ અસર કરી શકી નહીં. કેમકે “મહાન્ પવન પણ મેરૂને કંપાવવાને સમર્થ થાય?” પિતાની તીવ્ર દષ્ટિવડે પણ જ્યારે પ્રભુને કાંઈ થયું નહીં ત્યારે “હજુ કેમ આ કાષ્ટની જેમ દગ્ધ થયે નહીં.' એવું વિચારી વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દષ્ટિજવાળા છોડવા માંડી. તથાપિ એ જવાળાઓ પણ પ્રભુની ઉપર તો જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પ શૂગ વગરનો થઈને પ્રભુના ચરણકમળપર ડો. પિતાના વિષની ઉગ્રતાથી દુર્મદ એ તે “મારા તીવ્ર વિષવડે આક્રાંત થઈને આ હમણ પડશે તો રખે મને દાબી ન નાખે. એવા ઈરાદાથી ડશી ડરીને દૂર ખસતો હતો. પ્રભુના અંગપર જે સ્થાનકે તે હસતો ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહીં, માત્ર ગાયના દૂધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી. ઘણીવાર તેમ થવાથી “આ શું! એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ ઉભો રહ્યો. અને વિલખે થઈને પ્રભુની સામે જોવા લાગ્યો. પછી પ્રભુના અતુલ રૂપને નીરખતાં પ્રભુના કાંત અને સૌમ્ય રૂપને લીધે તેના નેત્રા સ્તબ્ધ થઈ ગયા. જ્યારે તે કાંઈક ઉપશાંત થયા ત્યારે પ્રભુ બેલ્યા કે-“અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મોહ પામ નહીં.” ભગવંતનું આ વચન સાંભળી ઉહાપોહ કરતાં તે સપને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અનશન કરવાવડે સર્વ ક્રિયાથી રહિત થયેલા અને ઉપશાંતપણાને પામેલા તે સપને જાણીને પ્રભુએ પિતાની દષ્ટિવડે તેનું સિંચન કર્યું. પછી “વિષવડે ભયંકર એવી મારી દષ્ટિ કેઈન ઉપર પણ ન પડે એમ ધારીને પિતાના રાફડામાં મોટું રાખી તે સપ સમતા રૂપ અમૃતને પીવા લાગે. પ્રભુ પણ તેની અનુકંપાવડે ત્યાં જ સ્થિતિ કરીને રહ્યા. “મહાન પુરુષની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટે જ હેાય છે.” ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગોવાળે અને વત્સ પાળો વિસ્મય પામીને સત્વર ત્યાં આવ્યા. અને પોતાની ખાત્રી કરવા માટે વૃક્ષને અંતરે સંતાઈ રહીને તે મહાત્મા સર્પને નિશ્ચલ રહેલ જોઈ તેઓને વિશ્વાસ આવ્યો, એટલે તેની નજીક આવી તે સપના શરીરને લાકડીઓથી અડવા લાગ્યા. તો પણ તેને સ્થિર રહેલ જોઈ ગોવાળોએ એ વાર્તા લેકેને કહી એટલે કે ત્યાં આવ્યા, અને વીરપ્રભુને તથા મરણોન્મુખ એવા તે સપને વંદના કરવા લાગ્યા. ગોવાળોની કેટલીક સ્ત્રીઓ તે માગે થઈને ઘી વેચવા જતી હતી, તેઓએ તે સર્પના શરીર પર ઘી ચેપડ્યું. તે ગંધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીડીઓ આવી, તે સર્પના કલેવરને ચારણ જેવું કરી દીધું. “મારા પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે.” એમ વિચાર કરતો તે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org